Abhayam News
AbhayamGujaratTechnology

છેલ્લા 15 દિવસમાં વિદેશી પૈસાનો ભારતમાં થયો વરસાદ

Foreign money rained in India in last 15 days

છેલ્લા 15 દિવસમાં વિદેશી પૈસાનો ભારતમાં થયો વરસાદ ભારત પર અમેરિકા અને યૂરોપિયન દેશોનો પ્રેમ જોઈને ચીન ચિંતામાં મુકાયુ છે. ત્યારે બીજી તરફ પાકિસ્તાન પણ આખી દુનિયાનો ભારત પ્રત્યેનો પ્રેમ જોઈને રડવા લાગ્યુ છે. જો મુસ્લિમ દેશોની વાત કરીએ તો સાઉદી અરબથી લઈને યુએઈ અને અન્ય ખાડી દેશ પણ પાકિસ્તાન તરફથી મોઢું ફેરવીને ભારત તરફ આવી રહ્યા છે. આઈપીએલ અને દેશના બીજા પ્રોજેક્ટસમાં પૈસા લાગી રહ્યા છે.છેલ્લા 15 દિવસમાં વિદેશી પૈસાનો ભારતમાં થયો વરસાદ

Foreign money rained in India in last 15 days

ભારતીય શેરબજાર ઓલ ટાઈમ હાઈ પર છે. બજારને ટોચ પર લઈ જવામાં વિદેશી રોકાણકારોનો મોટો હાથ છે. છેલ્લા 15 દિવસની વાત કરીએ તો વિદેશી રોકાણકાર લગભગ 52 હજાર કરોડ રૂપિયાથી વધારેનું રોકાણ કરી ચૂક્યા છે. જ્યારે વર્ષ 2023માં 2 લાખ કરોડ રૂપિયાથી વધારેનું રોકાણ વિદેશમાંથી આવી ચૂક્યુ છે. ભારત પર અમેરિકા અને યૂરોપિયન દેશોનો પ્રેમ જોઈને ચીન ચિંતામાં મુકાયુ છે. ત્યારે બીજી તરફ પાકિસ્તાન પણ આખી દુનિયાનો ભારત પ્રત્યેનો પ્રેમ જોઈને રડવા લાગ્યુ છે. જો મુસ્લિમ દેશોની વાત કરીએ તો સાઉદી અરબથી લઈને યુએઈ અને અન્ય ખાડી દેશ પણ પાકિસ્તાન તરફથી મોઢું ફેરવીને ભારત તરફ આવી રહ્યા છે. આઈપીએલ અને દેશના બીજા પ્રોજેક્ટસમાં પૈસા લાગી રહ્યા છે.

15 દિવસમાં લગભગ 52 હજાર કરોડ રૂપિયાનું રોકાણ

Foreign money rained in India in last 15 days

છેલ્લા 15 દિવસમાં વિદેશી રોકાણકારોનો ભારત પ્રત્યેનો પ્રેમ દેખાઈ રહ્યો છે. ડિસેમ્બર મહિનામાં પ્રથમ 15 દિવસમાં ભારતના બજારમાં લગભગ 52 હજાર કરોડ રૂપિયા એટલે કે 6.23 બિલિયન ડોલરનું રોકાણ થઈ ચૂક્યુ છે. નેશનલ સિક્યોરિટી ડિપોઝિટરીના આંકડા મુજબ FPI ડિસેમ્બરના પ્રથમ 15 દિવસમાં જેટલુ રોકાણ કર્યુ છે, તે એક રેકોર્ડ છે. અત્યાર સુધી કોઈ પણ મહિનાના પ્રથમ 15 દિવસમાં વિદેશી રોકાણકારોએ રોકાણ કર્યુ નથી.

શું તુટશે જૂન મહિનાનો રેકોર્ડ?

