Abhayam News
AbhayamGujaratNews

ખાઓ છો ચીનનું નકલી લસણ??

ખાઓ છો ચીનનું નકલી લસણ?? શું તમે ઓરિજિનલ અને નકલી લસણ વચ્ચેનો તફાવત કહી શકો છો? આવો જ એક વીડિયો સામે આવી રહ્યો છે, જેમાં એક વ્યક્તિ શાકભાજીની દુકાનમાં નકલી લસણ વેચવા અંગે લોકોને જાગૃત કરતો જોવા મળી રહ્યો છે. જાણો કેવી રીતે આ લસણને ઓળખી શકીએ

 ખાઓ છો ચીનનું નકલી લસણ??

બદલાતા સમય સાથે અનેક વસ્તુઓમાં ભેળસેળ ચાલી રહી છે, તો પછી ખાદ્યપદાર્થો કેવી રીતે પાછળ રહી શકે છે. લોકોનું ધ્યાન આકર્ષિત કરવા માટે, આજે બજારમાં ઘણા પ્રકારના સ્કેમ જોવા મળી રહ્યા છે, જેના દ્વારા નકલી વસ્તુઓ તૈયાર કરીને લોકોને મૂર્ખ બનાવવામાં આવી રહ્યા છે. ઘણી વખત, ખુબ સારા પ્રયાસો પછી પણ, ઓરિજિનલ અને નકલી વચ્ચે તફાવત કરવો મુશ્કેલ બની જાય છે.

ઉલ્લેખનીય છે કે, નકલી સામાન બનાવવામાં ચીનની કોઈ સ્પર્ધા કરી શકે નહીં. જો આપણે જોઈએ તો, ચીને રોજીંદી વપરાશની વસ્તુઓથી લઈને ખાદ્યપદાર્થો સુધીની વસ્તુઓમાં ભેળસેળ કરીને નકલી વસ્તુઓ બનાવવાની કળામાં નિપુણતા મેળવી છે. હાલમાં જ વાયરલ થયેલા આ વીડિયોને જોઈને તમે આનો અંદાજ મેળવી શકો છો, જેમાં એક વ્યક્તિ શાકભાજીની દુકાનમાં વેચાતા ચાઈનાથી આવતા નકલી લસણ વિશે લોકોને જાગૃત કરતા જોવા મળે છે.

આ રીતે બને છે નકલી લસણ

જો જોવામાં આવે તો બજારમાં વેચાતું આ નકલી લસણ ભારતના ઘણા ઘરોમાં રોજેરોજ ખવાઈ રહ્યું છે, જેના વિશે હજુ પણ ઘણા લોકો અજાણ છે. દેખાવમાં આ સુંદર સફેદ લસણને ઓળખવું એટલું મુશ્કેલ નથી. જો તમે જાણશો કે, આ લસણની ખેતી કેવી રીતે થાય છે, તો ચોક્કસ તમે પણ પ્રભાવિત થઈ જશો. વીડિયોમાં એક વ્યક્તિ આ નકલી લસણ વિશે કહી રહ્યો છે કે, લસણ એવી રીતે બનાવવામાં આવે છે કે તમે કંઈપણ વિચાર્યા વિના તરત જ તેને ખરીદી લો. આ લસણની છાલ ઉતારવી ખૂબ જ સરળ છે.

જો આપણે સ્વાદ વિશે વાત કરીએ, તો આ નકલી લસણનો સ્વાદ વાસ્તવિક લસણ જેવો છે, જેમાં તેને અલગ પાડવું થોડું મુશ્કેલ છે. વીડિયોમાં તે વ્યક્તિ કહી રહ્યો છે કે, આ નકલી લસણ બનાવવાની રીત ખૂબ જ ચોંકાવનારી છે. વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ નકલી લસણ સીસા અને અન્ય ધાતુઓનો ઉપયોગ કરીને ઝડપથી તૈયાર કરવામાં આવે છે. એટલું જ નહીં, તેને ક્લોરિનથી બ્લીચ કરવામાં આવે છે, જેથી તે સફેદ રહે.

આ રીતે તમે ઓળખી શકો છો

ઓરિજિનલ અથવા નકલી લસણને અલગ પાડવા અને ઓળખવા માટે કેટલીક પદ્ધતિઓ વર્ણવવામાં આવી છે. સૌથી પહેલા તો જાણી લો કે, બજારમાં મળતું નકલી લસણ ખૂબ જ સફેદ હોય છે. તમને તેમાં કોઈ ડાઘ કે ફોલ્લીઓ દેખાશે નહીં. ઓળખ માટે તમારે લસણને ફેરવવું પડશે. જો નીચેના ભાગમાં ડાઘ દેખાય છે, તો તેનો અર્થ એ છે કે તે અસલી છે. તેનાથી વિપરીત, જો લસણ સંપૂર્ણપણે સફેદ હોય તો તે ચીનનું નકલી લસણ હોઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

સેવા સંસ્થાની સેવાને સફળ બનાવનાર પડદા પાછળનાં યોદ્ધાઓ..

Abhayam

આ તારીખથી ધો. 12 વિજ્ઞાન અને સા.પ્રવાહના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે..

Abhayam

દાણીલીમડાના કોંગ્રેસ કોર્પોરેટરને પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા,કારણ જાણીને તમે પણ ચોંકી જશો…

Abhayam