Abhayam News
AbhayamNews

ફોરેસ્ટ અધિકારી(ભુપતભાઈ સાવલિયા) અને શિક્ષક(નીમાબેન સાવલિયા) દ્વારા માનવતાનું ઉદાહરણ…

કુદરત નો કહેર બહુજ અજબ હોઈ છે એ ખોબે ધોબે ઘડીક માં આપી પણ દેશે અને થોડીક જ વાર માં લઇ પણ શકે છે ત્યારે તોકતૈ વાવાઝોડા ની સૌથી મોટી અસર ગીર અને આજુબાજુ ના વિસ્તારમાં ખુબજ મોટા પાયે થયેલ છે ત્યારે આજ રોજ અમારા સાથી મિત્રો દ્વારા શનિવાર ની રજા નો સમય જે વિસ્તારમાં વાવાઝોડા માં નુકસાન થયું છે ત્યાં ફ્રુડપેકટ નું વિતરણ કરવામાં આવ્યું ત્યારે ધારી થી ઉના રોડ પર થી 10 કિલોમીટર અંદર હડાળા નેશ આવેલ છે ત્યારે આશરે 200 જેટલા માલધારી ભાઈઓ અને ફોરેસ્ટ અધિકારી ઓ વસવાટ કરે છે

આ વાવાઝોડા દરમિયાન ખુબજ મોટા પાયે વરસાદ અને પવન હોવાથી માલધારી ભાઈઓ ના મકાન કાચા હોવાથી તેમને પોતાના ઘર ની અંદર રહેવું ખુબજ ગંભીર હાલત થઈ હતી ત્યારે ફોરેસ્ટ વિભાગ માં ફરજ બજાવતા ભુપતભાઇ સાવલિયા અને તેમના પત્ની નીમાબેન સાવલિયા આ નેશ માં શિક્ષક તરીકે ફરજ બજાવે છે ત્યારે ભુપતભાઇ ને સરકાર દ્વારા એક પાકું મકાન રહેવા માટે આપેલ છે

આ વાવાઝોડા ની પરિસ્થિતિ ને જોઈ અને માનવતા રાખી ત્યાં વસવાટ કરતા આશરે 200 જેટલા માલધારી ભાઈઓ અને બહેનો ને નીમાબેને પોતાના મકાન માં આશરો આપ્યો એટલું જ નહીં પણ આ પરિસ્થિતિ જોઈ અને નીમાબેને સતત 2 દિવસ સુધી પોતાના ઘરે થી રસોઈ બનાવી અને દરેક વ્યક્તિને ભાવ થી ભોજન આપ્યું ત્યારે ખુબજ ગૌરવ થાય છે કે નીમાબેન પોતે મારા ગામ નાજાપુર ની દીકરી-બહેન છે અને હાલ જળજીવડી માં સાસરે છે ત્યારે અમને અમારા બહેન નીમાબેન ઉપર ગૌરવ અનુભવી રહ્યા છીએ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

4.4 કરોડ લોકોએ ભારત-આફ્રિકા મેચ મોબાઈલ પર નિહાળી

Vivek Radadiya

‘પીએમ મોદીનો મતલબ છે પનોતી’, રાહુલ ગાંધીનું વિવાદિત નિવેદન

Vivek Radadiya

સતત ચાર હાર બાદ અચાનક કેમ જીત્યું પાકિસ્તાન? 

Vivek Radadiya