Abhayam News
AbhayamNews

સુરતઃ ફૂટપાથ પર ઊંઘતા મજૂરો પર ડંપર ફરી વળતા 15નાં મોત, 2 લાખની સહાયની જાહેરાત

ટ્રેક્ટરને ટક્કર માર્યા બાદ ડમ્પરે કાબૂ ગુમાવ્યો હતો અને ફૂટપાથ પર નિંદર માણી રહેલા 20 શ્રમજીવીઓને કચડ્યા હતા, તમામ શ્રમજીવીઓ રાજસ્થાનના બાંસવાડાના વતની.

સુરત: ફૂટપાથ પર ઊંઘી રહેલા શ્રમજીવીઓ પર ડમ્પર ફરી વળતાં 12 લોકોના કમકમાટીભર્યા મોત થયા હતા. જ્યારે 8 લોકોને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી વધુ 3 લોકોના સારવાર દરમિયાન મોત થતાં કુલ મૃત્યુઆંક 15 પર પહોંચ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ ગતરાત્રે કીમ-માંડવી રોડ પર આવેલા પાલોદગામ પાસે ફૂટપાથ પર શ્રમજીવી પરિવારના સભ્યો સુઈ રહ્યા હતા. ત્યારે ટ્રેક્ટરને ટક્કર માર્યા બાદ ડમ્પરે કાબુ ગુમાવ્યો હતો અને ફૂટપાથ પર નિંદર માણી રહેલા મજૂરોને કચડ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા મૃતક પરિવારોને 2-2 લાખ રૂપિયા સહાયની જાહેરાત કરવામાં આવી છે.

મૃતકોના પરિવારને 2-2 લાખ રૂપિયા સહાયની જાહેરાત

સુરતમાં બનેલી ગોઝારી ઘટનાના પડઘા ગાંધીનગરમાં પડ્યા છે. આ બનાવ અંગે મુખ્યમંત્રી વિજય રુપાણીએ શોક વ્યક્ત કર્યો છે અને મૃતક પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. મૃતકોના પરિવારને રાજ્ય સરકાર દ્વારા 2-2 લાખ રુપિયાની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે.

બનાવની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા, અને એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી આવ્યો હતો. પોલીસ દ્વારા ડમ્પર ચાલક અને ક્લિનરની ધરપકડ કરવામાં આવી છે.

ટ્રેક્ટર-ડમ્પર વચ્ચે થયો હતો અકસ્માત

સ્થાનિક મીડિયા રિપોર્ટ સોમવારે મોડીરાત્રે કીમથી માંડવી તરફ જઈ રહેલા ડમ્પરના ચાલકે શેરડી ભરેલા ટ્રેક્ટરને ટક્કર મારી હતી. ટ્રેક્ટરને ટક્કર માર્યા બાદ ડમ્પર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેથી ડમ્પર ફૂટપાથ પર સુઈ રહેલા 20 શ્રમજવીઓ પર ફરી વળ્યું હતું. જેમાંથી 12 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતા. જ્યારે 8ને ગંભીર હાલતમાં સ્મીમેર હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં વધુ એકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

તમામ શ્રમજીવીઓ રાજસ્થાનના બાંસવાડાના રહેવાસી

ડમ્પર નીચે કચડાઈને મોતને ભેટેલા તમામ શ્રમજીવીઓ રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના હોવાનું સામે આવ્યું છે. મૂળ બાંસવાડાના કુશલગઢના વતની અને છૂટક મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા પાંચથી છ પરિવારો છેલ્લા પાંચ વર્ષથી પાલોદ પાસે રહે છે. નિંદર માણી રહેલા શ્રમિકો પર ડમ્પર ચઢી જતાં 20 જેટલા કચડાઈ ગયા હતા. ઘટનાસ્થળ પર એકસાથે 12 લોકોના મોત થતાં લોહીના ખાબોચીયા ભરાઈ ગયા હતા. પોલીસે લોહીલુહાણ મૃતદેહોને ટેમ્પોમાં ભરીને હોસ્પિટલ ખસેડ્યા હતા.

Related posts

જુઓ જલ્દી:-આજે AAPની મોટી જાહેરાત, આવતીકાલે ભાજપની મોટી બેઠક..

Abhayam

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ની ચુંટણી માં થયો હોબાળો…

Abhayam

તમે YouTube વીડિયો નહીં જોઈ શકો, પ્લેટફોર્મ કરી દેશે બ્લોક, જાણો શું છે કારણ

Vivek Radadiya

2 comments

Comments are closed.