વાઇબ્રન્ટ સમિટમાં અંબાણીએ કહ્યું ગુજરાતી હોવાનું મને અભિમાન Vibrant Gujarat 2024 : વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ મોટું નિવેદન આપ્યું છે. વાત જાણે એમ છે કે, આજે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં સંબોધન કરતી વખતે મુકેશ અંબાણીએ કહ્યું કે, મને ગુજરાતી હોવાનો ગર્વ છે. આ સાથે તેમણે કહ્યું કે, વિદેશીઓ નવા ભારત અંગે વિચારી રહ્યા છે અને અમે નવા ગુજરાત અંગે વિચારી રહ્યા છીએ. તેમણે ઉમેર્યું કે, નરેન્દ્ર મોદી ભારતના સૌથી સફળ પ્રધાનમંત્રી છે. આ સાથે તેમણે કહ્યું કે, રિલાયન્સે 12 લાખ કરોડ રૂપિયાનું રોકાણ ભારતમાં કર્યું છે જેથી જેમાંથી એક તૃતિયાંશ ગુજરાતમાં જ રોકાણ કર્યું છે.
વાઇબ્રન્ટ સમિટમાં અંબાણીએ કહ્યું ગુજરાતી હોવાનું મને અભિમાન
રિલાયન્સ ગ્રુપના મુકેશ અંબાણીએ વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં કહ્યું કે, મારા પિતાએ કહ્યું હતું કે, ગુજરાત તારી માતૃભૂમિ છે. રિલાયન્સ ગુજરાતી કંપની છે અને ગુજરાતી કંપની જ રહેશે અને સાત કરોડ ગુજરાતીઓના સપના પૂર્ણ કરવા કામ કરી રહ્યા છીએ. આ સાથે તેમણે કહ્યું કે, જામનગરમાં રિન્યૂએબલ એનર્જી માટે ધીરુભાઈ અંબાણી પાર્ક સ્થપાશે. અમૃતકાળમાં ભારત વિકસિત દેશ બનશે અને 2047માં ભારત 35 બિલિયન ડોલરની ઈકોનોમી બનશે. આ સાથે કહ્યું કે, ગુજરાત 3 ટ્રિલિયન ડૉલરની ઈકોનોમી બનશે.
ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનુ સંબોધન
વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ કહ્યું કે, PM મોદીના વિઝનને કારણે આ શક્ય છે. મને દરેક સમિટમાં ભાગ લેવાનો મોકો મળ્યો તો મને ગુજરાતી હોવાનું અભિમાન છે. આ સાથે તેમણે કહ્યું કે, વિદેશીઓ નવા ભારત અંગે વિચારી રહ્યા છે અને અમે નવા ગુજરાત અંગે વિચારી રહ્યા છે. આ સાથે તેમણે કહ્યું કે, વિદેશના મારા મિત્રો પૂછે છે કે, મોદી હૈ તો મુમકીન હૈનો મતલબ શું? એનો મતલબ મોદી અશક્યને શક્ય બનાવે છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એમડી મુકેશ અંબાણી કહે છે, હું ગેટવે ઓફ ઈન્ડિયાના શહેરમાંથી આધુનિક ભારતના વિકાસના પ્રવેશદ્વાર ગુજરાતમાં આવ્યો છું. જ્યારે વિદેશીઓ નવા ભારત વિશે વિચારે છે, ત્યારે તેઓ નવા ગુજરાત વિશે વિચારે છે. આ પરિવર્તન કેવી રીતે થયું? એક નેતાને કારણે જે આપણા સમયના મહાન વૈશ્વિક નેતા તરીકે ઉભરી આવ્યા છે પીએમ મોદી. આ સાથે તેમણે કહ્યું કે, રિલાયન્સ ગુજરાતી કંપની હતી, છે અને રહેશે. રિલાયન્સે છેલ્લા 10 વર્ષોમાં સમગ્ર ભારતમાં વિશ્વ સ્તરની અસ્કયામતો અને ક્ષમતાઓ બનાવવા માટે 150 બિલિયન ડોલર – રૂ. 12 લાખ કરોડનું રોકાણ કર્યું છે, જેમાંથી 1/3 કરતાં વધુનું રોકાણ એકલા ગુજરાતમાં થયું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે