સુરત શહેરમાં આમ આદમી પાર્ટી મહાનગર પાલિકાની 27 સીટ પર વિજેતા બનીને વિપક્ષ તરીકે બેઠી છે.
સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલો ફોટોમાં કોઈ વ્યક્તિ આમ આદમી પાર્ટીના કાર્યાલયમાં દારૂ પીધેલી હાલતમાં જોવા મળી રહ્યો છે અને આ ફોટો સોશિયલ મીડિયાના માધ્યમથી ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. પરંતુ આ ફોટો વિશે જયારે વાસ્તવિકતા જાણવાની કોશિશ કરી ત્યારે જાણવા મળ્યું કે, આ ફોટોમાં જે વ્યક્તિ છે તે એક ભાજપનો જ કાર્યકર્તા છે. તેમણે ભાજપના કોર્પોરેટરના કહ્યા અનુસાર તેમને આમ આદમી પાર્ટીની ઓફિસમાં ઘૂસીને પોતાનો ફોટો દારૂના નશામાં હોય તેવી રીતે પડાવ્યો હતો.
ભાજપના આ કાર્યકર્તાએ તેમના કોર્પોરેટરના કહેવા મુજબ આમ આદમી પાર્ટીના કાર્યાલયમાં ઘૂસીને પોતાનો ફોટો પડાવ્યો હતો અને આમ આદમી પાર્ટીને સોશિયલ મીડિયામાં બદનામ કરવા માટે આ સમગ્ર પ્લાન બનાવવા આવ્યો હોય તેવું લાગી રહ્યું હતું. જેથી આ વ્યક્તિ પર પોલીસ ફરિયાદ દાખલ થવાની હતી પરંતુ ભાજપના કાર્યકર્તાને આ અંગે જાણ થતા તેમણે પોતાનો કરેલો આ કાંડ સ્વીકારી લીધો હતો અને માફીનામું પણ લખી આપ્યું હતું.
ભાજપના આ કાર્યકર્તાનું નામ હિમાંશુ મહેતા ઉર્ફે લાલભાઈ છે. જેમને ગોપીપુરામાં આવેલ આમ આદમી પાર્ટીના સેન્ટ્રલ ઝોન જનસંપર્ક કાર્યાલયમાં સાંજના સમયે આ ફોટો પાડવામાં આવ્યો હતો. સાથે હિમાંશુ મહેતાએ જણાવતા કહ્યું છે કે, આ ફોટો ભાજપના જ સક્રિય કાર્યકર્તા પ્રશાંત બારોટે સાંજના 07:16 વાગ્યે પડ્યો હતો અને ભાજપના સક્રિય કાર્યકર્તા જયરાજ સહુકારને વોટ્સેપના માધ્યમથી મોકલ્યો હતો.
સુરત મહાનગર પાલિકાના વોર્ડ નંબર 21ના કોર્પોરેટર વ્રજેશ ઉનાદકટ દ્વારા પણ પોતાના ફેસબુક એકાઉન્ટ પર આ ફોટો શેર કરવામાં આવ્યો છે. તેમણે પોતાના ફેસબુક એકાઉન્ટ પર પોસ્ટ શેર કરતા લખ્યું છે કે, “ગોપીપુરા કાજીના મેદાન પાસે નવનિયુક્ત ખૂલેલું આમ આદમી પાર્ટીના કાર્યાલય પર 06:45 પછીનો નજારો”.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…