Abhayam News
AbhayamNews

શું કોરોનાથી મરનાર લોકોના પરિવારજનો ને મળશે 4 લાખ રૂ.? SCએ મોદી સરકારને આપ્યા આટલા દિવસ..

આ મામલે જસ્ટિસ અશોક ભૂષણ અને એમ આર શાહની બેચે કેન્દ્ર સરકારને 24 મેએ નોટિસ જાહેર કરી હતી.

કેન્દ્ર સરસકારે આજે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે કોરોનાથી મરનાર લોકોના પરિવારને 4 લાખ રૂપિયા આપવાની માંગ પર વિચાર ચાલી રહ્યો છે. અને તેના પર ટૂંક સમયમાં જ નિર્ણય લેવામાં આવશે. કેન્દ્રએ મૃત્યુ પ્રમાણપત્રમાં મોતનું સાચુ કારણ દાખલ કરવાની માંગ પર જવાબ માટે સમય માંગ્યો હતો. કોર્ટે સરકારને જવાબ માટે 10 દિવસનો સમય આપતા 21 જૂનની સુનાવણી કરવાની વાત કરી છે.

આ મામલે જસ્ટિસ અશોક ભૂષણ અને એમ આર શાહની બેંચમાં કેન્દ્ર સરકારને 24 મેએ નોટિસ જાહેર કરવામાં આવી હતી. કેન્દ્રની તરફથી આજે સોલિસિટર જનરલ તુષાર મેહતાએ કોર્ટને જણાવ્યું કે સરકાર આ અરજી વિરૂદ્ધ નથી. મામલાને સંપૂર્ણ સહાનુભુતિ સાથે જોવામાં આવી રહ્યો છે. તેના પર જજોએ કહ્યું કે બિહાર જેવા અમુક રાજ્યોએ પોતોની તરફથી 4 લાખ રૂપિયા આપવાનું એલાન કર્યું છે. પરંતુ મોટાભાગના રાજ્યોએ પોતાનું વલણ સ્પષ્ટ નથી કર્યું. તેના પર મહેતાએ કહ્યું કે કેન્દ્ર સ્તર પર ખૂબ જલ્દી આયોજન કરવામાં આવશે. કોરોના સાથે જોડાયેલા બીજા મામલામાં વ્યસ્તતાના કારણે તેમાં અમુક સમય લાગી શકે છે. 

કેન્દ્ર સરકારને કોર્ટ આપ્યા 10 દિવસ
કોરોનાથી મૃત્યુ પામનારના પરિવારને 4 લાખ રૂપિયા મળશે?
કેન્દ્ર સરકારને 24 મેએ નોટિસ જાહેર કરવામાં આવી હતી

સોલિસિટર જનરલ કોર્ટે 2 અઠવાડિયાનો સમય માગ્યો છે. પરંતુ જજોએ કહ્યું છે કે તે થોડા સમયમાં જ તે મામલાનું નિરાકરણ લાવવા ઈચ્છે છે. આ ટિપ્પણીની સાથે કોર્ટે 10 દિવસમાં મામલાની સુનાવણી કરવા માટે આદેશ આપ્યો છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

નવા અકસ્માત કાયદાનો ટ્રકચાલકો દ્વારા વિરોધ 

Vivek Radadiya

યુકેની યુનિવર્સિટી ભારતીય વિદ્યાર્થીઓને આપી રહી છે સ્પેશિયલ સ્કોલરશિપ

Vivek Radadiya

એરલાઈન કંપનીઓ ઓમિક્રોનના કારણે મુશ્કેલીમાં, પાંચ દિવસમાં 11500 ફ્લાઈટો રદ…

Abhayam