Abhayam News
AbhayamNews

સુરત સિવિલે ખાતે કાર્ડધારકો દોડી ગયા : મા અમૃતમ કાર્ડ યોજના બંધ થવાની નથી : સરકારનો ખુલાસો

રાજયના લોકોને મફતમાં સારવાર પૂરી પાડતી સરકારની મા અમૃતમ કાર્ડ યોજના બંધ થઇ જવાનો આજે મેસેજ વાયરલ થયો છે . જેના પગલે સુરત સહિત રાજ્યના શહેરોમાં રહેતા મા કાર્ડ ધારકોમાં ગભરાટ ફેલાયો હતો . સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે કાર્ડધારકો વેરિફિકેશન કરાવવા માટે દોડી ગયા હતા . બીજી તરફ સરકારે જણાવ્યું હતુંકે , યોજના અંગે જે મેસેજ વાયરલ થયા છે તે ખોટા છે . મા અમૃતમ કાર્ડ યોજના બંધ થવાની જ નથી .

રાજયના આરોગ્ય કમિશ્નર જયપ્રકાશ શિવહરે એ જણાવ્યું છે કે રાજય સરકાર દ્વારા અમલી મા અમૃત્તમ કાર્ડની યોજના બંધ નહી થાય.સોશ્યલ મીડિયાના માધ્યમ દ્વારા ” મા અમૃતમ કાર્ડ બંધ થાય છે એવા મેસેજ વાયરલ થયા છે એ મેસેજ તદન સત્યથી વેગળા છે .

તેમણે ઉમેર્યું , ગરીબ અને મધ્યમ પરિવારનાનાગરિકોને ગંભીર બીમારી સામે આર્થિક રીતે મદદરૂપ થવા માટે શરૂ કરાયેલ રાજય સરકારની મહત્વાકાંક્ષી એવી મા અમૃતમકાર્ડ ” ની યોજનાનેરાજયવ્યાપી વ્યાપક જનપ્રતિસાદ સાંપડી રહ્યો છે ત્યારે યોજના બંધ કરવામાં આવનાર છે એવા ખોટા મેસેજ સોશ્યલ મીડિયાના માધ્યમથી વાયરલ થયા છે એ સમાચારો સત્યથી વેગળા છે એટલેનાગરિકોએ આ મેસેજ સંદર્ભે ગેરમાર્ગે ન દોરવાવવા રાજય સરકાર દ્વારા અનુરોધ કરાયો છે .

તેમણે ઉમેર્યું , મુખ્યમંત્રી અમૃતમ “ મા ” , “ મા વાત્સલ્ય ” યોજનાના સોફ્ટવેરના અપગ્રેડેશનની કામગીરી ચાલુ હો વાથી આ યોજનાના લાભાર્થીઓને આજ રોજ માટે નાની – મોટી મુશ્કેલી કે વિલંબ થઇ શકે છે પરંતુ તમામ હોસ્પિટલો ને કોઇ પણ દર્દીની સારવારમાં વિલંબ ન થાય તે માટે સૂચના આપી દેવાઈ છે . તેમજ મંજુરી મળવામાં કોઇ પણ મુશ્કેલી કે વિલ બના નિરાકરણ માટે ટીમ કાર્યરત છે જેથી આ અંગે નાગરિકોએ સહેજ પણ ચિતા કરવાની જરૂર નથી .

Related posts

માત્ર એક કલાકમાં ફક્ત 50 રૂપિયાના ખર્ચ સાથે ખેતી કરતો ખેડૂત ..

Abhayam

મોદી સરકારનું વધુ એક રાહત પેકેજ, કોરોના પ્રભાવિત સેક્ટર માટે આટલા લાખ કરોડની સહાય..

Abhayam

અમેરિકામાં હિંદુઓ માટે લેવાયો આ મોટો નિર્ણય

Vivek Radadiya