પહેલો વિસ્ફોટ ઈમારતની છત પર અને બીજો વિસ્ફોટ જમીન પર થયો હતો
જમ્મુ કાશ્મીરના એરફોર્સ સ્ટેશન ખાતે મોડી રાતે વિસ્ફોટનો અવાજ સંભળાયા બાદ હડકંપ મચી ગયો હતો. જાણવા મળ્યા મુજબ મોડી રાતે 01:50 કલાકે વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. જોકે આ વિસ્ફોટમાં કોઈ પણ વ્યક્તિ ઘાયલ થયું હોવાના સમાચાર સામે નથી આવ્યા.
વિસ્ફોટનો અવાજ સંભળાયો તે વિસ્તાર હાઈ સિક્યોરિટીમાં આવે છે. માત્ર 5 જ મિનિટના અંતરમાં વિસ્ફોટના 2 અવાજ સંભળાયા હતા. પહેલો વિસ્ફોટ ઈમારતની છત પર અને બીજો વિસ્ફોટ જમીન પર થયો હતો. વિસ્ફોટ થયાની ગણતરીની મિનિટોમાં જ સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો હતો.
વિસ્ફોટ બાદ સાવચેતીના ભાગરૂપે પોલીસ અને ફોરેન્સિક વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી. પ્રાપ્ત વિગતો પ્રમાણે જમ્મુ એરપોર્ટ ખાતે આવેલા એરફોર્સ સ્ટેશનમાંથી વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો.(સોર્સ:ગુજરાત સમાચાર)
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…