Abhayam News
AbhayamGujarat

પીએમ પદને લઈ સી-વોટરનો એક મહત્વનો સર્વે સામે આવ્યો

An important survey of C-Water came out about the post of PM

પીએમ પદને લઈ સી-વોટરનો એક મહત્વનો સર્વે સામે આવ્યો opinion polls: આવતા વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાઈ રહ્યું છે. તમામ પક્ષોએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપ હેટ્રિક ફટકારીને ત્રીજી વખત કેન્દ્રમાં સત્તા જાળવી રાખવાનો પ્રયાસ કરશે. તો વિપક્ષી ગઠબંધન INDIA તેને હટાવવા માટે તમામ તાકાતનો ઉપયોગ કરશે. વિપક્ષ દ્વારા પીએમનો કોઈ ચહેરો રજૂ કરવામાં આવ્યો નથી.

An important survey of C-Water came out about the post of PM

    જો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે રાહુલ ગાંધી સૌથી મોટો પડકાર માનવામાં આવે છે. લોકસભા ચૂંટણી 2024ની આ તૈયારીઓ વચ્ચે સી-વોટરે એબીપી ન્યૂઝએ એક મહત્વનો સર્વે હાથ ધર્યો હતો. જેમાં તેણે લોકોને પૂછ્યું કે જો તમારે સીધા વડાપ્રધાન પસંદ કરવાના હોય તો તેઓ કોને પસંદ કરશે? લોકોએ જેનો પ્રશ્નનો ચોંકાવનારો જવાબ આપ્યો છે.

    પીએમને લઈ સર્વ
    જો તમારે સીધુ પીએમ પદ પસંદ કરવું હોય તો તમે કોને પસંદ કરશો? આ સવાલના જવાબમાં 59 ટકા લોકોએ કહ્યું કે તેઓ વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વધુ એક વાર PM તરીકે સ્વીકારશે. 32 ટકા લોકોએ કહ્યું કે તેઓ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને પસંદ કરશે. 4 ટકા એવા પણ હતા જેમણે કહ્યું હતું કે તેઓ બંનેમાંથી કોઈની પસંદગી કરશે નહીં. 5 ટકા લોકોએ આ પ્રશ્નનો જવાબ ખબર નથી તેવો જવાબ આપ્યો હતો.

    પીએમ પદની ચૂંટણી હોય તો તમે કોને ચૂંટશો ?

    • નરેન્દ્ર મોદી    59 ટકા
    • રાહુલ ગાંધી    32 ટકા
    • બંને નહીં    4 ટકા
    • ખબર નથી    5 ટકા

    પીએમ પદને લઈ સી-વોટરનો એક મહત્વનો સર્વે સામે આવ્યો

    પાર્ટીની વોટ ટકાવારી 10 ટકા વધારવા આહ્વાન
    ભારતીય જનતા પાર્ટીએ 2024ની લોકસભા ચૂંટણીમાં વિશાળ જીત માટે તડામાર તૈયારીઓ શરૂ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંગઠનના મુખ્ય નેતાઓને પાર્ટીની વોટ ટકાવારી 10 ટકા વધારવા માટે કામ કરવા કહ્યું છે. શનિવારે બે દિવસીય મંથન બેઠકના સમાપન દિવસે ભાજપના રાષ્ટ્રીય પદાધિકારીઓ અને પ્રદેશ પ્રમુખોને સંબોધતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, ભાજપનું પ્રદર્શન એવું હોવું જોઈએ કે વિપક્ષ સ્તબ્ધ થઈ જાય.

    વિપક્ષી ગઠબંધન ઈન્ડિયા અને ભાજપ વચ્ચે સીધી લડાઈ થવાની સંભાવના છે. 2019ની ચૂંટણીમાં શાસક પક્ષને 37 ટકાથી વધુ વોટ મળ્યા હતા. જ્યારે તેમના નેતૃત્વમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સને લગભગ 45 ટકા વોટ મળ્યા હતા. રાહુલ ગાંધી મોદી સરકારની નીતિઓ સામે સૌથી વધુ અવાજ ઉઠાવે છે. વિપક્ષે પીએમ પદ માટે પોતાની તરફથી કોઈ ચહેરાની જાહેરાત કરી નથી. 

    નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

    વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

    તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

    Related posts

    રાજસ્થાનમાં મુખ્ય સ્પર્ધા સત્તાધારી કોંગ્રેસ અને ભાજપ વચ્ચે છે

    Vivek Radadiya

    ચૈતર વસાવાના કેસમાં હવે આંતરરાષ્ટ્રીય માનવ અધિકારની એન્ટ્રી, જાણો વિગતે

    Vivek Radadiya

    SMC એ ફાયર સેફ્ટીના અભાવે આટલી હોસ્પિટલ અને દુકાન સીલ કરી..

    Abhayam