Abhayam News
AbhayamNews

SBIના ગ્રાહકો માટે મોટા સમાચાર, ફટાફટ કરી લો આ કામ નહીતર…

જો તમે SBIના ગ્રાહક છો તો તમારા માટે આ મહત્વના સમાચાર છે. તમારા બેન્કના કોઇ પણ કામ ન અટકે તેના માટે આ કામ ઝડપથી કરી લેજો

30 જૂન સુધી તમારે પાનકાર્ડને આધાર સાથે લિંક કરાવી લેવું પડશે નહીતર તમારા ખાતામાં રહેલા પૈસા પણ તમે નહી ઉપાડી શકો. 30 જૂન બાદ તમે પાનકાર્ડને આધાર સાથે લિંક કરાવો છો તો 1000 રૂપિયાનો દંડ ભરવો પડશે. 

ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે પેન કાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 30 જૂન 2021 નક્કી કરી છે. જો તમે 30 જૂન સુધી આવું નહી કરો તો તમારુ પાનકાર્ડ નિષ્ક્રિય થઇ જશે અને બાદમાં તમે જ્યારે રિએક્ટિવેટ કરાવવા જશો તો 1000 રૂપિયા દંડ આપવો પડશે.

30 જૂન પહેલા કરી લો આ કામ
બેન્કે ટ્વિટ કરીને ગ્રાહકોને કર્યા એલર્ટ
બેન્કના કામ થતા અટકી જશે

બેન્કે આ વાત પર ટ્વિટ કર્યુ છે અને કહ્યું છે કે અમે પોતાના ગ્રાહકોને સલાહ આપીએ છીએ કે, કોઇ પણ અસુવિધાથી બચવા માટે પાનકાર્ડને આધારથી લિંક કરાવી દો અને બેન્ક સેવાનો આનંદ લેતા રહો. 

સૌથી પહેલા ઇન્કમ ટેક્સની ઓફિશીયલ સાઇટ પર જાઓ અને લિંક આધાર પર ક્લિક કરો
બાદમાં ક્લિક હિયર પર ક્લિક કરો અને નીચે આપેલા બોક્સમાં પૅન, આધાર નંબર અને આપેલ કેપ્ચા ટાઇપ કરો
દરેક બોક્સને ભર્યા બાદ લિંક આધાર પર ક્લિક કરો
આ પ્રોસેસમાં નામ કે નંબરમાં કોઇ પણ પ્રકારની ભૂલ ન કરશો.
આ સિવાય પૅન સેન્ટર જઇને પણ આધાર સાથે લિંક કરાવી શકાય છે. જેના માટે 25 રૂપિયાથી લઇને 110 રૂપિયા સુધી પૈસા લાગી શકે

પૅન કાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવું જરૂરી છે જો તમે લિંક નહી કરાવો તો તમારા પૅન કાર્ડને ઇનવેલિડ કરી દેવામાં આવશે. જો આવું થશે તો તમારા ઘણા બધા કામ અટકી જવાની સંભાવનાઓ વધી જશે. તમારી પાસે પૅન કાર્ડ હોવા છતાં તમે કોઇ જ કામ નહી કરી શકો. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

સુરત શિક્ષણ સમિતિનું 370 કરોડનું બજેટ 

Vivek Radadiya

ગુજરાતમાં 700 વર્ષ જૂના આ મંદિરમાં મીઠું ધરાવવાની છે માન્યતા

Vivek Radadiya

માઈક્રોસોફ્ટ વિન્ડોઝ 11માં લાઈવ થયું એનર્જી સેવર મોડ

Vivek Radadiya