હાલ તો હજુ માત્ર 15 દિવસની વાત છે, બાકી 15 દિવસમાં વિદેશી રોકાણકારોનું રોકાણ વધશે. ત્યારબાદ સૌથી મોટો સવાલ ઉભો થશે કે શું જૂન 2023નો રેકોર્ડ તુટશે? આ વર્ષે જૂન 2023માં વિદેશી રોકાણકારોએ ભારતના બજારમાં સૌથી વધારે 56,258 કરોડ ઈક્વિટી અને ડેટ બંનેમાં સામેલ રોકાણ કર્યુ હતું. ઈક્વિટીમાં 47,148 કરોડ રૂપિયા અને ડેટમાં 9178 કરોડ રૂપિયાનું રોકાણ હતું. ડિસેમ્બર મહિનામાં આ રેકોર્ડ તુટી શકે છે. ખાસ વાત તો એ છે કે આખા વર્ષમાં માત્ર 4 જ મહિના એવા છે, જેમાં વિદેશી રોકાણકારોએ પોતાના પૈસા રોક્યા હતા

Foreign money rained in India in last 15 days

6 વર્ષમાં પ્રથમ વખત 2 લાખ કરોડનું રોકાણ

વર્ષ 2023માં દેશના બજારમાં વિદેશી રોકાણકારોએ 2 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કર્યુ છે. 6 વર્ષ બાદ ભારતમાં વિદેશી રોકાણકારોએ એક વર્ષમાં 2 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કર્યુ છે. છેલ્લા 10 વર્ષમાં આ ત્રીજી વખત તક છે, જ્યારે વિદેશી રોકાણકારોનું રોકાણ 2 લાખ કરોડ રૂપિયાને પાર પહોંચી ગયુ છે. વર્ષ 2014માં જ્યારે નરેન્દ્ર મોદી દેશા વડાપ્રધાન બન્યા હતા, તે વર્ષે કુલ 2.56 લાખ કરોડ રૂપિયાનું રોકાણ વિદેશી રોકાણકારોએ ભારતના બજારમાં કર્યુ હતું. છેલ્લા 10 વર્ષમાં 3 વર્ષ જ એવા આવ્યા જ્યારે વિદેશી રોકાણકારોએ પોતાના પૈસા બજારમાંથી ઉપાડ્યા છે. જેમાં વર્ષ 2022, 2018 અને 2016 સામેલ છે.

ચીન અને પાકિસ્તાનમાં વિદેશી રોકાણ

જો ચીનની વાત કરીએ તો ચીનના શેરબજારોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. શંઘાઈથી લઈ હોંગકોંગ સુધી વિદેશી રોકાણકારોના રોકાણમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. હાલના વર્ષમાં શંઘાઈ ઈન્ડેક્સ લગભગ 6 ટકા સુધી ઘટી ચૂક્યો છે. ત્યારે બીજી તરફ હોંગકોંગનું હેંગસેંગ 17.45 ટકા સુધી ડુબી ચૂક્યા છે. ચીનના બંને ઈન્ડેક્સમાં વિદેશી રોકાણકારોનો ફ્લો સતત ઓછો થયો છે. વિદેશી રોકાણકાર સતત પોતાના પૈસા કાઢી રહ્યા છે, જેના કારણે ચીનના બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

Foreign money rained in India in last 15 days

ત્યારે પાકિસ્તાન ક્યારેક ચીન સામે તો ક્યારેક ખાડી દેશો સામે અને હંમેશા આઈએમએફ અને વર્લ્ડ બેન્ક સામે વાટકો લઈને ઉભુ રહે છે. જો વાત પાકિસ્તાનના બજારની કરીએ તો ભારત, ચીન, જાપાન, કોરિયા અને અન્ય દેશોના મુકાબલે ખુબ જ નાનું છે. સાથે જ ડોલરના મુકાબલે પાકિસ્તાનના રૂપિયામાં મોટો ઘટાડો થયો છે. સપ્ટેમ્બર ત્રિમાસિકમાં પાકિસ્તાનમાં એફપીઆઈનું રોકાણ માત્ર 9 મિલિયન ડોલર એટલે કે 253 કરોડ પાકિસ્તાની રૂપિયા છે, જે ભારતના મુકાબલે ખુબ જ ઓછું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

બિહારમાં લાગુ થયું 75 ટકા અનામત

Vivek Radadiya

જાણો:-કેપ્ટન કોહલીએ જાણો હાર માટે કોને જવાબદાર ઠેરવ્યા..

Abhayam

Video:ભાજપના નેતા પ્રશાંત કોરાટ પોલીસ સામે દંડાથી AAPના કાર્યકર્તાને ફટકારતા…

Abhayam

2 comments

Comments are closed.