Abhayam News
AbhayamNews

આ રાજ્યના બે જિલ્લામાં 600થી વધારે બાળકો સંક્રમિત:-કોરોનાની ત્રીજી લહેરની એન્ટ્રી..

 કોરોનાની ત્રીજી લહેરની આશંકા હવે ચિંતામાં વધારો કરી રહી છે. કેમ કે તે સૌથી વધારે બાળકોને અસર કરે છે. રાજસ્થાનના બે જિલ્લામાં બહું ઝડપથી બાળકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. ડૌસા અને ડૂંગરપુરમાં બાળકોમાં કોરોનાના સંક્રમણ ચિંતા વધારનારુ છે.

રાજસ્થાનના બે જિલ્લામાં બહું ઝડપથી બાળકો કોરોના સંક્રમિત
સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું કેટલા બાળકો કોરોનાગ્રસ્ત
રાજસ્થાનમાં 600 બાળકો સંક્રમિત થઈ ગયા

રાજસ્થાનમાં બાળકો કોરોના મહામારીની અડફેટે આવી રહ્યા છે.  ત્રીજી લહેરને લઈને જેવી આશંકા હતી બીલકુલ તેવું જ થઈ રહ્યુ છે. કોરોના હવે મોટા પ્રમાણમાં બાળકોને થઈ રહ્યો છે.  રાજસ્થાનમાં બાળકોમાં કોરોનાના સંક્રમણથી હાહાકાર મચી ગયો છે. જ્યારે 600 બાળકો સંક્રમિત થઈ ગયા છે.

દૌસામાં સિકરાય ઉપખંડના એક ગામના 2 બાળકીયો(એકની ઉંમર 9 વર્ષ છે અને બીજાની 10 વર્ષ છે. ) કોરોનાએ પોતાની ઝપેટમાં લીધી છે. આ રીતે દૌસામાં એક વર્ષનું બાળક પોઝિટિવ આવ્યુ છે.  સ્વાસ્થ્ય વિભાગનું માનીએ તો દૌસામાં 1મેથી 21 મેની વચ્ચે 18 વર્ષથી ઓછી ઉંમરના 341 બાળકો કોરોના પોઝિટિવ આવ્યા છે. તેજ  રીતે ડુંગરપુરમાં 12 મેથી લઈને 22 મે સુધી 18 વર્ષના 255 બાળકો સંક્રમિત થયા છે.

corona third wave rajasthan dausa dungurpur kids covid 19 positive

જોકે ડુંગરપુરના કલેક્ટર સુરેશ કુમાર ઓલા કહી રહ્યા છે કે તેમના જિલ્લામાં બાળકોમાં કોરોનાનું સંક્રમણ સામાન્ય છે. બાળકોના માતા પિતા પોઝિટિવ આવી રહ્યા છે એટલા માટે બાળકો પોઝિટિવ આવી રહ્યા છે. જોકે કલેક્ટરની વાતને ખુસ સીએમઓએ ફગાવી દીધી છે.   ડુંગરપુરના સીએમઓ રાજેશ જણાવે છે કે ગત 10 દિવસમાં અઢીસોથી વધારે બાળકો  કોરોના સંક્રમિત થયા છે. સારી વાત ફક્ત એટલી જ છે કે કોવિડના ચાલતા કોઈ બાળકના મોત નથી થયા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે.

 

Related posts

IPS – Ramesh Savani – પોલીસ; એક્ટિવિસ્ટ સામે અતિ ઉત્સાહથી FIR નોંધે છે; પરંતુ પુરાવા એકત્ર કરતી નથી ; કેમ?

Abhayam

સુરત:- APP ના નગરસેવકૉ સાચા અર્થમાં નગરસેવક સાબિત થયા..જુઓ કઈ રીતે કોરોના દર્દીઓની સેવા કરે છે…

Abhayam

રશ્મિકા મંદાનાનો Deepfake વીડિયો વાયરલ 

Vivek Radadiya