દીપડાએ હુમલો કરતા 11 વર્ષીય બાળકીનું મોત ગિર વિસ્તારમાં ચાર પગનો આતંક વધી રહ્યો છે. ગિરનારમાં લીલી પરિક્રમા દરમિયાન બાળકી પર દીપડાએ હુમલો કર્યો હતો. જે હુમલામાં 11 વર્ષીય બાળકીનું કમકમાટી ભર્યું મોત થયું છે.
દીપડાએ હુમલો કરતા 11 વર્ષીય બાળકીનું મોત
પાયલ નામની યુવતીનું મૃત્યું
ગિરનારની લીલી પરિક્રમા દરમિયાન આદમખોર દીપડાનો હચમચાવી દે તેવા હુમલાની ઘટના સામે આવી છે. 11 વર્ષીય પાયલ નામની યુવતી પર દીપડાએ હુમલો કરતા તેનુ કરૂણ મોત થયું છે. પરિક્રમાના રૂટમાં બોરદેવી નજીક ઘટના બની છે.
લોકોમાં ફફડાટ
દિવસને દિવસે ક્રોનકીટના જંગલો વધી રહ્યાં છે તેમજ વૃક્ષો અને જંગલોનું નાશ થઈ રહ્યું છે તેમ તેમ જંગલીય પ્રાણીઓ માનવ વસવાટમાં ઘૂસી રહ્યાં છે. જેને લઈ અવાર નવાર સિંહ તેમજ દીપડાના હુમલાની ઘટના પણ સામે આવતી હોય છે. જો કે, આ વખતે લીલી પરિક્રમાં દીપડો માનવીય વસ્તીમાં ઘૂસી આવતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યું છે. યુવતીના મૃત્યુને લઈ પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે……