Abhayam News
AbhayamNews

AMC એ શાળાઓને લઈ લીધો મહત્વનો નિર્ણય..

બીયુ પરમિશન અને ફાયર એનઓસી ન હોય તેવી સ્કૂલોને મહાનગરપાલિકાએ સીલ કરી છે. ત્યારે અમદાવાદ મ્યુનિર્સિપલ કોર્પોરેશન દ્વારા શાળાઓને લઈને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે

અમદાવાદ મહાનગરપાલિકા સીલ કરવામાં આવેલી શાળાઓને મહત્વનો નિર્ણય કર્યો છે અમદાવાદ વડોદરા, રાજકોટ, સુરત, જામનગરમાં બીયુ પરમિશન અને ફાયર એનઓસી ન હોય તેવી સ્કૂલોને મહાનગરપાલિકાએ સીલ કરી છે. ત્યારે અમદાવાદ મ્યુનિર્સિપલ કોર્પોરેશન દ્વારા શાળાઓને લઈને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે..

બીયુ પરમિશન,ફાયર NOC ન હોય તેવી શાળાઓ સીલ

વિદ્યાર્થીઓના પરિણામો તૈયાર માટે AMCએ કર્યો નિર્ણય


હવે શાળાઓ દિવસમાં 4 થી 5 કલાક માટે ખોલી શકાશે

અમદાવાદ મ્યુનિર્સિપલ કોર્પોરેશને એક દિવસમાં ચારથી પાંચ કલાક માટે બીયુ પરમિશન વગરની અને ફાયર એનઓસી ન હોય તેવી શાળાઓને ખુલ્લી રાખવાનો નિર્ણય કર્યો છે વિદ્યાર્થીઓના પરિણામ બનાવવા માટે શાળાઓને 4 થી 5 કલાક ખોલી શકાશે તેવી મંજૂરી આપી છે AMC એ વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેતા વાલીઓમાં પણ ખુશી જોવા મળી રહી છે જોકે શાળાઓ ખોલવા માટે શાળા સંચાલકોએ AMCના અધિકારીઓને જાણ કરવાની રહેશે.

અમદાવાદ મ્યુનિર્સિપલ કોર્પોરેશન દ્વારા શહેરની 30 થી વધારે શાળાઓને સીલ કરવામાં આવી હતી…પરતું હવે અમદાવાદ મ્યુનિર્સિપલ કોર્પોરેશને હવે સીલ કરવામાં આવેલી શાળાઓને એક દિવસમાં ચાર થી પાંચ કલાક માટે ખોલી શકાશે તેવો નિર્મય કર્યો છે. શહેરની બીયુ પરમિશન અને ફાયર એનઓસી ન હોય તેવી શાળાઓને મહાનગરપાલિકાએ સીલ કરી હતી. જેને લઈ અખિલ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળે મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને રજૂઆત કરી છે કે, ધો.10-12માં આપેલા માસ પ્રમોશનને કારણે વિદ્યાર્થીઓના રેકર્ડ શાળામાં હોવાથી પરિણામો તૈયાર કરવા સીલ ખોલવા જરૂરી છે.

મહત્વનું છે કે બીયુ પરમિશન અને ફાયર એનઓસી ન હોય તેવી બિલ્ડિંગોને કોર્પોરેશન દ્વારા સીલ કરવામાં આવે છે. સીલ કરાયેલી બિલ્ડિંગોમાં ઘણી સ્કૂલોનો પણ સમાવેશ થાય છે. જેથી સંચાલકોએ સ્કૂલોને સીલ ન મારવા અને હાલમાં જે સ્કૂલોને સીલ માર્યા છે તે ખોલવા અરજી કરી હતી મંડળે સરકારને જણાવ્યું હતું કે, મહાનગરોમાં આવેલી ઘણી સ્કૂલો બી.યુ પરમિશનનો કાયદો આવ્યો તે પહેલાની હોવાથી તેમની પાસે મંજૂરી નથી. સમગ્ર બાબતને ધ્યાનમાં લઈને અમદાવાદ મ્યુનિર્સિપલ કોર્પોરેશને વિદ્યાર્થીઓના હિતમાં મહત્વનો નિર્ણય કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…


Related posts

અદાણીના શેરમાં રોકાણકારોની ખરીદી માટે પડાપડી

Vivek Radadiya

જુઓ ફટાફટ :-અમદાવાદની ઝૂંપડપટ્ટીમાં લાગી ભીષણ આગ..

Abhayam

જાણો વર્લ્ડકપમાં કઈ રીતે બની રહ્યું છે સમીકરણ

Vivek Radadiya