હાર માટે અપેક્ષા પ્રમાણે કોંગ્રેસે EVMને જવાબદાર ગણાવ્યું ત્યારે ટેકનોલોજીની દ્રષ્ટિએ EVM ફૂલપ્રફુ છે તેવું ખુદ ચૂંટણીપંચ અનેકવાર કહી ચુક્યું છે, ભૂતકાળમાં ચૂંટણીપંચે EVMમાં ટેમ્પરિંગ સાબિત કરવા પડકાર પણ ફેંક્યો હતો ત્યારે બહુ ગાજેલા પક્ષો સામે આવ્યા નહતા. પાયાનો પ્રશ્ન એટલો જ છે કે જેને 1998થી તમામ રાજકીય પક્ષોએ સર્વસહમતિથી સ્વીકારી લીધું છે તે EVM સામે રહી રહીને સવાલ કેમ ઉઠે છે. અમેરિકા, જાપાન જેવા વિકસિત દેશના ઉદાહરણ આપીને ફરી બેલેટ પેપરથી ચૂંટણી યોજવી 140 કરોડથી વધુની વસ્તીના દેશમાં અને 91 કરોડ જેટલા મતદાર ધરાવતા દેશમાં હવે વ્યાજબી છે કે કેમ. ચૂંટણીમાં જીત થાય તો નેતાઓને ક્રેડિટ અને હાર્યા તો EVM જવાબદાર આવી સ્થિતિ કેમ?
- EVMમાં હેકિંગ શક્ય છે
- ચૂંટણીપંચે EVM અંગે સંતોષકારક જવાબ આપવો જોઈએ
- મને EVM ઉપર ભરોસો નથી
રાજ્યોની ચૂંટણીના પરિણામ બાદ કોંગ્રેસ તરફથી આક્ષેપબાજી કરી છે. હાર માટે અપેક્ષા પ્રમાણે કોંગ્રેસે EVMને જવાબદાર ગણાવ્યું છે. ફરી એકવાર ચૂંટણીના પરિણામો સામે બિનજરૂરી સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. ચૂંટણી પરિણામ માટે EVMમાં હેકિંગનો આક્ષેપ છે. EVMમાં પડેલા મત સામે સવાલ ઉઠાવીને જનાદેશનું સીધું અપમાન છે. જ્યાં જીત મળી છે ત્યાં EVM સામે સવાલ શા માટે નહીં તે જ મોટો સવાલ છે.
- ખામીને ઢાંકવા બહાના શોધી રહી છે કોંગ્રેસ
- 3 રાજ્યોમાં હાર્યા તો તેલંગાણામાં કેમ જીત્યા?
- તેલંગાણાની જીત માટે EVMમાં ગડબડી કેમ જવાબદાર નહીં?
દિગ્વિજયસિંહે શું કહ્યું?
આ બાબતે દિગ્વિજયસિંહે જણાવ્યું હતું કે, EVMમાં હેકિંગ શક્ય છે. ચૂંટણીપંચે EVM અંગે સંતોષકારક જવાબ આપવો જોઈએ. મને EVM ઉપર ભરોસો નથી. પોસ્ટલ બેલેટ મુજબ 199 બેઠક ઉપર કોંગ્રેસ આગળ હતી. દિગ્વિજયસિંહે કહ્યું કે મતદાતા નથી બદલાયો તો પરિણામ કેમ બદલાયું?
- EVM સ્વતંત્ર મશીન છે એટલે ઈન્ટરનેટ કે અન્ય નેટવર્ક સાથે જોડાતું નથી
- કોઈ રિમોટ ડિવાઈસથી EVMને હેક નથી કરી શકાતું
- EVMમાં કોઈ ફ્રિકવંસી રિસીવર અથવા કોઈ ડેટા ડિકોડર નથી
હાર માટે અપેક્ષા પ્રમાણે કોંગ્રેસે EVMને જવાબદાર ગણાવ્યું
ભાજપનો જવાબ શું?
આ બાબતે ભાજપે જવાબ આપવા કહ્યું કે, ખામીને ઢાંકવા બહાના કોંગ્રેસ શોધી રહી છે. 3 રાજ્યોમાં હાર્યા તો તેલંગાણામાં કેમ જીત્યા? તેલંગાણાની જીત માટે EVMમાં ગડબડી કેમ જવાબદાર નહીં? EVM છેલ્લા બે દાયકાથી છે, વિપક્ષ પણ જીતે છે. વિપક્ષની જીત ઉપર અમે સવાલ ઉઠાવતા નથી.
EVMના ઉપયોગનો ઈતિહાસ
1977 |
પહેલીવાર ચૂંટણીપંચે EVM અંગે વિચાર કર્યો |
1979 |
ECIL, હૈદરાબાદને EVMની ડિઝાઈન તૈયાર કરવા કહેવાયું |
1980 |
રાજકીય પક્ષના પ્રતિનિધિઓ સમક્ષ EVMની પ્રતિકૃતિ મુકાઈ |
ECILની સાથે-સાથે BEL બેંગ્લુરુને પણ સાથે જોડવામાં આવ્યું |
1982 |
કેરળની પરુર વિધાનસભાના 50 મતદાન કેન્દ્ર ઉપર EVMનો ઉપયોગ |
1983 |
EVMનો ઉપયોગ અટકાવવામાં આવ્યો |
સુપ્રીમકોર્ટે યોગ્ય કાયદો ઘડવા આદેશ આપ્યો |
1989 |
સરકારે ચૂંટણીપંચને EVMના ઉપયોગનો અધિકાર આપ્યો |
જનપ્રતિનિધિત્વના કાયદાની કલમ સુધારવામાં આવી |
1998 |
EVMના ઉપયોગ માટે સર્વસહમતિ બની |
3 રાજ્યની 25 વિધાનસભા બેઠક ઉપર ઉપયોગ થયો |
1999 |
45 લોકસભા બેઠક ઉપર EVMનો ઉપયોગ |
2000 |
હરિયાણાની 45 વિધાનસભા બેઠક ઉપર ઉપયોગ |
2001 |
ચાર રાજ્યની તમામ બેઠકો ઉપર EVMનો ઉપયોગ |
ક્રમશ:રાજ્યોમાં EVMથી મતદાન થતું રહ્યું |
2004 |
તમામ લોકસભા બેઠક ઉપર EVMથી મતદાન |
EVMની સુરક્ષા કેમ સચોટ?
EVMમાં ટેમ્પરિંગ શક્ય નથી. EVM કોમ્પ્યુટર દ્વારા કંટ્રોલ થતુ નથી. EVM સ્વતંત્ર મશીન છે એટલે ઈન્ટરનેટ કે અન્ય નેટવર્ક સાથે જોડાતું નથી. કોઈ રિમોટ ડિવાઈસથી EVMને હેક કરી શકાતું નથી. EVMમાં કોઈ ફ્રિકવંસી રિસીવર અથવા કોઈ ડેટા ડિકોડર નથી. રિસીવર કે ડિકોડર નથી એટલે વાઈ-ફાઈ કે બ્લૂટૂથથી ટેમ્પરિંગ થઈ શકતું નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે