Abhayam News
Abhayam

ટોપ-10 દેશોમાં સૌથી ઉપર ભારત

India tops the top 10 countries

ટોપ-10 દેશોમાં સૌથી ઉપર ભારત ભારતનું અર્થતંત્ર વિશ્વમાં સૌથી ઝડપથી ગતિમાન બન્યું છે. આ જ રીતે અર્થતંત્રની આ ગતિ આગળ વધવાની આશા અને અપેક્ષા પણ છે. તમામ વૈશ્વિક રેટિંગ એજન્સીઓને આ અપેક્ષા પર વિશ્વાસ છે. જેથી જ વિશ્વ બેંકથી લઈને IMF સુધી ભારતીય અર્થવ્યવસ્થાના વિકાસ દરના અંદાજમાં સુધારો સાથે વધારો બતાવવામાં આવ્યો છે. ફિચ રેટિંગ્સ એજન્સીએ મધ્યમ ગાળા માટે ભારતના વિકાસ દરનો અનુમાનમાં 0.7 ટકાનો વધારો કરીને 6.2 ટકા કર્યો છે. ચીનને એજન્સી તરફથી ફટકો પડ્યો છે, કારણ કે તેના વિકાસના અનુમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

India tops the top 10 countries

ટોપ-10 દેશોમાં સૌથી ઉપર ભારત

fitch રેટિંગે શું કહ્યું ?
fitch રેટિંગે અગાઉ મધ્યમ ગાળા માટે ભારતની જીડીપી વૃદ્ધિ દર 5.5 ટકા રહેવાનો અંદાજ મૂક્યો હતો. જે 0.7 ટકા વધીને 6.2 ટકા કરવામાં આવ્યો છે. ફિચે મધ્યમ ગાળાને 2023થી 2027 ગણી છે. સૌથી મહત્વની વાત એ છે કે ફિચના મતે ભારતનો જીડીપી વિશ્વની ટોપ-10 અર્થવ્યવસ્થાઓમાં સૌથી વધુ રહેવાનો અંદાજ મુક્યો છે. જેનો અંદાજમાં સુધારો કરવા પાછળના કારણોનો ઉલ્લેખ કરતા એજન્સીએ કહ્યું છે કે તાજેતરના મહિનાઓમાં ભારતમાં રોજગાર દરમાં મોટો સુધારો થયો છે. આ સિવાય ભારતની શ્રમ ઉત્પાદન ક્ષમતામાં પણ અન્ય દેશોની સરખામણીમાં નોંધપાત્ર સુધારો થયો છે.

અર્થતંત્રમાં વિશ્વાસ વ્યક્ત કર્યો
વર્ષ 2023-24 માટે ભારતનો વિકાસ દર 6.3 ટકા રહેવાની ધારણા છે. ફિચે તેના અહેવાલમાં જણાવ્યું હતું કે, જ્યાં સુધી ભારતનો સવાલ રોજગાર દરમાં સુધારો અને કાર્યકારી વયની વસ્તીના અનુમાનમાં થોડો વધારો થવાને કારણે ઉચ્ચ વૃદ્ધિનો અંદાજ છે. અગાઉ વિશ્વ બેંકથી લઈને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)એ ભારતના GD વૃદ્ધિ અંદાજમાં સુધારો કર્યો છે અને તેમાં વધારો કર્યો છે અને ભારતના ઝડપી અર્થતંત્રમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

જીડીપી વૃદ્ધિ અંદાજમાં વધારો 
એક તરફ ફિચ રેટિંગ્સે ભારતના જીડીપી વૃદ્ધિ અંદાજમાં વધારો કર્યો છે. જ્યારે બીજી તરફ તેણે ચીન અને રશિયા જેવા દેશોના વિકાસ દરના અંદાજમાં ઘટાડો કર્યો છે. મધ્યમ ગાળા માટે ચીનનો જીડીપી વૃદ્ધિ દર 5.3 ટકાથી ઘટાડીને 4.6 ટકા કરવામાં આવ્યો છે. અમેરિકન રેટિંગ એજન્સીએ સોમવારે જાહેર કરેલા તેના રિપોર્ટમાં કહ્યું છે કે ચીનના જીડીપીમાં ઘટાડાની અસર 10 ઉભરતા દેશોની અર્થવ્યવસ્થા પર પડી શકે છે. આ દેશોનો વિકાસ દર 4.3 ટકાથી ઘટીને 4 ટકા રહેવાનો અંદાજ છે. ફિચના રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે વર્ષ 2020માં કોવિડ રોગચાળાને કારણે કેટલીક ઉભરતી અર્થવ્યવસ્થાઓમાં મંદી ખૂબ જ ગંભીર બની ગઈ હતી અને મેક્સિકો, દક્ષિણ આફ્રિકા અને ભારતના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ જીડીપીમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

મોહન ભાગવત અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ વચ્ચે કચ્છમાં મહત્ત્વની મુલાકાત

Vivek Radadiya

ચેન્નાઈથી પુણે ટ્રેનમાં મુસાફરોને ફૂડ પોઈઝનિંગચેન્નાઈથી પુણે 

Vivek Radadiya

અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2024

Vivek Radadiya