Abhayam News
AbhayamGujarat

ગૌણ સેવા પસંદગી મંડળની તમામ પરીક્ષાઓ બનશે પેપરલેસ 

All Secondary Services Selection Board examinations will become paperless

ગૌણ સેવા પસંદગી મંડળની તમામ પરીક્ષાઓ બનશે પેપરલેસ  ગૌણ સેવા પસંદગી મંડળનો પરીક્ષાને લઇ મોટો નિર્ણય કરાયો છે. જે મુજબ હવે ગૌણ સેવા પસંદગી મંડળની તમામ પરીક્ષાઓ પેપરલેસ બનશે. આ તરફ હવે ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલનું પણ નિવેદન સામે આવ્યું છે. હસમુખ પટેલે કહ્યું કે, આગામી ફોરેસ્ટ વિભાગની બીટ ગાર્ડની પરીક્ષા પણ કમ્પ્યુટર આધારિત જ લેવાશે. આ સાથે તેમણે કહ્યું કે, વિષયના જ્ઞાન આધારિત પરીક્ષા લેવા મંડળ દ્વારા નિર્ણય કરાયો છે. 

All Secondary Services Selection Board examinations will become paperless

GSSSB એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પેપરલીક જેવી ઘટનાઓને રોકવા એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં ગૌણ સેવા પસંદગી મંડળ હવે પછીની તમામ પરીક્ષાઓ પેપરલેસ બનશે. જેને લઈ ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલે કહ્યું કે, મંડળે કમ્પ્યુટર આધારિત પરીક્ષાની વ્યવસ્થા લાગુ કરવાનો નિર્ણય જાર્યો છે. આ સાથે તેમણે કહ્યું કે, પરીક્ષા ખર્ચ વધશે પણ સમયનો બચાવ થશે. કોમ્પ્યુટર પરીક્ષા માટે સંસ્થા નક્કી કરવામાં આવી છે. આ નિર્ણયથી પરીક્ષામાં થતી ગેરરીતિ નિયંત્રિત કરી શકાશે અને પરીક્ષાનું પરિણામ ઝડપથી જાહેર કરી શકાશે. 

ગૌણ સેવા પસંદગી મંડળની તમામ પરીક્ષાઓ બનશે પેપરલેસ 

All Secondary Services Selection Board examinations will become paperless

પરીક્ષા પદ્ધતિમાં મોટો ફેરફાર 
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષા પદ્ધતિમાં મોટો ફેરફાર કર્યો છે. વિગતો મુજબ હવે પરીક્ષા પદ્ધતિને પેપરલેસ કરાઇ છે. જેથી હવે ઉમેદવારોની સંખ્યાના આધારે એક દિવસથી વધુ પરીક્ષા લેવાશે. પ્રાથમિક વિગતો મુજબ એક દિવસ દરમિયાન 3 પેપર કઢાશે. ઉમેદવારોએ કોમ્પ્યુટર પર જ પરીક્ષા આપવાની રહેશે.  
 
રાજ્યમાં અગાઉ પેપરલીકની ઘટનાઓ બની ચૂકી છે. જોકે હવે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષા પધ્ધતિમાં જ મોટો ફેરફાર કરી દીધો છે. વિગતો મુજબ ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા પદ્ધતિ પેપરલેસ કરાઇ છે. એટલે કે હવે ઉમેદવારો એ કોમ્પ્યુટર પર જ પરીક્ષા આપવાની રહેશે. એક સાથે 15 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવશે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા TCS કંપનીને પરીક્ષા માટેની જવાબદારી સોંપાશે. 

All Secondary Services Selection Board examinations will become paperless

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષા પધ્ધતિમાં મોટો ફેરફાર કરતાં હવે પરીક્ષા પધ્ધતિ પેપરલેસ કરાઇ છે. આગામી દિવસોએ યોજાનાર બીટ ગાર્ડની પરીક્ષા પણ ઓનલાઈન પદ્ધતિથી લેવાશે. વિગતો મુજબ પરીક્ષા અંદાજીત એક સપ્તાહથી વધુ સમય ચાલશે. જેમાં 4.5 લાખ ઉમેદવારો પરીક્ષા આપશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

શરુ થશે ગિરનારની લીલી પરિક્રમા

Vivek Radadiya

મોરારીબાપુએ તારાપુર નજીકના અકસ્માતમાં મૃત્યુ પામેલા મૃતકોના પરિવારને આટલા રૂપિયાની કરી સહાય…

Abhayam

વિપક્ષ વિના ચાલશે સંસદ?

Vivek Radadiya