Abhayam News
AbhayamGujaratPolitics

આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ચૈતર વસાવા ચૂંટણી લડશે  

Chaitar Vasava will contest the election as Aam Aadmi Party candidate

આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ચૈતર વસાવા ચૂંટણી લડશે   AAP MLA Chaitar Vasava : આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, આપ નેતા ગોપાલ ઇટાલીયાએ ચૈતર વસાવાને લઈ મોટું નિવેદન આપ્યું છે. ગોપાલ ઇટાલીયાએ ડેડીયાપાડા ખાતે જાહેરાત કરી કે, 2024માં લોકસભા ચૂંટણીમાં ભરુચથી ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે. નોંધનિય છે કે વન કર્મીઓ પર હુમલો, હવામાં ફાયરિંગ સહિતના ગુનામા દેડિયાપાડા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા દોઢ મહિનાથી ફરાર છે.

Chaitar Vasava will contest the election as Aam Aadmi Party candidate

ભરૂચના રાજકારણને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે કે, ગોપાલ ઇટાલીયાએ 2024ની લોકસભા ચૂંટણીમાં ભરુચથી ચૈતર વસાવા ચૂંટણી લડશે તેવું નિવેદન આપ્યું છે. ડેડીયાપાડા ખાતે  આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે, ચૈતર વસાવા પર સત્તાધારી પાર્ટી દ્વારા ખૂબ જ અત્યાચાર કરાઇ રહ્યો છે. જેથી હવે અમે લોકસભા ચૂંટણીમાં ચૈતરભાઈને સંસદ સભ્ય બનાવીને ન્યાય મેળવીશું . 

આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ચૈતર વસાવા ચૂંટણી લડશે  

Chaitar Vasava will contest the election as Aam Aadmi Party candidate

પોલીસ-કોર્ટથી ન્યાય મળશે તે આશાથી બેસી શકાય નહીં-ઇટાલીયા
ડેડીયાપાડા સર્કિટ હાઉસ ખાતે મળેલી AAPની બેઠકમાં ધારાસભ્ય ચૈતર વસાવાને ભરૂચના સાંસદ બનાવીને જ ન્યાય અપાવવાનો નિર્ણય લેવાયો છે. સર્કિટ હાઉસ ખાતે AAP પૂર્વ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે, હવે ચૈતર વસાવા ન તો કોર્ટમાં જશે કે ન પોલીસ પાસે તેઓ સીધા લોકસભાની ચૂંટણીમાં હાજર થશે. આ બેઠકમાં AAPના આગેવાનો અને કાર્યકરોને આજથી જ ભરૂચ લોકસભા મત વિસ્તારમાં ગામે ગામ અને ઘરે ઘરે લોક સંપર્ક કરી ચૈતર વસાવાને લોકસભા ચૂંટણી જીતાડવા કામે લાગી જવા આહવાન કરાયું હતું. 

Chaitar Vasava will contest the election as Aam Aadmi Party candidate

ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા દોઢ મહિનાથી ફરાર
નોંધનિય છે કે, વન કર્મીઓ પર હુમલો, હવામાં ફાયરિંગ સહિતના ગુનામાં ડેડિયાપાડા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા દોઢ મહિનાથી ફરાર છે. ભૂગર્ભમાં રહેલા ચૈતર વસાવાની આગોતરા જામીન અરજી સેશન્સ કોર્ટ બાદ હાઇકોર્ટે પણ ફગાવી દીધી હતી. આ તરફ હવે ભૂગર્ભમાં રહેલા MLA ચૈતર વસાવા સામે બે જ વિકલ્પ બાકી રહ્યા હતા ક્યાં તો પોલીસ સમક્ષ હાજર થઈ જાય અથવા તો આગોતરા મેળવવા સુપ્રીમ કોર્ટમાં દ્વાર ખખડાવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…

Related posts

સ્ટેચ્યૂ ઑફ યુનિટી ગુજરાતનું સૌથી ફેમસ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન

Vivek Radadiya

Exit Poll Result 2023 : એક્ઝિટ પોલનું ગણિત શું કહે છે ?

Vivek Radadiya

સુરત:-પુણાની આ સોસાયટીએ જાહેર રોડ પર કચરો નાખી વિરોધ પ્રદર્શન કર્યું…

Abhayam