Abhayam News
AbhayamGujarat

લોકસભા ચૂંટણીને લઈ તમામ પક્ષો દ્વારા બેઠકોનો દોર શરૂ

A series of meetings started by all parties regarding the Lok Sabha elections

 લોકસભા ચૂંટણીને લઈ તમામ પક્ષો દ્વારા બેઠકોનો દોર શરૂ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનાં નેતાઓએ લોકસભા ચૂંટણીને લઈ સીટોની વહેંચણી પર ચર્ચા કરવા માટે નવી દિલ્હી ખાતે બેઠક બોલાવી હતી. આ દરમ્યાન બંને પાર્ટીઓ એકજુટ થઈ ભારતીય જનતા પાર્ટીને પરાજય આપશે. મીટીંગ બાદ સીટની વહેંચણીને લઈ વધુ માહિતી આપી ન હતી. પરંતું હાલ તેમણે એટલું કહ્યું હતું કે બંને પક્ષો એક સાથે મળીને ચૂંટણી લડશે. હાલ આમ આદમી પાર્ટી દિલ્હી તેમજ પંજાબમાં સત્તા પર છે. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં સ્થાન મેળવ્યું હતું. ત્યારે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં કોંગ્રેસ પાસે સીટોની આશા રાખી છે. 

A series of meetings started by all parties regarding the Lok Sabha elections

AAP દ્વારા લોકસભાનાં ઉમેદવારનું પ્રથમ નામ જાહેર
મળતી માહિતી મુજબ ઈન્ડિયા ગઠબંધનમાં રહેલ બંને પાર્ટીઓએ તેમની વચ્ચે થયેલ સમજૂતી કરાર પર અંતિમ નિર્ણય કર્યો છે.  જેમાં આમ આદમી પાર્ટી દ્વારા કોંગ્રેસ પાસે ગુજરાતમાં 1 લોકસભા સીટની માંગણી કરવામાં આવી છે. ત્યારે તાજેતરમાં જ બે દિવસીય ગુજરાત પ્રવાસે આવેલ કેજરીવાલ તેમજ પંજાબનાં સીએમ ભગવંત માને ભરૂચનાં નેત્રંગ ખાતે સભા યોજી હતી.

લોકસભા ચૂંટણીને લઈ તમામ પક્ષો દ્વારા બેઠકોનો દોર શરૂ

તાજેતરમાં જ આમ આદમી પાર્ટીનાં પ્રમુખ કેજરીવાલ બે દિવસીય ગુજરાત મુલાકાતે હતા. તે દરમ્યાન તેઓએ ભરૂચના નેત્રંગ ખાતે વિશાળ જનસભાને સંબોધી હતી. જાહેર સભામાં કેજરીવાલે ભરૂચ સીટ પરથી લોકસભાનાં આમ આદમી પાર્ટીનાં ઉમેદવાર તરીકે ચૈતર વસાવાનું નામ જાહેર કરતા રાજકીય માહોલમાં ગરમાવો આવી જવા પામ્યો હતો. 

નેતાઓએ આદિવાસીઓને રીઝવવા માટે એડીચોટીનું જોર લગાડ્યું હતું
ગુજરાતમાં લોકસભાની 26 માંથી 26 સીટો ભાજપ પાસે છે. ત્યારે આ આંકડો જાળવી રાખવા માટે ભાજપ દ્વારા કાર્યકર્તાઓને કામે લગાડી દીધા છે. ભરૂચ લોકસભા સીટની વાત કરીએ સમગ્ર વિસ્તાર આદિવાસી મતદારો છે.  આદિવાસી મતદારોને રીઝવવા માટે તમામ રાજકીય પક્ષો દ્વારા ગત લોકસભા ચૂંટણીમાં એડી ચોટીનું જોર લગાડી દીધું હતું. ભરૂચ લોકસભા મત વિસ્તારમાં આવતી સાત વિધાનસભા સીટોમાંથી છ વિધાનસભા સીટ પર  કરજણ, જંબુસર, વગરા, ઝઘડીયા, ભરૂચ, અંકલેશ્વર સીટ પર ભાજપનો કબ્જો છે.

જ્યારે નર્મદા સીટ પર આમ આદમી પાર્ટી દ્વારા કબ્જો જમાવ્યો છે. ત્યારે વર્ષ 2019 માં ભરૂચ સીટ પરથી ભાજપ દ્વારા મનસુખ વસાવાને ટીકીટ આપવામાં આવી હતી.  જેમાં મનસુખ વસાવાને 6,37,795 વોટ મળ્યા હતા. જ્યારે કોંગ્રે દ્વારા શેરખાન અબ્દુલસાકુર પઠાણને ટીકીટ આપતા તેઓને 3,03,581 મત મળવા પામ્યા હતો. જ્યારે ભારતીય ટ્રાયબલ પાર્ટીનાં છોટું વસાવાને 1,44,083 વોટ મળ્યા હતા. જ્યારે નોટામાં 6321 વોટ પડ્યા હતા. ત્યારે મનસુખ વસાવાને વધુ મત મળતા તેઓને વિજેતા જાહેર કરાયા હતા. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

કેન્દ્ર સરકારે બનાવી રેલ્વે માટેની મેગા યોજના

Vivek Radadiya

આ રોગ ભારત પર શું અસર કરી શકે છે?

Vivek Radadiya

અયોધ્યાના રામ મંદિરમાં પૂજારી બનવાની તક, આ મોકો ચૂકશો નહીં!

Vivek Radadiya