Abhayam News
AbhayamPolitics

ભારતીયેને વીઝા વગર આ દેશમાં મળશે એન્ટ્રી 

Indians will get entry to this country without visa

ભારતીયેને વીઝા વગર આ દેશમાં મળશે એન્ટ્રી  થાઈલેન્ડ, શ્રીલંકા અને મલેશિયા બાદ ઈન્ડોનેશિયા પણ ભારતીય નાગરીકોને વીઝા ફ્રી એન્ટ્રી આપવા પર વિચાર કરી રહ્યું છે. ઈન્ડોનેશિયાના પર્યટન મંત્રાલયની તરફથી જાહેર નિવેદન અનુસાર એક મહિનાની અંદર આ નિર્ણય પર મોહર લગાવવામાં આવી શકે છે. ઈન્ડોનેશિયાએ આ નિર્ણય ભારતીય પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષિત કરવા માટે લીધો છે. 

Indians will get entry to this country without visa

એક રિપોર્ટ અનુસાર ઈન્ડોનેશિયાના પર્યટન મંત્રી સેંડિયાગા યુનોએ ગુરૂવારે કહ્યું કે તેમણે સરકાર પાસેથી અમુક દેશોની યાત્રા માટે વીઝા ફ્રી એન્ટ્રી આપવા પર વિચાર કરવાના નિર્દેશ મળ્યા છે. ઈન્ડોનેશિયા પોતાના પર્યટન અને અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન આપવા માટે અમેરિકા, ચીન, ઓસ્ટ્રેલિયા, ભારત, દક્ષિણ કોરિયા, જર્મની, બ્રિટન અને ફ્રાંસ સહિત 20 દેશોના નાગરીકોને વીઝા ફ્રી એન્ટ્રી આપવા પર વિચાર કરી રહ્યું છે. 

ભારતીયેને વીઝા વગર આ દેશમાં મળશે એન્ટ્રી 

Indians will get entry to this country without visa

ઈન્ડોનેશિયાના ઓફિશ્યલ આંકડા અનુસાર કોવિડ મહામારી પહેલા 2019માં લગભગ એક કરોડ 60 લાખથી વધારે વિદેશી પર્યટક ઈન્ડોનેશિયા ગયા. ત્યાં જ આ વર્ષે જાન્યુઆરીથી ઓક્ટોબર સુધી લગભગ એક કરોડ વિદેશી પર્યટક ઈન્ડોનેશિયા આવ્યા. જો તેમની તુલના ગયા વર્ષના આ સમયગાળા સાથે કરવામાં આવે તો પ્રવાસીઓની સંખ્યામાં લગભગ 124 ટકાનો વધારો થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

સૌરવ ગાંગુલી અને નીતા અંબાણી વચ્ચે થઈ જોરદાર ટક્કર

Vivek Radadiya

વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનું શાનદાર પરફોર્મન્સ

Vivek Radadiya

શું સચિનના નામ પર રેલવે સ્ટેશન બન્યું છે ? 

Vivek Radadiya