Abhayam News
AbhayamNews

સુરત:-જાણો આ પોલીસ કર્મી સામે શા ગુનો નોંધાયો..

દારૂ પીવાના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી…..


યુવક પાસેથી 30 હજાર રૂપિયા બળજબરીથી પડાવી લીધા…

સુરત શહેરના વેસુ હેપ્પીહોલ માર્ક કોમ્પ્લેક્ષના પાર્કિગમાં દારૂ પીવાના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી માર માર્યા બાદ લાલ કલરની સ્વીફ્ટ કારમાં યુવકને ઉપાડી જવાના કેસમાં એક પોલીસ કર્મી સહિત બે સામે અપહરણ અને લૂંટનો ગુનો દાખલ કરાયો છે. ઉમરા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મી સામે એના જ પોલીસ સ્ટેશનમાં ગંભીર ગુનો નોંધાતા ચર્ચાનો વિષય બન્યો છે.

લાલ સ્વિફ્ટ કારમાં યુવાનનું અપહરણ કરવામાં આવ્યું હતું.

લાલ સ્વિફ્ટ કારમાં યુવાનનું અપહરણ કરવામાં આવ્યું હતું.

પોલીસ કર્મી વિલેશ ફતેસિંહ અણી મંડળીએ યુવકને સ્વીફ્ટ કારમાં બેસાડી રોકડ પાંચ હજાર અને ગુગલ પેથી પચ્ચીસ હજાર મળી 30 હજાર પડાવ્યા હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં પણ ઉમરા પોલીસે લૂંટ અને અપહરણના ગુનામાં વિલેશ ફતેસિંહની અટકાયત કરી આગળની તપાસ શરૂ કરી છે.

નીરવ સોની (ઝેરોક્ષની દુકાન માલિક) રહે, ભટાર શિવનગર એ જણાવ્યું હતું કે, ગત.તા.3 જુલાઈ શનિવારના રોજ રાત્રિના સમય હું વેસુ હેપ્પી હોલ માસ કોમ્પલેક્ષ ખાતે આવેલા પાનના ગલ્લા ઉપર સિગારેટ પીવા બેસેલો હતો. તે સમયે હે.કોન્સ્ટેબલ વિલેશ ફત્તેસિંહ એક વ્યક્તિને સાથે બેસાડી લાલ કલરની સ્વીફ્ટ કારમાં આવ્યો હતો. ત્યારબાદ અમોને હે.કોન્સ્ટેબલ વિલેશ ફત્તેસિહે તેની સાથેના વ્યક્તિની મદદગારીથી અમને પોતાની કારમાં બેસાડી અપહરણ કરી લઈ ગયો હતો.

આરોપી પોલીસ કર્મી અને તેના સાથીદાર પર અપહરણ અને લૂંટનો ગુનો નોંધાયો.

આરોપી પોલીસ કર્મી અને તેના સાથીદાર પર અપહરણ અને લૂંટનો ગુનો નોંધાયો.

દારૂ પીવાના કેસમાં જેલમાં મુકી દેવાની ધમકી આપી માર મારી એકાદથી દોઢ કલાક રોડ ઉપર કારમાં ફેરવ્યા હતા. ત્યારબાદ હે.કોન્સ્ટેબલ વિલેશ ફત્તેસિંહે રોકડા રૂપિયા 5000 અને ગુગલ પે એપ્લીકેશન મારફતે રૂપિયા 25 હજારનું ટ્રાન્જેકશન કરાવી કુલ્લે 30 હજાર બળજબરીપૂર્વક પડાવી લીધા હતા. જે બાબતે ઉમરા પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે હે.કોન્સ્ટેબલ વિલેશ ફત્તેસિંહ અને તેની સાથેના વ્યક્તિ સામે ગુનો અપહરણ અને લૂંટની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.(સોર્સ:-દિવ્ય ભાસ્કર)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

ગૂગલનું ‘ડિજી કવચ’ – ઓનલાઈન ફ્રોડથી બચાવે અને જાણો તેનું કામ

Vivek Radadiya

નવોદય વિદ્યાલયમાં એડમિશન લેવું છે તેમના માટે મહત્વની નોટિસ

Vivek Radadiya

ગુજરાતમાં કોરોના બેકાબુ: આજ સાંજ સુધીમાં લાગી શકે છે લોકડાઉન, અત્યારે જ બોલાવાઈ હાઈલેવલની મીટિંગ…

Abhayam

1 comment

kondicione_jtKt November 21, 2023 at 11:06 am

Какой кондиционер выбрать для максимальной эффективности охлаждения?
сколько стоит промышленный кондиционер http://www.promyshlennye-kondicionery.ru/.

Reply

Leave a Comment