Abhayam News
AbhayamNews

માત્ર એક કલાકમાં ફક્ત 50 રૂપિયાના ખર્ચ સાથે ખેતી કરતો ખેડૂત ..

  • દેવભૂમિ દ્વારકા: મારુતિ કારથી કલાકમાં ફક્ત 50 રૂપિયાના ખર્ચ સાથે ખેતી કરતો ખેડૂત..

ડીઝલનો ભાવ આસમાને પહોંચ્યો છે ત્યારે ખંભાળિયાના નવા તથીયા ગામના ખેડૂતો મારુતિ ફ્રન્ટી કારની મદદથી ખેતી શરૂ કરી. કલાકે ટ્રેક્ટરના 500-600ના ખર્ચ સામે ફક્ત 50 રૂપિયાનો ખર્ચ….

પેટ્રોલ અને ડીઝલના ભાવ (Petrol diesel price) હાલ આસમાને પહોંચ્યા છે. મોંઘવારીમાં ટ્રેક્ટર (Tractor) જેવા આધુનિક સાધનોથી ખેતી કરવું ખૂબ મુશ્કેલ બન્યું છે. મોંઘવારીનો માર સહન કરી રહેલા દેવભૂમિ દ્વારકાના એક ખેડૂતો ડીઝલનો ખર્ચ બચાવવા માટે નવતર પ્રયોગ હાથ ધર્યો છે. ખેડૂતના આ નવતર પ્રયોગ તરફ તમામ લોકોનું ધ્યાન આકર્ષિત થયું છે. ટ્રેક્ટરથી જ્યાં એક કલાક ખેતી કરવા માટે 400થી 500 રૂપિયા ખર્ચ આવે છે ત્યારે આ ખેડૂતના પ્રયોગથી કલાકમાં ફક્ત 50-100 રૂપિયમાં ખેતી કરી શકાય છે.

ખંભાળિયા તાલુકાનું નવા તથીયા જે હાલ ચર્ચામાં આવ્યું છે. અહીં એક ખેડૂતે પેટ્રોલ-ડીઝલના વધતા જતા ભાવો સામે ખેતી માટે એક નવી પદ્ધતિ અપનાવી ખર્ચમાં બચાવ કર્યો છે. અહીંના ખેડૂતે મારુતિ કારમાં સીએનજી ગેસની મદદની ખેતી શરૂ કરી છે. જેનાથી ખેતીમાં ખર્ચ પણ ખૂબ ઓછો આવી રહ્યો છે. મારુતિમાં ગેસ પુરાવીને આ ખેડૂત હાલ ખેતી કરી રહ્યો છે. જેને લઈને ખેડૂતને આવતો ખર્ચ ઘટ્યો છે..

ખેડૂતને વાવણી સમયે દિવસના 8 કલાક કામ કરવું હોય તો તેનો ટ્રેક્ટરનો ખર્ચ 5,000 રૂપિયા જેટલો આવી શકે છે. જ્યારે આ મારુતિમાં ગેસ પુરાવી 8 કલાકના કામનો ખર્ચ માત્ર 400 રૂપિયા જ થાય છે. આથી ખેડૂત એક જ દિવસ દિવસમાં સીધો ચાર હજાર રૂપિયા જેટલી બચત કરી શકે છે..

ટ્રેક્ટરથી ખેતી કરવા માટે એક કલાકના 600 રૂપિયા સુધી ખર્ચ આવે છે. તેની સામે મારુતિમાં ગેસના પ્રયોગથી ખેતીમાં માત્ર 50 રૂપિયા જેટલો નહિવત ખર્ચ આવતો હોવાનો ખેડૂતનો દાવો છે. આ રીતે ડીઝલના ખર્ચમાં મોટી બચત થતા ખેડૂતને મોટો ફાયદો મળશે…

આ મામલે ખેડૂત પ્રવીણ કરમુર અને લખમણ કરમુરે જણાવ્યું હતું કે, “અમારા બાપ દાદા ખેતી કરતા હતા. હવે અમે પણ ખેતી કરીએ છીએ. ટ્રેક્ટરમાં કલાકમાં 500-600નો ખર્ચ આવે છે. જ્યારે આ કારમાં 50-100 રૂપિયા ખર્ચ આવે તેવો અંદાજ છે. આથી અમે અમારી પાસે પડેલી જૂની કારનો ઉપયોગ કર્યો અને પરિણામ પણ સારું મળ્યું છે. અમે વિચાર કર્યો કે ખેતીકામ માટે કાર ચાલે કે નહીં? જે બાદમાં અમે તેનો ઉપયોગ કર્યો હતો. અમારો આ અખતરો સફળ રહ્યો છે. હાલ જે રીતે ડીઝલના ભાવ વધી રહ્યા છે તેને જોતા ખેડૂતોને હવે તે પરવડે તેમ નથી.”

હાલ તો ખેડૂતે અપનાવેલો આ કીમિયો ખૂબ કારગત સાબિત થયો છે. ખેડૂતનો આ નવતર પ્રયોગ હાલ આપાસના વિસ્તારમાં ચર્ચાનું કેન્દ્ર પણ બન્યો છે. સાથે આ નવતર પ્રયોગ સરકાર માટે પણ વિચારવા અને સમજવા જેવો છે. સરકારે સમજવું પડશે કે પેટ્રોલ ડીઝલના ભાવ વધવાથી ખેડૂતોને કેટલો માર પડી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

ઘોઘા બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવાયું વાંચો સંપૂર્ણ ખબર …..

Abhayam

જાણો શા માટે ગુજરાત આવે છે DY.CM મનીષ સિસોદિયા…

Abhayam

24 કલાકમાં નોંધાયા 602 નવા કેસ

Vivek Radadiya

1 comment

Comments are closed.