Abhayam News
AbhayamNewsSocial Activity

સુરત ના એલ.પી .એસ શાળા પરિવાર તેમજ સહિયારી સંસ્થા દ્વારા કરાયું રક્ત દાન કેમ્પ નું આયોજન ….

તા.૯ મે ,રવિવાર

સુરત માં ચાલી રહ્યો છે સેવા નો દોર એ વછે સુરત માં એલ.પી .એસ શાળા પરિવાર તેમજ સહિયારી સંસ્થા દ્વારા કરાયું મહા રક્ત દાન કેમ્પ નું આયોજન આયોજન કરવા માં આવ્યું હતું .

18 વર્ષથી ઉપરના લોકો મોટી સંખ્યામાં વેક્સિન માટે રજીસ્ટ્રેશન કરી રહ્યા છે. જેથી નજીકના ભવિષ્યમાં બ્લડની અછત પણ સર્જાવાનો ભય બ્લડ બેંકને સતાવી રહ્યો છે. ત્યારેવરાછા ની એલ.પી .એસ શાળા પરિવાર તેમજ સહિયારી સંસ્થા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ તથા પ્લાઝમા કેમ્પનું આયોજન કરાયું હતું.

સુરત માં કોરોના નો કહેર વધી રહ્યો છે તેવા માં લોકો કે પ્લાઝમાં ની ખુબ જરૂર પડી રહી છે લોકો ની સેવા કોઈ ને કોઈ રીતે કરવા માં આવી રહ્યું છે તેવા માં શાળા પરિવાર પણ ઘીમે ઘીમે લોકો ની સેવા માટે આગળ આવી રહ્યું છે તેવા માં સુરત માં વર્ષા સોસાયટી માં આવેલી એલ.પી.એસ.શાળા પરિવાર તેમજ SRD ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ ઘણી બધી સહિયારી સંસ્થા દ્વારા પ્લાઝમા તેમજ બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવા માં આવ્યું છે જેમાં ડો.સુરેશ સાવજ તેમજ એલ.પી.સવાણી શાળા ના ટ્રસ્ટી દ્વારા જાણવા મળ્યું છે કે ૩૫૦ થી ૪૫૦ બોટલ જેટલું બ્લડ એકત્ર થાય તેવો અંદાજ જાહેર કરવા માં આવીયો છે . જેમાં સવાર ના ૧૦ વાગ્યા થી લોકો ની લાઈન લાગેલી જોવા મળી છે.આ સાથે શાળા પરિવારે વધુ ને વધુ લોકો ને રક્ત દાન કરવા વિનંતી કરી છે.

સામાન્ય રીતે લોકો બીજાની મદદ કરવાના હેતુથી રક્તદાન કરતા હોય છે અને તેમનું એક વખતમાં કરેલું રક્તદાન એ 3 અન્ય લોકોનો જીવ બચાવી શકે છે. એક સર્વે અનુસાર મોટા ભાગના લોકો જેમણે રક્તદાન નથી કર્યું તેમનો રક્તદાન અંગે અભિપ્રાય એ છે કે એમને ક્યારેય રક્તદાન વિશે વિચાર્યું જ નથી. આનો મતલબ એ કે સમાજમાં હજું પણ રક્તદાન અંગે જાગૃતિનો અભાવ છે. જો સમાજમાં રક્તદાન પ્રત્યે જાગૃતિ ફેલાવવામાં આવે અને લોકોને રક્તદાન અને તેની જરૂરિયાત તથા તેનાથી થતા ફાયદા વિશે સમજાવવામાં આવે તો એનાથી સમાજને ખૂબ જ મોટો ફાયદો થઈ શકે છે. આ બાબતે યુવાનોનું ધ્યાન કેંદ્રિત કરવાની તાતી જરૂરિયાત છે. કારણ કે યુવાનો રક્તદાન માટે સક્ષમ હોય છે પણ જાગૃતતાના અભાવે યુવાનોને રક્તદાન માટે પ્રેરી શકાત નથી. હાલમાં જુદી-જુદી બ્લડ બૅન્ક દ્વારા કૉલેજો અને મોટી શૈક્ષણિક સંસ્થાઓમાં રક્તદાન શિબિર યોજી યુવાનોને રક્તદાન માટે પ્રેરિત કરવામાં આવે છે. જે ખૂબ જ આવકારદાયક પગલું છે.

સમગ્ર રાજ્યમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે અને સંક્રમણ વધતું જઈ રહ્યું છે. જેને લઈને સરકાર દ્વારા લોકોને વેક્સિન લેવા માટે અપીલ પણ કરવામાં આવી રહી છે અને બીજી તરફ Suratમાં કોરોના રસી લગાવ્યા પહેલા યુવાનોએ કર્યું રક્ત દાન, રસી લીધા બાદ 28 દિવસ સુધી નથી કરી શકાતું રક્તદાન.શહેરમાં રક્તની અછત ન સર્જાય અને એવા રોગના દર્દીઓ કે જેમને દરરોજ રક્તની જરૂરિયાત ઉભી થાય છે. તેમને હાલાકીનો સામનો ન કરવો પડે એ માટે જાગૃત યુવાઓ રક્તદાન કરી રહ્યા છે અને સાથે અન્ય યુવાઓને પણ બ્લડ ડોનેશન કરવા અપીલ પણ કરી રહ્યા છે.

Related posts

CHAITAR VASAVA ના સમર્થનમાં યોજાનાર સભાના પ્રચાર માટે AAP નું જનસંપર્ક અભિયાન

Vivek Radadiya

વર્લ્ડ કપ 2023ના પ્લેઇંગ-11ની જાહેરાત

Vivek Radadiya

લોકસભા ચૂંટણી પહેલા ભાજપ 400ના આંકડાને પર કરવા કવાયતમાં લાગ્યું

Vivek Radadiya

1 comment

Comments are closed.