મિત્રો, આપણા દેશમાં સરકારી કામોમાં ખુબ જ ભ્રષ્ટાચાર થાય છે તે આપણે બધા જ લોકો જાણીયે છીયે પરંતુ કાયદાકીય માહિતી ન હોવાના કારણે આપણે ભ્રષ્ટાચાર સામે લડી શકતા નથી. ગામડાઓમાં પંચાયતોમા અને નગરપાલિકાઓ તેમજ અન્ય સરકારી ખાતાઓ ખુલ્લેઆમ ભ્રષ્ટાચારના કેન્દ્ર બની ગયા છે. પ્રજાના પૈસાનુ પાણી થઈ રહ્યુ છે અને પ્રજા હાથ ઉપર હાથ રાખીને બેઠી છે. જો તમે જાગૃત નાગરિક તરીકે તમારા વિસ્તારમા લડવા માંગતા હોય તો આ રહી માહિતી.
આર.ટી.આઈ શુ છે?
ભારતમાં વડાપ્રધાન મનમોહનસિંઘના કાર્યકાળમા વર્ષ – ૨૦૦૫માં સૌપ્રથમ આ કાયદો બનાવવામા આવ્યો હતો. કાયદાનુ નામ “માહિતિ અધિકાર અધિનિયમ – ૨૦૦૫” રાખવામા આવેલ છે. કાયદાને ટુંકમા આર.ટી.આઈ એક્ટ કહેવામા આવે છે. આ કાયદાની જોગવાઈ મુજબ ભારતનો કોઈપણ વ્યક્તિ ભારત દેશમા કોઈપણ કચેરીમાં આરટીઆઈ કરીને સરકાર પાસે માહિતી માંગી શકે છે.
આર.ટી.આઈ અંગે સામાન્ય જાણકારી.
- ભારત દેશના કોઈપણ જ્ઞાતિ, લિંગ, ઉંમર, આવક, કે કેટેગરીના ભેદભાવ વગર જ દરેક નાગરિક આરટીઆઈ કરી શકે છે.
- આર.ટી.આઈ કરવા માટેની ફિ ગુજરાત રાજ્ય સરકારની ૨૦ રૂપિયા છે, જ્યારે કેન્દ્ર સરકારની ફિ ૧૦ રૂપિયા છે.
- આર.ટી.આઈ કરવાનો કોઈ નિયત કરેલો નમુનો કે કોઈ ફોર્મ આવતુ નથી. કોઈપણ કોરા કે આંકેલા કાગળ ઉપર આર.ટી.આઈ કરી શકાય છે.
- આર.ટી.આઈ કોમ્પ્યુટરમા ટાઈપ કરેલી કે હાથે લખેલી હોય કે બીજા પાસે લખાવેલી હોય તો પણ સરકાર માન્ય છે.
- આર.ટી.આઈ કરીને ભારત દેશની કોઈપણ સરકારી કચેરી પાસે કે ગુજરાત રાજ્યની કોઈપણ કચેરી પાસે માહિતી માંગી શકાય છે.
- ગુજરાતમા ઓનલાઈન આર.ટી.આઈ કરી શકાતી નથી.
- કોઈપણ પ્રકારની માહિતી માંગવા માટે અરજદારે કારણ આપવાની કે ખુલાસો આપવાની કોઈ જરૂર નથી. માહિતીનો શુ ઉપયોગ કરવાનો છે તેની જાણ કરવાની પણ જરૂર નથી.
- આર.ટી.આઈ કરીને તમે કોઈપણ સરકારી કચેરીના ઓફિશિયલ રેકોર્ડનુ રૂબરૂ નિરિક્ષણ પણ કરી શકો છો.
- આર.ટી.આઈ કરીને તમે ગ્રામ પંચાયત, તાલુકા-જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, વિજળી વિભાગ, બેંક, રેલ્વે, પોલિસ, મામલતદાર જેવા અનેક સરકારી વિભાગમાંથી માહિતી માંગી શકો છો.
- આરટીઆઈ કરીને અરજદાર દ્વારા સરકારી રેકર્ડ, દસ્તાવેજ, મેમો, ઈ-મેઇલ, અભિપ્રાય, સલાહ, પ્રેસરીલીઝ, પરિપત્રો, હુકમો, લોગબુક, કરાર, અહેવાલ, કાગળ, નમૂના, પ્રતિકૃતિઓ, ઇલેક્ટ્રોનિક સ્વરૂપે સંગ્રહાયેલી ડેટા મટીરીયલ અને કોઇપણ પ્રાઈવેટ બોડી અંગેની જાહેર સત્તામંડળની પહોંચમાં આવતી માહિતી માંગી શકાય છે.
માહિતી મેળવવા અરજી કેવી રીતે લખશો ?
