કોરોનાને કારણે ગુજરાતની સ્થિતિ દિવસેને દિવસે બગડી રહી છે. ક્યાય ઓક્સીજન ઘટે છે તો ક્યાંક વેન્ટીલેટર, ક્યાંક દવાઓ નથી મળી રહી તો ક્યાંક બેડ જ નથી મળી રહ્યા. આવી કપરી પરિસ્થિતિનો સામનો કરતુ ગુજરાત હાલ ભગવાન ભરોશે જીવી રહ્યું છે.
ગુજરાત રાજ્યમાં દરરોજ વધુમાં વધુ લોકો સંક્રમિત થઇ રહ્યા છે અને વધુમાં વધુ લોકો મોતને ભેટી રહ્યા છે. દરરોજ નવા રેકોર્ડ બની રહ્યા છે. ક્યાંક બેડ માટે દર્દીઓ લડત લડી રહ્યા છે તો ક્યાંક સારવાર માટે જીવન અને મોત વચ્ચે લડી રહ્યા છે. તેમાં પણ ખાસ કરીને અમદાવાદ, સુરત અને વડોદરાની સ્થિતિ સતત બગડી રહી છે. ત્યારે સુરતમાંથી એક સારા સમાચાર સામે આવી રહ્યા છે.
આઈસોલેશન સેન્ટર ખરેખર નાના તેમજ મધ્યમ વર્ગીય પરિવારો માટે ખુબજ આશિર્વાદરૂપ બની રહ્યું છે.એડવોકેટ સ્વાતિ ક્યાડા,એડવોકેટ મોનાલી હીરપરા,રચના હીરપરા,પાયલ સાકરીયા,નિરાલી દેસાઈ,દિપ્તી સાકરીયા,મનીષા કુકડિયા,કુંદન કોઠીયા,ઋતા દુઘાગરા ત્યારે મહિલા કોર્પોરેટરો દીવસ-રાત કોરોના દર્દીઓની નિઃસ્વાર્થ ભાવે સેવા કરી રહ્યા છે…
આ પણ વાંચો:અત્યારે જો હું ભારત દેશનો પ્રધાનમંત્રી હોઉ તો…
કોરોનાની મહામારીમાં સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા કતારગામ અને વરાછા સહિત સુરત શહેરમાં અલગ-અલગ ઘણી બધી જગ્યાઓ ઉપર કોવીડ કેર આઇસોલેશન સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે. જેમાં દર્દીઓને ઓક્સિજનયુક્ત સંપૂર્ણ સુવિધાઓ આપવામાં આવી રહી છે. આમ આદમી પાર્ટીના આ કોવિડ કેર સેન્ટરોમાં નિષ્ણાત ડોક્ટરોની ટીમ પણ સતત કાર્યરત રહેતી હોય છે જેને પરિણામે દર્દીઓની હાલતમાં દિનપ્રતિદિન સુધારો આવે છે અને દર્દીઓ ઝડપથી સાજા થઈ પોતાના ઘરે પાછા ફરે છે
સો સલામ છે આવા કોર્પોરેટર ને જે જનતા ના સાચા નગરસેવક સાબિત થયા….