Abhayam News
AbhayamNews

સુરતીઓ વળ્યા ઇ-કાર તરફ….

  • પેટ્રોલ-ડીઝલ મોંઘું થતાં શહેરમાં 10 જ દિવસમાં બેટરીવાળી 100 કાર વેચાઈ..
  • સરકારની સબસિડીનો પણ લાભ મળતાં ઇ-વાહનનો ટ્રેન્ડ વધ્યો.
  • 2 માસનું વેઇટિંગ .
  • બાઈક પર 20 હજાર, થ્રી-વ્હીલર પર 50 હજાર અને ફોર-વ્હીલર 1.50 લાખ રૂપિયાની સબસિડી જાહેર .
  • સુરતમાં 100 ઈલેક્ટ્રિક કારનું બુકિંગ થઈ ગયું .

સુરતમાં ઇ-કાર, એટલે કે બેટરીવાળી કારનો ક્રેઝ વધ્યો છે. માત્ર 10 જ દિવસમાં 100 જેટલી કારનું બુકિંગ થઈ ગયું છે. 22મી જૂનના રોજ રાજ્ય સરકાર દ્વારા ઈલેક્ટ્રિકલ વ્હીકલ પોલિસી જાહેર કરી છે, જેમાં બાઈક પર 20 હજાર, થ્રી-વ્હીલર પર 50 હજાર અને ફોર-વ્હીલર 1.50 લાખ રૂપિયાની સબસિડી જાહેર કરી છે, જ્યારે તેમનું આરટીઓ રજિસ્ટ્રેશન પણ વિનામૂલ્યે કરવાની જાહેરાત કરી છે, જેને લઈને લોકોમાં ઈલેક્ટ્રિક વાહનો પ્રત્યે ઉત્સાહ વધ્યો છે. ઈલેક્ટ્રિક પોલિસી જાહેર કર્યાના 10 દિવસમાં જ સુરતમાં 100 ઈલેક્ટ્રિક કારનું બુકિંગ થઈ ગયું છે. આ ઉપરાંત ઈલેક્ટ્રિક કારમાં 2 મહિનાનું વેઈટિંગ ચાલી રહ્યું છે.

સુરતમાં જે કાર મળી રહી છે એને ઘરે ચાર્જ કરી શકાય છે. 6થી 8 કલાકમાં બેટરી ફુલ ચાર્જ થાય છે, પરંતુ શહેરમાં અલગ અલગ જગ્યાએ 3 ફાસ્ટ ચાર્જિંગ સ્ટેશન બન્યાં છે, જેમાં કાર ફુલ ચાર્જ કરતાં 1 કલાકનો સમય થાય છે.બે કાર મેન્યુફેક્ચરિંગ કંપનીઓ દ્વારા સુરતમાં ઈ-કારના અલગ-અલગ મોડલ લોંચ કરવામાં આવ્યાં છે. બંને કંપનીઓ મળીને અંદાજે 100થી ‌વધારે કારનું બુકિંગ થઈ ગયું છે, પરંતુ એમાંથી એકસાથે 50 જેટલી કારની ડિલિવરી અષાઢી બીજના દિવસે આવશે.

This image has an empty alt attribute; its file name is electric-vehicle.jpg


એક કાર ડીલરના સાઉથ ગુજરાત સેલ્સ મેનેજર રાહુલ ત્રિપાઠી કહે છે, ‘હવે ઈલેક્ટ્રિક કારને જોવાનો લોકોનો નજરિયો બદલાઈ ગયો છે. હવે ફ્યુચર બેટરીવાળી કારનું છે, જેને લઈને લોકો બેટરીવાળી કાર તરફ વળ્યા છે. લોકોમાં ગઝબનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. સરકાર દ્વારા સબસિડી જાહેર કરવામાં આવી છે, જેને કારણે લોકોને ફાયદો થતો હોવાથી તેઓ ઈ-કારના ઉપયોગ તરફ વળી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

સ્વિગી પર સૌથી વધારે ઓર્ડર કરવામાં આવેલી ડીશ 

Vivek Radadiya

લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસે સંગઠનમાં કર્યા ફેરફાર

Vivek Radadiya

વિજયાદશમીના પર્વ પર મોહન ભાગવતનું મોટું નિવેદન

Vivek Radadiya

2 comments

Comments are closed.