Abhayam News
AbhayamNews

સુરતના મેયરનો બંગલો ફરી વિવાદમાં આવ્યો..

  • સુરતના મેયરનો બંગલો ફરી વિવાદમાં.
  • 14 નાઈટ વીઝન કેમેરા બંગલામાં લગાવામાં આવશે.
  • નાઈટ વીઝન કેમેરા લગાવાને લઈને પ્રજાજનોમાં રોષનો માહોલ.
  • કોરોના મહામારીમાં સરકાર પાસે ફંડ નથી તો પછી મેયરના બંગલા પાછળ આટલો બધો ખર્યો શા માટે .

કોરોના નો સમય પૂરો થતા સુરત ની તિજોરી ખાલી થઇ ગઈ હતી માટે સુરત મહાનગરપાલિકા એ ૫૦૦ કરોડ નો પ્લોટ વેચવા બહાર પડ્યા હતા ત્યાં વિવાદ માં આવ્યો ૫ કરોડ નો મેયર નો બંગલો જેને લઇ પ્રજા માં પહેલે થી રોષ હતો ત્યાં ફરી એક વખત મેયર નો બનાગલો આવ્યો વિવાદ માં જેને લઇ પ્રજા ખુબ જ રોષે જોવા મળી રહી છે.

સુરત શહેરના મેયર હેમાલી બોઘાવાલાનો બંગલો ફરી એક વખત વિવાદમાં આવ્યો છે. બંગલામાં તંત્ર દ્વારા આડેધડ ખર્ચો કરવામાં આવી રહ્યો છે જેના કારણે બંગલો વિવાદમાં આવ્યો છે. કોરાના મહામારીના સમયમાં એક તરફ સરકાર પાસે પૂરતા પ્રમાણમાં ગ્રાન્ટ નથી ત્યારે આવા સમયે મેયરના બંગલા પાછળ વધારે પડતો ખર્યો શા માટે કરવામાં આવી રહ્યો છે, તેને લઈને અનેક સવાલો ઉભા થયા છે.

મેયરના બંગલામાં કેમેરા, હાર્ડ ડિસ્ક અને એલ.ઈ.ડી ટીવી લગાવામાં આવ્યા છે. જેની કોઈ પણ જરૂર નથી. તો પછી આ ખોટો ખર્ચો કેમ કરવામાં આવી રહ્યો છે. તે એક ગંભીર પ્રશ્ન બન્યો છે. જે રૂપિયા મેયરના બંગલા પાછળ ખર્ચવામાં આવી રહ્યા છે. તે રૂપિયા પ્રજા માટે કેમ ન ખર્ચી શકાય તેવું લોકોનું કહેવું છે. બંગલામાં 14 કેમેરા અને LED સહિત અલગ અલગ સાધનો પાછળ ખર્ચો કરવામાં આવશે.

જે કેમેરા મેયરના બંગલામાં લગાવાના છે તે કેમેરા નાઈટ વિઝન કેમેરા હોવાનું સામે આવ્યું છે. જેથી તે કેમેરામાં રાતના વ્યુઝ્યુલ પણ સ્પષ્ટ રીતે દેખી શકાશે. જેના કારણે લોકોના મનમાં એ સવાલ છે કે શું મેયરના બંગલામાં આવી સુવિધા હોવી જોઈએ? ઉલ્લેખનીય છે કે અદ્યતન ટેક્નોલોજી વાળા કેમેરા મેયરના બંગલામાં લગાવામાં આવશે અને આજ કારણ છે કે મેયરનો બંગલો ફરી વખત વિવાદોમાં આવ્યો છે. કારણકે સરકાર પાસે હાલ કોરોનાને કારણે પૂરતા પ્રમાણમાં ગ્રાન્ટ પણ નથી. પરંતું તંત્ર દ્વારા મેયરના બંગલા પાછળ અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

બોક્સ ઓફિસ પર બ્રહ્માસ્ત્રની ધૂંઆધાર બેટિંગ,પાંચમાં દિવસે કર્યો 200 કરોડનો બિઝનેસ

Archita Kakadiya

CBSE બોર્ડે 10મી અને 12મીની પરીક્ષા પહેલા મોટો ફેરફાર કર્યો

Vivek Radadiya

જુઓ T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમનું શેડ્યૂલ

Vivek Radadiya