લિસ્ટિંગ પર ધમાકો બોલાવી દેશે આ IPO, 80ની પાર પહોંચ્યો GMP; કમાણી કરવી હોય તો લગાવો રૂપિયા
કંપનીના શેર ગ્રે માર્કેટમાં 85 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યા છે. જો કંપનીના શેર 346 રૂપિયાના અપર પ્રાઈસ બેન્ડ પર એલોટ થાય તો, બ્લૂ જેટ હેલ્થકેરના ipo શેર 431 રૂપિયાના ભાવે લિસ્ટ થઈ શકે છે.
એક અન્ય આઈપીઓ દાવ લગાવવા માટે ઓપન થઈ ગયો છે. આ બ્લૂ જેટ હેલ્થકેપનો આઈપીઓ છે. કંપનીનો આઈપીઓ આજથી એટલે કે 25 ઓક્ટોબરથી સબ્સક્રિપ્શન માટે ખુલ્યો છે, જે 27 ઓક્ટોબર સુધી ઓપન રહેશે. બ્લૂ જેટ હેલ્થકેરના IPOનો પ્રાઈસ બેન્ડ 329-346 રૂપિયા છે. કંપનીના આઈપીઓને ગ્રે માર્કેટમાં પોઝિટિવ રિસ્પોન્સ મળી રહ્યો છે. ગ્રે માર્કેટમાં કંપનીના શેર 25 ટકાના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યા છે.બ્લૂ જેટ હેલ્થકેરના IPO
લિસ્ટિંગ પર કેટલો નફો કરાવશે?- ફાર્માસ્યુટિકલ્સ કંપની બ્લૂ જેટ હેલ્થકેરના આઈપીઓનો પ્રાઈસ બેન્ડ 329-346 રૂપિયા છે. કંપનીના શેર ગ્રે માર્કેટમાં 85 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યા છે. જો કંપનીના શેર 346 રૂપિયાના અપર પ્રાઈસ બેન્ડ પર એલોટ થાય તો, બ્લૂ જેટ હેલ્થકેરના શેર 431 રૂપિયાના ભાવે લિસ્ટ થઈ શકે છે. એટલે કે, કંપનીના આઈપીઓમાં રૂપિયા લગાવનારા રોકાણકારોને લિસ્ટિંગના દિવસે લગભગ 25 ટકાનો ફાયદો થઈ શકે છે. કંપનીના શેર બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટ થશે.