આશરે 55 કિલો રાશન ખરીદ્યા બાદ ઉત્તર પ્રદેશના ખુર્જા સ્થિત પોતાના વતન જવા માટે શિવાજી બ્રીજ રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. દુર્ભાગ્યવશ બરેલી-નવી દિલ્હી ઈન્ટરસિટી એક્સપ્રેસમાં રાશનની બે બેગ મુક્યા બાદ એ દરમિયાન પ્લેટફોર્મ પર પૈસાનો થેલો ભૂલી ગયા. આ ઘટના વખતે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર રહેલા પોલીસ કર્મચારી નરેન્દ્રકુમાર તપાસ કરી રહ્યા હતા. શિવાજી બ્રીજ સ્ટેશન પર એમની ડ્યૂટી હતી. એ સમયે તેમણે એક બિનવાસુ બેગ જોઈ.
દિલ્હી પોલીસના એક કર્મચારીએ પોતાની ઈમાનદારી દેખાડી 53 વર્ષના શ્રમિકના પૈસા પરત કર્યા છે. શ્રમિકની મહેતનની કમાણી વ્યર્થ થતી બચાવી લીધી છે. ઉત્તર પશ્ચિમ દિલ્હીના શકુર વિસ્તારમાં રહેતા વિજયકુમાર તા.30 જુનના રોજ પોતાની બેન્કમાંથઈ રૂ.1 લાખ ઉપાડી લાવ્યા હતા.
પોલીસકર્મી નરેન્દ્રકુમારે આ બેગ અંગે આસપાસ રહેલા મુસાફરોને પૂછ્યું. પણ એનું માલિક કોણ એ જાણી ન શકાયું. દિલ્હી પોલીસના કર્મચારી નરેન્દ્રકુમારે કહ્યું કે, જ્યારે મેં એ બેગમાં જોયું ત્યારે અંદર નોટના બંડલ હતા. આશરે 1 લાખ રૂપિયા હતા. આ સિવાય રોટી, પાણીની બોટલ, એક ચેકબુક, બેન્કની પાસબુક, આધારકાર્ડ અને રાશન કાર્ડ પણ હતું, આસપાસ લોકોને પૂછ્યા બાદ આ બેગ મેં મારી પાસે રાખવા નિર્ણય કર્યો. પછી આ અંગેની જાણકારી મેં રેલવેના અધિકારીઓને આપી. પછી અમે વિજય કુમારનો સંપર્ક કરવા માટે પ્રયત્નો કર્યા. પણ સંપર્ક ન થતા થોડી વાર રાહ જોઈ..
થોડા સમય બાદ સાંજે 6.30 વાગ્યે વિજય શિવાજી બ્રીજ રેલવે સ્ટેશન પર આવ્યા. તેણે પોતાના બેગ અંગે પૂછપરછ કરી. પોલીસે ખરાઈ કર્યા બાદ, ઔપચારિકતા પૂરી કર્યા બાદ રૂ.1 લાખ પરત કર્યા. પોલીસ ઉચ્ચ અધિકારી હરેન્દ્ર કુમાર સિંહે કહ્યું કે, વિજય પોતાનું બેગ સ્ટેશન પર જ ભૂલી ગયો હતો. અમારા કર્મચારી નરેન્દ્રકુમારે બેગ સુરક્ષિત પોતાની પાસે રાખ્યું. પછી વિજયને પરત કર્યું. વિજયે કહ્યું કે, એ દિવસે હું બેન્ચ પર બેઠો હતો અને ટ્રેનની રાહ જોતો હતો. ટ્રેન આવતા ઊતાવળમાં રાશનની બે બેગ મૂકી દીધી.
પણ બેન્ચ પર આ પૈસાનો થેલો ભૂલી ગયો હતો. આનંદ વિહાર સ્ટેશન પર જ્યારે હું પાણી પીવા માટે ઊતર્યો ત્યારે અહેસાસ થયો પૈસાથી ભરેલો થેલો હું ભૂલી ગયો છું. આ પૈસા મારા માટે કિંમતી હતા. સંતાનનું ઘર બનાવવા માટે ઘણા સમયથી હું રકમ ભેગી કરી રહ્યો હતો. મારા માટે રૂ.1 લાખ એક મોટી રકમ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…