AAPના ધારાસભ્ય ચૈતર વસાવાએ વનકર્મીઓ પર ફાયરિંગ પણ કર્યું હતું નર્મદા : નર્મદા જિલ્લા પોલીસના અધિક્ષક પ્રશાંત સુબેએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે દેડિયાપાડા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા વિસ્તારમાં ગત 29 ઓક્ટોબર 2023ના રોજ વન વિભાગના વિસ્તારમાં ખેડૂતો દ્વારા દબાણની સાથે જંગની જમીનમાં ખેડાણ દૂર કરવામાં આવ્યું હતું.
નર્મદા : બે વનકર્મીઓને ધમકાવવાના મામલામાં આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાની પણ વિગતો સામે આવી રહી છે. આ ઘટનાને લઈ નર્મદા જિલ્લા પોલીસના અધિક્ષક પ્રશાંત સુબેએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે દેડિયાપાડા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા વિસ્તારમાં ગત 29 ઓક્ટોબર 2023ના રોજ વન વિભાગના વિસ્તારમાં ખેડૂતો દ્વારા દબાણની સાથે જંગની જમીનમાં ખેડાણ દૂર કરવામાં આવ્યું હતું .AAPના ધારાસભ્ય ચૈતર વસાવાએ વનકર્મીઓ પર ફાયરિંગ પણ કર્યું હતું
જંગલની જમીન પર ખેતીને ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ દ્વારા હટાવવામાં આવી હતી. આ બાબતે ખેડૂતોનું ઉપરાણું લઈને દેડિયાપાડા વિધાનસભાના ધારાસભ્ય ચૈતર વસાવાએ વન વિભાગના કર્મચારીઓને તેમના ઘરે બોલાવી ધમકાવ્યા હતા. 30 ઓક્ટોબરના સાંજે કર્મચારીઓ ધારાસભ્યના ઘરે પહોંચ્યા ત્યારે તેમની ચૈતર વસાવાની સાથે બોલાચાલી હતી. ધારાસભ્યએ તેમની સાથે મારપીટ કરીને ધમકાવ્યા હોવાના આક્ષેપ થયા છે. એ સાથે જ ખેડૂતોને પૈસા આપવા માટે જણાવ્યું અને જો પૈસા નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી aaપી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ પણ કરાયો છે. આ ઉપરાંત ચૈતર વસાવાએ હવામાં એક રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે