Abhayam News
AbhayamNews

જાણો મોટા સમાચાર:-ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ અને વિપક્ષ નેતાના માટે કયા નેતાઓ છે રેસમાં ?

આગામી વર્ષે ગુજરાત વિધાસભાની ચુંટણીઓ આવી રહી છે. હાલમાં ગુજરાત કોંગ્રેસ અમિત ચાવડાને અધ્યક્ષ તરીકે કામ ચલાવી રહ્યું છે. ત્યારે હવે ૨૫ વરસથી ગુજરાતમાં હારવાનો રેકોર્ડ જાળવી રાખનાર જુના જોગીઓ ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડીયા, સિદ્ધાર્થ પટેલ ના નામ સાઈડલાઈન થઇ ગયા છે. તેવી આધારભૂત સુત્રો પાસેથી મળી છે. અમુક નેતાઓને આ જાણ થતા જ અચાનક જાહેરમાં આવવા લાગ્યા છે.  અને ફરીથી હોદ્દો મેળવવા પ્રયાસરત થઇ ગયા છે.

કોંગ્રેસ હાઈ કમાન્ડે અહેમદ પટેલના ગયા પછી સાચી પરિસ્થિતિથી વાકેફ થયું છે. કારણકે ગુજરાત કોંગ્રેસમાં તમામ નિર્ણયો અહેમદ પટેલ જ લેતા હતા. પણ તેના નિધન બાદ હવે ગુજરાતની પરિસ્થિતિ દિલ્હી હાઈકમાન્ડ મેળવી રહ્યું છે. દિલ્હી સ્થિત કોંગ્રેસ હાઈ કમાન્ડ સાથે સંકળાયેલા વ્યક્તિઓ પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ છેલ્લા 25 વર્ષથી શા માટે કોંગ્રેસ જીતી નથી શકી? શા માટે હાર્દિક પટેલનો ફાયદો કોંગ્રેસને ન મળ્યો? શા માટે સ્થાનિક સ્વરાજ્યમાં કોંગ્રેસનો એકડો નીકળી ગયો?  આ સવાલોના જવાબ અલગ અલગ માધ્યમો દ્વારા સીધા રાહુલ ગાંધી દ્વારા મેળવાયા છે. જેમાં તમામ માટે જવાબદાર ગુજરાત કોંગ્રેસ પર રાજ કરી રહેલા નેતાઓ જ ઠર્યા છે.

સુત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર જુન મહિના અંત સુધીમાં ગુજરાત કોંગ્રેસને નવા અધ્યક્ષ અને વિપક્ષ નેતા મળી જશે. જેમાં ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ તરીકે 3 નામોની ચર્ચા થઇ છે અને આ ચર્ચા મુજબ કોંગ્રેસ હાઈ કમાંડ હાલના વિપક્ષ નેતા અને અધ્યક્ષના પાટીદાર- OBC કોમ્બીનેશન ને જાળવી રાખશે પરંતુ હોદ્દાઓની ફેરબદલ કરશે. વિપક્ષ નેતા તરીકે શૈલેષ પરમાર, પૂજા વંશ અથવા લાખાભાઈ ભરવાડનું નામ સામે આવ્યું છે જયારે અધ્યક્ષ પદની રેસ માટે ડો જીતુ પટેલ, મનહર પટેલ, હર્ષદ રીબડીયા, ડો હિમાંશુ પટેલના નામ ચર્ચામાં છે

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે.

Related posts

ભારતના યોગી ગોપાલ દાસનો ‘3 વર્ડ રિયાલિટી’ વીડિયો સમગ્ર વિશ્વમાં સૌથી વધુ થયો વાઈરલ.

Abhayam

HIV અને AIDS સાથે જોડાયેલ હકીકત

Vivek Radadiya

શ્રી ખોડલધામ યુવા સમિતી ઉમરા વેલંજા આયોજિત રક્તદાન કેમ્પમાં 117 બ્લડયુનિટ એકઠું કરાયું.

Abhayam