Abhayam News
AbhayamNews

ફક્ત આ લોકો જ થઈ શકશે યાત્રામાં સામેલ:-જગન્નાથ પુરીની રથયાત્રાને લઈને મોટો નિર્ણય

કોરોના સંક્રમણના કારણે આ વર્ષે પણ ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથીની રથયાત્રા પર પ્રતિબંધ યથાવત રાખવામાં આવ્યો છે. જોકે કોવિડ-19 ગાઈડલાઈન્સની સાથે યાત્રાનું આયોજન થશે. રથાયાત્રાને ભક્તો વગર ફક્ત સેવકોની સાથે જ કાઢવામાં આવશે. તેની સાથે જ કોરોનાનો નેગેટિવ રિપોર્ટ અને વેક્સિન લગાવી ચુકેલા સેવક જ યાત્રામાં સામેલ થઈ શકશે. 

કોરોના સંક્રમણને કારણે સરકારે લીધો આ નિર્ણય
પુરીમાં જગન્નાથ યાત્રાને લઈને મોટો નિર્ણય

આવતા મહિને 12 જુલાઈએ પુરીમાં રથ યાત્રા યોજવામાં આવશે. કોરોનાને ધ્યનમાં રાખીને શ્રદ્ધાળુઓને સામેલ કરવા પર રોક લગાવવામાં આવી છે. એવામાં ઓડિશા સરકારે દુરદર્શનને રથયાત્રાનું સીધુ પ્રસારણ કરવાની અપીલ કરી છે. જેથી લોકો ઘરમાં જ દર્શન કરી શકે. ગયા વર્ષે પણ સરકારે સુધા પ્રસારણની વ્યવસ્થા કરી હતી.  

ગત વર્ષે સુપ્રીમ કોર્ટે 18 જૂન 2020એ કોરોના મહામારીને જોતા રથ યાત્રા પર રોક લગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે 11 ગાઈડલાઈન જાહેર કરી હતી. જેમાં કર્ફ્યુનો પણ સમાવેશ થાય છે. ઓડિશા સરકારે જણાવ્યું હતું કે લોકોની ઉપસ્થિતિ વગર આ ઉત્સવનું સંચાલન સંભવ નથી. જ્યાર બાદ કોર્ટે રથયાત્રા યોજવા અંગે સ્પષ્ટતા કરી હતી. કોર્ટે પુરીમાં પ્રવેશ દ્વાર બંધ કરવા અને રાજ્ય સરકારને કર્ફ્યુ લગાવવાનો આદેશ આપ્યો હતો. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

વાંકાનેરના વઘાસિયાના ગેરકાયદે ટોલનાકા મુદ્દે મોટો ખુલાસો

Vivek Radadiya

આડવાણી અને મુરલી મનોહર જોશીને પ્રાણ પ્રતિષ્ઠામાં ન આવવા વિનંતી કરી

Vivek Radadiya

ભગવાન જગન્નાથ નીકળશે નગરચર્યાએ….

Abhayam