Abhayam News
AbhayamSocial Activity

આ હોસ્પિટલ કોરોનામાં અનાથ થયેલા બાળકોને આજીવન મફત સારવાર આપશે..

કોઈ વ્યક્તિ એ ભાઈ તો કોઈ માતા કે પિતા. તો કેટલાક બાળકોને માતા-પિતાની છત્રછાયા ગુમાવી પડી છે. થોડા દિવસો પહેલાં જ અમદાવાદ અને સુરતની કેટલીક શાળાઓએ નિર્ણય કર્યો હતો જે વિદ્યાર્થીઓના માતા-પિતાનું અવસાન થયું છે તે વિદ્યાર્થીઓને બે વર્ષ અથવા તો ધોરણ-12 સુધી ફ્રીમાં અભ્યાસ કરાવવામાં આવશે. ત્યારે હવે અમદાવાદની એક હોસ્પિટલ અનાથ બાળકોની મદદે આવી છે. આ હોસ્પિટલ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે કોરોનાના કારણે અનાથ થયેલાં બાળકોને આજીવન મફત તબીબી સારવાર પૂરી પાડવામાં આવશે.

આ બાળકોને મુશ્કેલીના સમયમાં મદદરૂપ થવા માટે અમદાવાદની આરના હોસ્પિટલ એ નિર્ણય કર્યો છે કે, હોસ્પિટલ દ્વારા કોરોનાની મહામારી વચ્ચેના અનાથ થયેલાં બાળકોને આજીવન મફત તબીબી સારવાર આપવામાં આવશે અને હોસ્પિટલના ચેરમેન ડૉ રોહિત જોશીએ જણાવ્યું હતું કે, કોરોનાના કારણે અનાથ બનેલાં બાળકો જીવનની કરુણતા વાસ્તવિકતાનો સામનો કરી રહ્યા છે. આ ખૂબ જ પડકારજનક છે એટલે અમે આ બાળકોને મદદ પૂરી પાડીએ છીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ PM કેર ફંડ થકી આવા બાળકોને પણ ઉદાર મને મદદ કરવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત અલગ અલગ શૈક્ષણિક સંસ્થાઓએ પણ બાળકોને શિક્ષણ પૂરું પાડવાની વ્યવસ્થા કરી છે. દુઃખના સમયમાં અમારાથી બનતી મદદ અમે પૂરી પાડવા માટે નક્કી કર્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ દુઃખના સમયમાં અનાથ બાળકોને મારાથી બનતી મદદ પૂરી પાડવી એક નિષ્ણાત તરીકે અમારી ફરજ છે. બાળકો આપણું ભવિષ્ય છે. આપણે સર્વેએ સાથે મળીને તંદુરસ્ત ભારતનું નિર્માણ કરવાનું છે

રાષ્ટ્રીય બાળ આયોગ અધિકાર પંચના અહેવાલ અનુસાર 38 બાળકો ગુજરાતમાં એવા છે કે, જેમને કોરોનાના કારણે તેમના માતાપિતા ગુમાવ્યા છે. આ ઉપરાંત 395 બાળકો એવા છે કે તેમને કોરોના માતા અથવા તો પિતા ગુમાવ્યા છે એટલે કોરોનાની મહામારીના કારણે રાજ્યના 434 બાળકોને પરિવારનું સ્વજન ગુમાવતા મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ ઉપરાંત આરના હોસ્પિટલ દ્વારા કોરોનાના કારણે અનાથ બનેલાં બાળકોને શોધવા માટે એક પહેલ હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત વાલીઓને પણ આ પહેલ અંગે રૂબરૂ મળીને વિગત આપવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

મલ્ટીબેગર કંપનીએ કરી જાહેરાત, રોકાણકારોને આપશે 4 બોનસ શેર

Vivek Radadiya

જાન્યુઆરી 2024માં 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લૉબલ સમિટની તૈયારી

Vivek Radadiya

ઈસુદાન ગઢવી CM કેજરીવાલની હાજરીમાં AAPમા જોડાયા..

Abhayam

3 comments

Comments are closed.