Abhayam News
AbhayamEntertainmentGujaratInspirational

સ્ટેચ્યૂ ઓફ યૂનિટી સમારોહમાં જવાનો દ્વારા જબરદસ્ત એર ડ્રિલ

સ્ટેચ્યૂ ઓફ યૂનિટી સમારોહમાં જવાનો દ્વારા જબરદસ્ત એર ડ્રિલ ગઇકાલે 31 ઓક્ટોબરે સ્ટેચ્યૂ ઓફ યૂનિટી ખાતે ભવ્ય સમારોહ યોજાયો હતો, આ દરમિયાન ભારતીય એરફોર્સ દ્વારા જબરદસ્ત એર ડ્રિલ કરવામાં આવી હતી, જેનો વીડિયો હાલમાં વાયરલ થઇ રહ્યો છે, આ વીડિયોમાં એરફોર્સના જવાનો દ્વારા ફાઇટર જેટમાં હવાઇ કરતબ બતાવવામાં આવ્યા હતા. જુઓ અહીં તેની કેટલીક તસવીરો…

ગઇકાલે નર્મદા ખાતે સ્ટેચ્યૂ ઓફ યૂનિટી સમારોહમાં જવાનો દ્વારા જબરદસ્ત એર ડ્રિલ કરવામાં આવી હતી. જેનો વીડિયો આજે સામે આવ્યો છે. ફાઇટર જેટ પ્લેનમાંથી આ વીડિયો કેપ્ચર કરવામાં આવ્યો હતો, જેમાં નર્મદા અને સ્ટેચ્યૂ ઓફ યૂનિટીનો સમગ્ર એરિયલ વ્યૂ દેખાઇ રહ્યું છે. 

સરદાર પટેલની જન્મજયંતિ પર ગઇકાલે રાષ્ટ્રીય એકતા દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી, આ પ્રસંગે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત કેટલાય મોટા નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા. પીએમ મોદીએ કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યૂનિટી ખાતે દેશને એકતાના શપથ પણ લેવડાવ્યા હતા. જેમાં ઉપસ્થિત લોકોએ દેશની એકતા, અખંડિતતા અને સુરક્ષામાં સહયોગ આપવાનો સંકલ્પ લીધો હતો.

દેશભરમાં આજે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. વડાપ્રધાન મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલને નમન કર્યા હતા. તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર અર્પણ કરી પુષ્પાંજલિ કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો મંગળવારે બીજો દિવસ છે. આજે તેઓ ગુજરાતના કેવડિયામાં સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યૂનિટીની મુલાકાત લીધી હતી. સરદાર વલ્લભભાઇ પટેલનો જન્મ આ દિવસે 1875માં ગુજરાતમાં થયો હતો.

વડાપ્રધાને ગુજરાતના કેવડિયામાં પટેલની 182 મીટર ઊંચી પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને રાષ્ટ્રીય એકતા દિવસની પરેડમાં પણ ભાગ લીધો હતો. આ પરેડમાં BSF અને વિવિધ રાજ્યની પોલીસની માર્ચિંગ ટુકડીઓએ ભાગ લીધો હતો અને તેમનું શાનદાર પરફોર્મ કર્યું હતું.  

ગુજરાતના એકતા નગરમાં રાષ્ટ્રીય એકતા દિવસની પરેડમાં CRPFની મહિલા બાઈકર્સે અદભૂત પ્રદર્શન કર્યું હતું.

સરદાર પટેલની જન્મજયંતિ પર રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે પીએમ મોદીએ કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યૂનિટી ખાતે દેશને એકતાના શપથ લેવડાવ્યા હતા. જેમાં ઉપસ્થિત લોકોએ દેશની એકતા, અખંડિતતા અને સુરક્ષામાં સહયોગ આપવાનો સંકલ્પ લીધો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

રાજ્ય સરકાર સતર્ક બની 

Vivek Radadiya

PM નરેન્દ્ર મોદીએ મંત્રી પરિષદની બેઠકમાં મંત્રીઓને આપી સલાહ

Vivek Radadiya

બોલર્સની એક ભૂલને કારણે લાગશે 5 રનની પેનલ્ટી

Vivek Radadiya