Abhayam News
Abhayam

ભારતના અર્થતંત્રની સાથે શેરબજાર પણ બનાવશે નવા રેકોર્ડ

Along with India's economy, the stock market will also create new records

ભારતના અર્થતંત્રની સાથે શેરબજાર પણ બનાવશે નવા રેકોર્ડ ભારતના શેરબજારમાં લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપિટલાઇઝેશન ઓક્ટોબરના અંતે 3700 અબજ ડોલર થયું હતું. તે જ સમયે હોંગકોંગના શેરબજારનું માર્કેટ કેપિટલાઇઝેશન 3900 અબજ ડોલર હતું. એટલે કે બંને સ્ટોક એક્સચેન્જ વચ્ચે રકમનો મોટો તફાવત નથી.

Along with India's economy, the stock market will also create new records

ભારતીય અર્થતંત્ર નવી નવી ઊંચાઈઓને સ્પર્શી રહ્યું છે. ભારતની આર્થિક વૃદ્ધિ દુનિયાના જુદા-જુદા અર્થવ્યવસ્થાઓ કરતાં ઘણી સારી છે. વર્ષ 2027 સુધીમાં તે વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની શક્યતા છે, એટલે કે તે જાપાનને પાછળ છોડી દેશે. ભારતે પહેલાથી જ બ્રિટનને પાછળ છોડીને વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની છે.

હોંગકોંગના શેરબજારને પાછળ છોડશે

ટૂંક સમયમાં તેની અસર ભારતીય શેરબજારમાં જોવા મળશે અને તે પણ નવો રેકોર્ડ બનાવશે. ભારતીય શેરબજાર આવનારા સમયમાં હોંગકોંગના શેરબજારને પાછળ રાખી દેશે તેવી શક્યતા છે. કુલ માર્કેટ કેપિટલાઈઝેશનની દ્રષ્ટિએ આ વિશ્વનું સાતમું સૌથી મોટું સ્ટોક માર્કેટ હશે.

Along with India's economy, the stock market will also create new records

માર્કેટ કેપિટલાઇઝેશન ઓક્ટોબરના અંતે 3700 અબજ ડોલર

ભારતના શેરબજારમાં લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપિટલાઇઝેશન ઓક્ટોબરના અંતે 3700 અબજ ડોલર થયું હતું. તે જ સમયે હોંગકોંગના શેરબજારનું માર્કેટ કેપિટલાઇઝેશન 3900 અબજ ડોલર હતું. એટલે કે બંને સ્ટોક એક્સચેન્જ વચ્ચે રકમનો મોટો તફાવત નથી અને આ દાવો વર્લ્ડ ફેડરેશન ઓફ એક્સચેન્જ દ્વારા પણ કરવામાં આવ્યો છે.

દેશના આર્થિક સૂચકાંકો મજબૂત સ્થિતિમાં

નવેમ્બર અને ડિસેમ્બર દરમિયાન ભારતના શેરબજારમાં વધુ ઉછાળો જોવા મળ્યો છે. ત્રણ રાજ્યમાં ભાજપની જીત બાદ રોકાણકારોનો વિશ્વાસ વધ્યો છે. દેશના આર્થિક સૂચકાંકો પણ મજબૂત સ્થિતિમાં જોવા મળી રહ્યા છે.

Along with India's economy, the stock market will also create new records

દુનિયાનું 7 માં નંબરનું સૌથી મોટું શેરબજાર

ભારતનું શેરબજાર દુનિયાનું 7 માં 7 નંબરનું સૌથી મોટું શેરબજાર બનવા જઈ રહ્યું છે. તેનો અર્થ એ કે ત્યારબાદ તેનાથી આગળ ફક્ત ન્યુયોર્ક સ્ટોક એક્સચેન્જ, નાસ્ડેક, શાંઘાઈ, યુરોનેક્સ્ટ, જાપાન અને શેનઝેનનાં શેરબજાર છે. વર્ષ 2023 પર નજર કરીએ તો, સેન્સેક્સમાં 14% નો વધારો થયો છે અને નિફ્ટીમાં 15 ટકાનો વધારો થયો છે. તે જ સમયે હોંગકોંગના હેંગશેંગ ઈન્ડેક્સમાં 17% નો ઘટાડો જોવા મળ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

કોરોના કેસો વધતા રાજ્ય સરકારે લીધો મહત્વનો નિર્ણય- કર્ફ્યુના સમય ગાળામાં કર્યો વધારો..

Abhayam

ટાઈમ આઉટ વિવાદમાં મોટો વળાંક

Vivek Radadiya

જે બી બ્રધર્સ હીરા કંપનીના રત્નકલાકારોના ધરણા

Vivek Radadiya