Abhayam News
AbhayamGujarat

જુનાગઢમાં નકલી ટોલનાકું વિવાદમાં

Junagadh Fake Toll Controversy

જુનાગઢમાં નકલી ટોલનાકું વિવાદમાં મોરબી બાદ જુનાગઢ ટોલનાકું વિવાદમાં જેતપુરથી સોમનાથ હાઈવે ઉપરનું ટોલનાકું ફક્ત નામનું હાઈવે ઉપરના ગોદાઈ ગામ પાસે થાય છે ગોટાળો ગોદાઈથી બારોબાર વાહનોને જવા દેવામાં આવે છે અમુક તત્વો અંગત ફાયદા માટે ઉઘરાવે છે પૈસા ભારે વાહનો સહિતના વાહનો ટોલ ભર્યા વગર પસાર થાય છે ગામલોકોએ રસ્તો તૂટે નહી તે માટે કર્યું હતું આંદોલન ટોલ નાકાથી 500 મીટર દૂર ગામના રસ્તેથી ટ્રાફિક ડાયવર્ટ

Junagadh Fake Toll Controversy

જુનાગઢમાં નકલી ટોલનાકું વિવાદમાં

ગુજરાતમાં હવે એવી સ્થિતિ છે કે શું અસલી અને શું નકલી એ સમજાતુ નથી. પરંતુ અસલી અને નકલીના ભેદ વચ્ચે ગુજરાતની જનતા પીસાઈ રહી છે. તાજેતરમાં જ મોરબીમાં આખેઆખું ટોલનાકુ નકલી પકડાયું હતું. જેના પરથી કરોડોનો ટોલ વસૂલાયો હોવાનો પણ ખુલાસો થયો હતો. ત્યારે હવે મોરબી બાદ ગુજરાતના વધુ એક જિલ્લામાંથી નકલી ટોલનાકું પકડાયું છે. જુનાગઢમાં વાહનોને ડાયવર્ટ કરી પૈસા ઉઘરાવાતા હોવાનો આક્ષેપ ઉઠ્યો છે. 

Junagadh Fake Toll Controversy

ટોલનાકા નજીકથી વાહનોને ડાયવર્ટ કરી પૈસાનું ઉઘરાણું કરાય છે 
જૂનાગઢના વંથલી નજીક આવેલા ગાદોઈ ટોલનાકે પણ અસામાજિક તત્વો દ્વારા ટોલનાકા નજીકથી વાહનોને ડાયવર્ટ કરી પૈસાનું ઉઘરાણું કરાતું હોવાનો ટોલનાકાના મેનેજર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ આ મામલે ગાદોઈ ગામના મહિલા સરપંચના પતિ કહી રહ્યા છે કે, ગામના રસ્તેથી વાહનચાલકોને પસાર થતા તેઓ રોકી શકે નહીં. આ બાબતે ટોલનાકાના મેનેજમેન્ટ દ્વારા ભૂતકાળમાં પણ તંત્રને લેખિત રજૂઆત કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

હાર્દિક પટેલે:-ખોડલધામ ખાતે પાટીદારોની બેઠક બાદ આપ્યું આ નિવેદન..

Abhayam

કોણ છે અમિતાભ બચ્ચનના જમાઈ નિખિલ નંદા ?

Vivek Radadiya

શહેરના મોટા બ્રિજ પર ગાબડા પડતાં પૂર્વ સાંસદ જુગલજી ઠાકોરે ઉઠાવ્યા સવાલો

Vivek Radadiya