Abhayam News
AbhayamGujarat

સરકારની વિકાસલક્ષી બાબતોને લઈ મંત્રી હર્ષ સંઘવીનું નિવેદન

Minister Harsh Sanghvi's statement regarding the developmental matters of the government

સરકારની વિકાસલક્ષી બાબતોને લઈ મંત્રી હર્ષ સંઘવીનું નિવેદન Minister Harsh Sanghvi Statement: આજે ગુજરાતએ સમગ્ર વિશ્વમાં અલગ છાપ અને અલગ છબી ઉભી કરી છે. વિકાસ પર ગુજરાતની રફ્તાર દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે સરકારની વિકાસલક્ષી બાબતોને લઈ રાજ્ય સરકારના મંત્રી હર્ષ સંઘવી સાથે VTV ન્યૂઝએ ખાસ ચર્ચા કરી છે. રોકાણકારોને ગુજરાત કેમ આકર્ષે છે જે સવાલના જવાબમાં મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રોકાણકારોની ગુજરાત પહેલી પસંદ એટલે હોય છે કારણ કે, ગુજરાતીઓના લોહીમાં ઈમાનદારી,મહેનત અને સહયોગ હોય છે.

Minister Harsh Sanghvi's statement regarding the developmental matters of the government

‘કોંગ્રેસના રાજમાં રોડ ઉપર લૂંટ-ફાટ થતી હતી..’
મંત્રી હર્ષ સંઘવીને સવાલ કરવામાં આવ્યો હતો કે, વાયબ્રન્ટ સમિટથી સામાન્ય માણસના જીવનમાં શુ બદલાવ આવ્યો ?, જેના જવાબમાં કહ્યું કે, અહીં અમદાવાદથી વાપી સુધીના નેશનલ હોઈવે પર જશોને તો પહેલા કોંગ્રેસના રાજમાં રોડ ઉપર લૂંટ-ફાટ થતી હતી, જ્યારે હવે રોડની બંન્ને દિશામાં ઈન્ડ્રસ્ટ્રીઝ જ નજર પડશે, જ્યાં ગુજરાતીઓના સપનાઓ સાકાર થઈ રહ્યાં છે, તેવું કોઈ પણ હાઈવે લઈ લો તે ભલે રાજકોટ હોઈવે જોઈ લો જ્યાં પણ સાણંદ અને ત્યાર બાદ અનેક ઈન્ડ્રસ્ટ્રીઝ કોરિડોર આવશે.

સરકારની વિકાસલક્ષી બાબતોને લઈ મંત્રી હર્ષ સંઘવીનું નિવેદન

ફિલ્મફેર એવોર્ડ યજમાનને લઈ શું કહ્યું ?
ફિલ્મફેર એવોર્ડનો યજમાન આ વખતે ગુજરાત બન્યો છે, વખતો વખત એવું રહે તેના વિશે સરકાર શું વિચારી રહી છે ?, જેના જવાબમાં હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આપણે એવું નથી ઈચ્છતા કે, બીજા રાજ્યમાં ન યોજાય અને આપણા રાજ્યમાં યોજાય, પરંતુ આપણે એ દિશામાં ઈન્ફાસ્ટ્રકચર વધાર્યું તેમજ ઈકો સિસ્ટમ ડેવલેપ કરી છે, જેથી આ શક્ય બન્યું છે.
 
‘આ બિચોની તસવીર ચોક્કસથી હવે બદલાશે’
શિવરાજપુર બિચ જેવા સાત બ્રિજ ડેવલપ કરવા માટે સરકાર શું કરી રહી છે ?, આ સવાલના જવાબમાં મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, શિવરાજપુર બિચ તો વર્ષોથી હતો પરંતુ તેને ડેવલોપ કરવાનો વિચાર ભૂતકાળની સરકાર નો હતો આવ્યો, પરંતુ હાલમાં આપણે આ બિચને બ્લુ ફેલેગ બિચ તરીકે ટેગ લેવા પ્રયત્ન કર્યા, હવે તેની વ્યવસ્થા બદલાઈ રહી છે, આ બિચોની તસવીર ચોક્કસથી હવે બદલાશે.

‘રાજકીય વિચાર વિના આ ડ્રગ્સ પકડીએ છીએ અને પકડીશું’
ડ્રગ્સને રોકવા માટે શું પ્રયત્ન કરવા પડશે ?, હર્ષ સંઘવીએ કહ્યું કે, ગુજરાત પોલીસ અને ગુજરાતના લોકો સાથે જોડાઈને આ સામે લડાઈ રહ્યાં છે, ડ્રગ્સએ વેસ્ટેજ કટ્રીનો ફેશન બની રહ્યો છે, વધુમાં કહ્યું કે, અમે કોઈ પણ રાજકીય વિચાર વિના આ ડ્રગ્સ પકડીએ છીએ અને આવનાર દિવસોમાં પણ પકડીશું તેમજ આરોપીઓનેે પકડીને એક એકને જેલના હવાલે બંધ કરીશું

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

સરકારે કરી જાહેરાત:-31 માર્ચ પહેલા જ પુરા કરી લો આ કામ નહીંતર લાગશે આટલો દંડ..

Abhayam

દેશમાં લોકડાઉન થશે કે નહી જુઓ ફટાફટ-કોરોનાની બગડતી સ્થિતિ વચ્ચે અમિત શાહે લોકડાઉનને લઇ કરી દીધો મોટો ઇશારો…

Abhayam

ખેડૂતો માટે મોદી સરકારની મોટી રાહત, સબસિડીમાં થયો આટલા રુપિયાનો વધારો..

Abhayam