Abhayam News
AbhayamGujarat

ગુજરાતના 2 IAS અધિકારીઓનું પ્રમોશન

Promotion of 2 IAS officers from Gujarat

 ગુજરાતના 2 IAS અધિકારીઓનું પ્રમોશન રાજ્યમાં બે IAS  અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે. જેમાં ઈન્ડસ્ટ્રીઝ એન્ડ માઈન્સ વિભાગનાં સચિવ હારિત શુક્લાનું અગ્ર સચિવ તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. દિલ્લી કેન્દ્રીય ચૂંટણી પંચમાં ડેપ્યુટી ઈલેક્શનુ કમિશ્નર અજય ભાદૂને અગ્ર સચિવ તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. સામાન્ય વહીવટ વિભાગે નોટીફીકેશન જાહેર કર્યું છે. વર્ષ 2011 નાં 10 IAS અધિકારીઓને સિલેક્શન ગ્રેડ અપાયો છે. 

ગુજરાત સરકારના એડિશનલ ચીફ સેક્રેટરી કમલ દયાની દ્વારા હાલમાં પરિપત્ર જાહેર કરાયો છે જેમાં રાજ્યના 5 IASની બદલી સાથે તેમના કાર્યભારમાં વિવિધ રીતે વધારો કરવામાં આવ્યો છે. IAS મનીષા ચંદ્રા કે જેઓ ગુજરાત સરકારના ફાયનાન્સ ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતા હતા તેઓને હવે રૂરલ ડેવલોપમેન્ટ વિભાગની જ્વાબદારી સોપાઈ છે.

ગુજરાતના 2 IAS અધિકારીઓનું પ્રમોશન

IAS કે.એમ ભીમજીયાનીકે જેઓ ગુજરાત સરકારના એગ્રીકલ્ચર, ફાર્મર વેલ્ફેર & ડિપાર્ટમેન્ટ ફરજ બજાવતા હતા. જેમને IAS મનીષા ચંદ્રાની ફાયનાન્સ ડિપાર્ટમેન્ટની ખાલી પડેલી જગ્યાએ જ્વાબદારી સોપાઈ છે.

IAS એ.કે રાકેશ કે જેઓ ગુજરાત સરકારના એગ્રીકલ્ચર, ફાર્મર વેલ્ફેર ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતા હતા જોકે હવે તેઓને એડિશનલ ચાર્જ એટ્લે કે કાર્યભારમાં વધારો કરવામાં આવ્યો છે. જેમને હાલ એનિમલ હસબન્ડરી , કાઉ બ્રીડિંગ વગેરે ખાતાનો ચાર્જ સોપવામાં આવ્યો છે.

IAS સ્વરૂપ પી કે જેઓ ગુજર્તા સરકારના કમિશ્નર ઓફ લેન્ડ રીફોર્મ અંગેન કામગીરી કરતાં હતા જેમને હવે વધારાના કાર્યભાર તરીકે રેવન્યુ ડિપાર્ટમેન્ટનો ચાર્જ સોપાયો છે.

IAS વિજય નેહરા કે જેઓ ગુજરાત સાકરના સાયનસ  અને ટેકનૉલોજિ વિભાગમાં ફરજ બજાવતા હતા. જેઓ હવે Dholera- SIR પ્રોજેક્ટની કમાન સંભાળશે.  એટલેકે તમામ મહત્વના ખાતાઓમાં બદલી સાથે કાર્યભારમાં વધારો કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

સુરતઃ ફૂટપાથ પર ઊંઘતા મજૂરો પર ડંપર ફરી વળતા 15નાં મોત, 2 લાખની સહાયની જાહેરાત

Abhayam

1 રૂપિયાની કિંમતનો શેર 550 રૂપિયાને પાર

Vivek Radadiya

પીએમ મોદીએ ચેટજીપીટી વિશે કહી આ વાત

Vivek Radadiya