Abhayam News
AbhayamAhmedabadGujarat

એરપોર્ટ પર ટર્મીનલ-2નો ડિપાર્ચર ઈમિગ્રેશન વિસ્તાર લંબાવાયો

અમદાવાદ ખાતેના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટના મુસાફરોની સુવિધાઓમાં સતત પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. ત્યારે બુધવારે એરપોર્ટ પર મુસાફરો માટે ઈન્ટરનેશનલ ટર્મિનલ T-2 ખાતે ડિપાર્ચર ઈમિગ્રેશનમાં વિસ્તારનો વધારો કરાયો છે. જે વધારો કરાયેલા વધારાના વિસ્તારને ખુલ્લો મુકવામાં આવ્યો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે નવા અને વિશાળ ઈમિગ્રેશન વિસ્તારને ખુલ્લો મુકવામાં આવતા મુસાફરોને પ્રસ્થાન સમયે વધુ સારી સગવડ મળી રહેશે. આ સુવિધાથી પીક-અવર્સ દરમિયાન આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને વધુ કાર્યક્ષમ પ્રસ્થાનનો અનુભવ થશે

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટના મુસાફરોની સુવિધાઓમાં વધારો થયો છે.મુસાફરોને સતત પ્રવધાન્ય આપવામાં આવી રહ્યું છે.મુસાફરો માટે એરપોર્ટ પર ઈન્ટરનેશનલ ટર્મિનલ T-2 ખાતે ડિપાર્ચર ઈમિગ્રેશનમાં વિસ્તારનો વધારો કરવામાં આવ્યો છે. જે વધારો કરાયેલા વધારાના વિસ્તારને ખુલ્લો મુકવામાં આવ્યો છે.

એવું માનવામાં આવી રહ્યું છે કે નવા અને વિશાળ ઈમિગ્રેશન વિસ્તારને ખુલ્લો મુકવામાં આવતા મુસાફરોને પ્રસ્થાન સમયે વધુ સારી સગવડ મળી રહેશે. આ સુવિધાથી પીક-અવર્સ દરમિયાન આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને વધુ કાર્યક્ષમ પ્રસ્થાનનો અનુભવ થશે.

અમદાવાદના આંતરરાષ્ટ્રીય ટર્મિનલ પર 17 જેટલી એરલાઇન્સ દ્વારા અમદાવાદને વિશ્વના 14થી વધુ સ્થળો સાથે જોડે છે. જ્યાં દૈનિક સરેરાશ 2500 મુસાફરને પ્રસ્થાન સેવા પૂરી પડાય છે. એરપોર્ટ પર અદ્યતન વિસ્તરણ પ્રોજેક્ટ એ સતત એલિવેટેડ પેસેન્જર અનુભવ પ્રદાન કરવાની SVPI એરપોર્ટનો એક ભાગ છે. SVPI એરપોર્ટનો ઉદ્દેશ્ય પ્રક્રિયાઓ સુવ્યવસ્થિત અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ઑપ્ટિમાઇઝ કરીને પ્રવાસીઓને સીમલેસ પ્રવાસનો અનુભવ પ્રદાન કરવાનો છે

એરપોર્ટ દ્વારા ઇમિગ્રેશન પ્રક્રિયા ઝડપી બનાવવા તેમજ વેઈટીંગ સમય ઘટાડવા માટે ટર્મિનલ 2 પરના નવા પ્રસ્થાન ઇમિગ્રેશન વિસ્તારને તે જ બાબત ધ્યાને રાખીને અત્યાધુનિક સુવિધાઓ અને તકનીકોથી સુસજ્જ બનાવાયો છે. જેનાથી મુસાફરોને સીધો લાભ થશે અને મુસાફરોની સેવાની ગુણવત્તામાં સુધારો પણ થશે.

ઉલ્લેખનીય છે કે એરપોર્ટ પર તાજેતરમાં ઇન્ટરનેશનલ-ટુ-ઇન્ટરનેશનલ (I-to-I) ટ્રાન્સફર પેસેન્જર્સની બેઠક વ્યવસ્થાની ક્ષમતામાં વધારા કરાયો છે. સાથે પેસેન્જર કેન્દ્રિત ઇન્ટરનેશનલ ટર્મિનલ પર નવા આગમન હોલનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર અનેક આકર્ષણ, સાંસ્કૃતિક ઝંખીઓ અને વિવિધ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સંયોજિત કરીને એરપોર્ટ વિશ્વ કક્ષાનું ટ્રાવેલ હબ બનાવા ઘણું અગ્રેસર છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

U,A અને U/A સર્ટિફિકેટ એટલે શું ?

Vivek Radadiya

જુઓ ફટાફટ :-અમદાવાદની ઝૂંપડપટ્ટીમાં લાગી ભીષણ આગ..

Abhayam

ગિલ આઉટ થતાં જ નિરાશ થઈ સારા તેંડુલકર

Vivek Radadiya