- આર.ટી.આઈ કરવા માટે એક કાગળ ઉપર તમારૂ નામ, સરનામુ, મોબાઈલ નંબર, તારીખ, અને તમારે કઈ સરકારી કચેરી પાસેથી શુ – શુ માહિતી જોઈયે છે તે તમામ વિગત લખવાની રહેશે.
- આર.ટી.આઈ અરજી કરવા માટે ૨૦ રૂપિયા સરકારી ફિ છે તે ભરવા માટે રોકડા અથવા પોસ્ટલ ઓર્ડર અથવા ૨૦ રૂપિયાની કોર્ટ ટિકિટ લગાડી શકાય છે.
- અરજી કોરા કાગળમાં આપી શકાય છે, છાપેલા ફોર્મમાં કે ટાઈપ કરીને કે નમુનમાં આપવી જરૂરી નથી.
- ટિકિટમા ૧ વાળી, ૨ વાળી, ૫ વાળી કે ૧૦ વાળી કોઈપણ ટિકિટ લગાડી ને સરવાળો ૨૦ થવો જરૂરી છે.
- આર.ટી.આઈ અરજી લખી લીધા પછી તેના ઉપર ટિકિટ લગાડીને એની એક ક્ષેરોક્સ કરાવવી જરૂરી છે. અરજી આપવા માટે સરકારી કચેરી ઉપર રૂબરૂમા જઈને આપી શકાય છે. કચેરીમા ઓરિજનલ ત્યા આપીને ક્ષેરોક્સ ઉપર કચેરીના સહી સિક્કા કરાવી પાછી લઈ લેવાની.
- જો અરજી રૂબરૂમા લેવાની ના પાડે અથવા રૂબરૂ દેવા જવાનો સમય ન હોય તો અરજી કવરમા નાખી અને પોસ્ટ દ્વારા ફક્ત “રજીસ્ટર્ડ પોસ્ટ એક્નોલેજમેન્ટ” દ્વારા જે – તે કચેરીના સરનામે મોકલી આપવાની.
- અરજી કર્યા પછી અધિકારી દ્વારા વધુમા વધુ ૩૦ દિવસમા તમને જવાબ આપવો ફરજીયાત છે.
૩૦ દિવસ પછી શુ કરવુ?
આરટીઆઈ અરજી કર્યાન ૩૦ દિવસ પછી જો સરકારી કચેરીમાંથી માગ્યા મુજબની માહિતી મળી જાય તો કોઈ પ્રશ્ન નથી પરંતુ જો જવાબ ન મળે, અથવા અધુરો મળે, અથવા અસ્પષ્ટ મળે, અથવા ગોળ-ગોળ મળે, અથવા ખોટો મળે, અથવા બિલકુલ ન મળે તો અરજદાર પ્રથમ અપીલ અધિકારીને દિન – ૬૦માં અપીલ કરીને જાણ કરી શકે છે.
આ નીચે એક નમુનાની આરટીઆઈનો ફોટો છે. જેમા ગ્રામ પંચાયતના કામોનો અને ગ્રાંટનો હિસાબ કેવી રીતે માંગવો તેનો નમુનો આપવામા આપવામા આવેલ છે.
આવી રીતે આર.ટી.આઈ લખીને તલાટીને રૂબરૂમાં અથવા પોસ્ટથી મોકલવી આપવાની અને ૩૦ દિવસ સુધી રાહ જોવાની જરૂરી છે.
દોસ્તો જો તમે આર.ટી.આઈ શિખવા માંગતા હોય તો કોઈપણ પ્રકારનો શોર્ટકટ રસ્તો અપનાવવાના બદલે નિયમિત રીતે તમારી આસપાસની સરકારી કચેરીમાં નિયમિત રીતે અરજી કરતા રહો તો જલ્દીથી શિખવા મળશે. જેમ – જેમ આર.ટી.આઈ કરતા જશો તેમ – તેમ તમને પોતાને જ ઘણી નવી નવી જાણકારી મળતી રહેશે અને નવુ નવુ કામ કરવાની પ્રેરણા મળ્યા કરશે.
બીજી વાત કરે આર.ટી.આઈ કરવામાં કોઈનાથી ડરવાની કે શરમાવાની જરૂર નથી તેમજ પહેલીવાર અરજી કરીયે ત્યારે તમને અરજી કરતા અટકાવવા માટે બિનજરૂરી ડર બતાવવામાં આવે, અથવા ખોટી રીતે ધક્કા ખવરાવવામાં આવે, અથવા તમને માહિતી ન આપીને નિરાશ કરવામાં આવે વગેરે તમામ પ્રયત્નો કરશે પરંતુ જો નિયમિત રીતે આની પાછળ લાગી જશો તો પરિણામ ચોક્કસ આવશે.
અવનવી કાયદાકીય માહિતી મેળવવા માટે અમારૂ ફેસબુક પેજ “Abhayam News” લાઈક કરો, શેર કરો.
69 comments
Comments are closed.