રોના વાયરસની મહામારી દેશમાં તબાહી મચાવી રહી છે. કોરોના સંક્રમિતોની સંખ્યા રોજ લાખોમાં વધી રહી છે. દેશમાં રોજ 4 લાખથી વધારે કેસો સામે આવી રહ્યા છે. દેશમાં વધી રહેલા કોરોના કેસોની વચ્ચે હવે ફરી એકવાર લોકડાઉને વાપસી કરી છે. દક્ષિણથી લઇ પૂર્વોત્તર સુધી મોટાભાગના રાજ્યો લોકડાઉન લાગૂ કરવા લાગ્યા છે. મહારાષ્ટ્ર, કેરળ, રાજસ્થાન, પંજાબ, કર્ણાટક, હરિયાણા જેવા રાજ્યો પહેલાથી જ લોકડાઉનની જાહેરાત કરી ચૂક્યા છે.
એવામાં દેશના વધુ બે રાજ્યોએ કોરોના સંક્રમણની ચેઇન તોડવા માટે લોકડાઉનની જાહેરાત કરી છે. મિઝોરમ અને વધુ એક દક્ષિણના રાજ્યની સરકારે સંપૂર્ણ લોકડાઉન લાગૂ કરવાની જાહેરાત કરી દીધી છે.
મિઝોરમના ચીફ સેક્રેટરીએ રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉન લાગૂ કરવાનો આદેશ આપ્યો છે. ચીફ સેક્રેટરી રાજ્યના સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટીના ચેરમેન પણ છે. ચીફ સેક્રેટરી દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે કોરોના વાયરસના વધતા કેસોને જોતા લોકોની ગતિવિધિ નિયંત્રણ કરવા અને કોરોના સંક્રમણની ચેઇન તોડવા માટે સંપૂર્ણ લોકડાઉન લગાવવાનો નિર્ણય કર્યો છે.
મિઝોરમમાં 10 મેના રોજ સવારે 4 વાગ્યાથી 17 મેના રોજ સવારે 4 વાગ્યા સુધી, સાત દિવસનું સંપૂર્ણ લોકડાઉન લાગૂ કરી દેવામાં આવ્યું છે. આ દરમિયાન ઈન્ટર સ્ટેટ બોર્ડર ખુલ્લી રહેશે. રાજ્યના લોકો કે વિઝિટર્સે એન્ટ્રી પોઇન્ટથી કોરોના નેગેટિવ રિપોર્ટ પર જ પ્રવેશ આપવામાં આવશે. મિઝોરમ આવનારાઓએ 10 દિવસ સુધી હોમ આઈસોલેશનમાં રહેવું ફરજિયાત રહેશે.
newindianexpress.com
તમિલનાડુમાં 10 મેથી 24 મે સુધી 14 દિવસનું લોકડાઉન લાગૂ કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે આ દરમિયાન બપોરે 12 વાગ્યા સુધી પ્રોવિઝન સ્ટોરની સાથે શાકભાજી, મીટ કે માછલીની દુકાનો ખોલવાની પરવાનગી રહેશે. સરકારની દારૂની દુકાનો પણ લોકડાઉન દરમિયાન બંધ રહેશે. રેસ્ટોરાંમાં ટેક અવે સેવા ચાલુ રહેશે. આવશ્યક સેવાઓને છૂટ રહેશે. આ ઉપરાંત લોકો વર્ક ફ્રોમ હોમ કરી શકે છે.
તમિલનાડુમાં લોકડાઉન દરમિયાન પેટ્રોલ-ડીઝલના સ્ટેશનો ખુલ્લા રહેશે. લોકડાઉનને જોતા શનિવાર અને રવિવારે દરેક દુકાનો સવારે 6 વાગ્યાથી રાતે 9 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. ઉલ્લેખનીય છે કે પાછલા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 4 લાખથી વધારે કેસો સામે આવ્યા છે. ભારત માટે કોરોના વાયરસની બીજી લહેર ખૂબ જ વધારે ઘાતક સાબિત થઇ છે.
1 comment
Comments are closed.