Abhayam News
AbhayamNews

ગુજરાતમાં IAS બાદ IPSની બદલીનો તખ્તો તૈયાર, જૂલાઈમાં મોટા નિર્ણય લેવાઈ શકે છે …

રાજ્યમાં થોડા સમય પહેલા જ એક ઝાટકે 77 IAS અધિકારીઓની બદલી અને બઢતી કરવામાં આવી છે ત્યારે રાજ્યમાં ફરી બદલીના ભણકારા સંભળાય રહ્યા છે..

રાજ્યમાં થોડા સમય પહેલા જ એક ઝાટકે 77 IAS અધિકારીઓની બદલી અને બઢતી કરવામાં આવી છે ત્યારે રાજ્યમાં ફરી બદલીના ભણકારા સંભળાય રહ્યા છે..

રાજ્યમાં મોટા પાયે IPSની બદલીના ભણકારા..


ગૃહવિભાગે IPSની બદલીનું લિસ્ટ કર્યુ તૈયાર…


45 થી વધુ IPSની બદલી 6થી વધુને મળી શકે બઢતી…

રાજ્યમાં કોરોના મહામારીનું સંક્રમણ ઓછું થતા ગુજરાતમાં એક ઝાટકે 77 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી હતી જ્યારે કટેલાક અધિકારીઓને પ્રમોશન પણ આપવામાં આવ્યું હતું મહત્વનું છે કે એક સપ્તાહ પહેલા બદલી કરવામાં આવનાર અધિકારીઓ સાથે આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠળ મળનાર છે. કલેક્ટર અને ડીડીઓની બદલી બાદ આજે પ્રથમ બેઠક મળનાર છે…

જાણકાર સુત્રો અનુસાર રાજ્યમાં મોટા IPSની બદલી કરવામાં આવી શકે તેવી સંભાવના જોવા મળી રહી છે જાણકારોના મતે ગૃહ વિભાગે IPSની બદલીનું લિસ્ટ તૈયાર કરી દીધું છે આ બદલીનું લીસ્ટ જૂલાઈમાં જાહેર કરવામાં આવે તેવું મનાઈ રહ્યું છે. જેમાં 45 થી વધુ IPSની બદલી તેમજ 6થી વધુ IPSને બઢતી આપી શકાય એવું મનાઈ રહ્યું છે. સાથે જ અલગ અલગ રેન્જના IGની પણ બદલી થઈ શકે છે.

દેશના ગૃહ પ્રધાન અમિત શાહની ગુજરાત મુલાકાત બાદ તંત્રએ કામગીરી શરૂ કરી દીધી છે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વધુ ગામો સમરસ થાય તે માટે ખાસ પ્રકારનો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે જેને લઈને આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મહત્વની બેઠક મળનાર છે કલેક્ટર અને ડીડીઓની બદલી બાદ આજે પ્રથમ બેઠક યોજાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

આ મોંઘા અત્તરની દુનિયા દીવાની! એક વખત છાંટશો તો ત્રણ દિવસ સુધી ખુશ્બૂ નહીં જાય

Vivek Radadiya

સરહદના અદ્ભુત નજારા હંમેશા રહેશે યાદ

Vivek Radadiya

જલવાયુ પરિવર્તન: સરકાર દ્વારા સંસદમાં શું માહિતી આપવામાં આવી ?

Vivek Radadiya