Abhayam News
Abhayam

146 વર્ષના ક્રિકેટ ઈતિહાસમાં ‘ટાઈમ આઉટ’ થનાર પ્રથમ ખેલાડી

time out

146 વર્ષના ક્રિકેટ ઈતિહાસમાં ‘ટાઈમ આઉટ’ થનાર પ્રથમ ખેલાડી શ્રીલંકાના મિડલ ઓર્ડર બેટ્સમેન એન્જેલો મેથ્યુસને ટાઈમ આઉટ આપવામાં આવ્યો હતો. તે વન-ડે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ટાઇમ આઉટ તે પ્રથમ ખેલાડી બની ગયો છે. મેથ્યુઝ એક પણ બોલ રમ્યો ન હતો અને તેને પેવેલિયન પરત ફરવું પડ્યું હતુ. ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો.

ODI વર્લ્ડ કપ 2023માં આજે 6 નવેમ્બરના રોજ બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં વિવાદ જોવા મળ્યો હતો. શ્રીલંકાના મિડલ ઓર્ડર બેટ્સમેન એન્જેલો મેથ્યુસને ટાઈમ આઉટ આપવામાં આવ્યો હતો. તે વન-ડે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ટાઇમ આઉટ તે પ્રથમ ખેલાડી બની ગયો છે.

146 વર્ષના ક્રિકેટ ઈતિહાસમાં ‘ટાઈમ આઉટ’ થનાર પ્રથમ ખેલાડી

મેથ્યુઝ એક પણ બોલ રમ્યો ન હતો અને તેને પેવેલિયન પરત ફરવું પડ્યું હતુ. તેની સાથે બનેલી ઘટનાથી ક્રિકેટ જગતમાં વિવાદ સર્જાયો છે. આ ઘટનાના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

અમ્પાયર મેથ્યુસ પાસે ગયા અને તેને પાછા જવા કહ્યું, મેથ્યુસ થોડીવાર અમ્પાયર સાથે દલીલ કરતો રહ્યો અને પછી પેવેલિયન પરત ફર્યો. અમ્પાયરના આ નિર્ણયથી મેથ્યુઝ સહિત આખી શ્રીલંકન ટીમ ચોંકી ગઈ હતી. પેવેલિયન પરત ફરતા સમયે મેથ્યુઝે ગુસ્સામાં પોતાનું હેલમેટ ફેંકી દીધુ હતુ.

નિયમ શું કહે છે?

નિયમ 40.1.1 મુજબ, વિકેટ પડી ગયા પછી, તેની પછીનો બેટ્સમેન 3 મિનિટની અંદર આગળનો બોલ રમવા માટે તૈયાર હોવો જોઈએ. જો આમ ન થાય તો બોલિંગ ટીમ અપીલ કરે તો બેટ્સમેનને આઉટ જાહેર કરી શકાય છે. આમાં બોલરને વિકેટનો શ્રેય મળતો નથી.

.નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

.

Related posts

સુરત:-સુમન સ્કુલમાં ચાલુ વર્ષથી ધોરણ-11ના વર્ગ, આવતા વર્ષે ધોરણ-12 શરુ થશે..

Abhayam

નવરાત્રિને લઈને પોલીસે જાહેરનામું બહાર પાડ્યું, આયોજકોએ CCTV સાચવી રાખવા આદેશ 

Archita Kakadiya

‘અંધારી’માં થયો ઉજાશ….

Abhayam