Abhayam News
AbhayamNews

આ ટેસ્ટિંગ માટે સુરત સિવિલ ખાતે આવેલી TBIR લેબોરેટરીને નેશનલ લેવલની માન્યતા મળી..

સુરત સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ ટી. બી. નિદાન લેબોરેટરી જે સમસ્ત સાઉથ ગુજરાતની એક માત્ર કલ્ચર એન્ડ ડી.એસ.ટી લેબોરેટરી છે જેને ત્રણ વર્ષના સળગ પ્રયત્નોના પરિણામે લિક્વિડ કલ્ચર ડ્રગ સેન્સિટિવિટી ટેસ્ટિંગ માટે નેશનલ લેવલની માન્યતા મળી છે.

આ લેબોરેટરી વિશે વિગતો આપતા માઈક્રોબાયોલોજી વિભાગના વડા, પ્રોફેસર ર્ડો. સુમૈયા મુલ્લાએ જણાવ્યું હતું કે, ફેફસાના ટી.બી. નિદાન માટે ગળફા અને ફેફસા સિવાયના ટી.બી. રોગના નિદાન માટે એક્સટ્રા પલ્મોનરી સેમ્પલ્સનું જીનએક્સપર્ટ (સી.બી.નાટ) કરવામાં આવે છે.

ટી.બી.આઈ.આર લેબોરેટરીના ડો.વિભુતિ પટેલે જણાવ્યું કે, સમસ્ત ગુજરાતમાં આ પ્રકારની તપાસ કરતી ફક્ત 2 લેબોરેટરી જ હતી સુરતને ત્રીજી લેબોરેટરી માટે મળી છે જે સુરત શહેર, સમગ્ર દક્ષિણ ગુજરાત અને સિવિલ હોસ્પિટલ માઈક્રોબાયોલોજી વિભાગ, સુરત માટે ગૌરવ સમાન છે.

ગળફાના સૅમ્પલનું લિક્વિડ કલ્ચર, સોલિડ કલ્ચર અને ટી. બી.માં અપાતી દવાઓ અસર કરશે કે નહિ એ જોવા માટે ડ્રગની સેન્સિટિવિટી ટેસ્ટિંગ થાય છે, જેથી શંકાસ્પદ દર્દી કે જેમને ટી.બીમાં નિયમિત વપરાતી દવાઓ અસરકારક નથી (એમ. ડી . આર – મલ્ટી ડ્રગ રેઝિસ્ટન્ટ) અને નિયમિત દવા ઉપરાંત ટી.બી. જે દવા અપાય છે એ અસરકારક નથી ( એક્સ. ડી. આર.- ઍક્સટેંસીવેલી ડ્રગ રેઝિસ્ટન્ટ) એવા બધા દર્દીઓના ત્વરિત નિદાન અને સારવાર માટે ખુબ જ ઉપયોગી થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

WHO માં કેવી રીતે મળે છે નોકરી

Vivek Radadiya

ગુરુ બ્રમ્હા ગુરુ માતા નું નામ લઇ નાના ભુલકાઓએ ગુરુ પૂર્ણિમા ની કરી અનોખી રીતે ઉજવણી.

Abhayam

રામ મંદિરની પત્રિકા આપવાની કામગીરી પૂર્ણ, ગુજરાતમાંથી આટલા લોકોને મળ્યું આમંત્રણ

Vivek Radadiya

1 comment

Comments are closed.