Abhayam News
AbhayamNews

સુરત : વેકસીનેશન વિશે AAP ના યુવા કોર્પોરેટરે કહી દીધી મોટી વાત : કરી આ ખાસ માંગ

વેકસીનેશન ની પ્રક્રિયા જે જે જગ્યાઓ પર ચાલી રહી છે ત્યાં ગાર્ડ અને કેમેરા ની વ્યવસ્થાઓ કરવી જોઈએ : પાયલ સાકરીયા, નગર સેવક, AAP

 સુરત મહાનગરપાલિકામાં ભાજપના 93 નગરસેવકો અને આમ આદમી પાર્ટીના 27 નગરસેવકો વચ્ચે કેટલીક બાબતોને લઈને રાજકીય ધમાસણ ચાલી રહ્યું છે, ત્યારે આમ આદમી પાર્ટીના નગરસેવકોએ રાજકીય ધમાસણ વચ્ચે પણ પોતાની નૈતિક જવાબદારી સતત નિભાવી છે. કારણ કે આમ આદમી પાર્ટીના નગરસેવકો સૌથી શિક્ષિત અને યુવા નગરસેવકો છે.જેઓ વર્તમાન સમયની માંગને સારી રીતે જાણે છે.જોકે હાલમાં સુરતમાં ચાલી રહેલ વેક્સિનેશન ની પ્રક્રિયા માં લોકો સહકાર આપે અને વેક્સિનેશન માટે જાગૃત બને તેને લઈને પણ આમ આદમી પાર્ટીના નગરસેવકોની કામગીરી સતત પ્રશંસનીય રહી છે.

તાજેતરમાં આમ આદમી પાર્ટીના સૌથી યુવા નગરસેવકે પુણાગામ સરકારી દવાખાનામાં ચાલી રહેલ વેક્સિનેશન ની કામગીરી ની મુલાકાત લીધી હતી. જોકે આ દરમિયાન વેક્સિનેશન લેવા માટે આવેલા લોકો અને આ પ્રક્રિયામાં રોકાયેલા સ્ટાફ વચ્ચે ઉગ્ર બોલાચાલી ચાલી થઈ રહી હતી. ત્યારે આ નગરસેવકે વચ્ચે પડીને લોકોને સમજાવ્યા હતા અને વેક્સિનેશન ની પ્રક્રિયા માં સતત સહકાર આપવા માટે અનુરોધ કર્યો હતો. નગરસેવક પાયલ સાકરીયા એ પોતાની સોશિયલ મીડિયા પર આ અંગે લખ્યું છે કે…..

આજે પુણાગામ સરકારી દવાખાના ખાતે ચાલી રહેલી વેકસીનેશન ની પ્રક્રિયા દરમીયાન સ્ટાફ અને વેકસીન લેવા આવેલ લોકો વચ્ચે બોલાચાલી જેવા દ્રશ્યો સર્જાયા હતા જેનું કારણ હતું કે વેકસીન પતિ ગઈ હતી અને લોકો ટોકન લઈને લાઇન માં હતા.આ બોલાચાલી થયા બાદ ત્યાં રૂબરૂ જઈને બંને બાજુ સમજાવી ને મામલો શાંત કર્યો હતો પરંતુ સ્ટાફ અને લોકો બંને એ કોરોના સામે ની લડાઈ માં એક બીજા ને પૂરતો સહયોગ આપી ને શાંતિમય વાતાવરણ સાથે કોરોના સામે લડવું જોઈએ. આપણે આંતરિક લડાઈ નહિ પણ કોરોના સામે લડાઈ લડવાની છે અને આવી ઘટના ઓ ઘણી જગ્યા એ સામે આવતી હોય છે.સરકાર મોટી મોટી જાહેરાતો તો કરે જ છે પણ ખરેખર વેકસીનેશન ની પ્રક્રિયા જે જે જગ્યાઓ પર ચાલી રહી છે ત્યાં ગાર્ડ અને કેમેરા ની વ્યવસ્થાઓ કરવી જોઈએ જેથી કોઈ જાત નું ઘર્ષણ ના થાય અને કોઈ પણ જગ્યા એ કોઈ જાતનું ઘર્ષણ ના સર્જાય એવી તંત્ર એ સિસ્ટમ બનાવવી જોઈએ. આપણે બધા એ એક થઈને કોરોના સામે ની લડાઈ જીતવાની છે આપણે સૌ એ જીતવાનું છે અને કોરોના ને હરાવવા નો છે.

Related posts

સુરત:-કોંગ્રેસ નેતાનો સલાબતપુરાના PSI પર આરોપ લગાવ્યો..જાણો સમગ્ર ઘટના

Abhayam

Reliance Jio એ લોન્ચ કર્યું જિયો સ્પેસફાઈબર

Vivek Radadiya

PM મોદીના ગુજરાત પ્રવાસનો કાર્યક્રમ જાહેર

Vivek Radadiya