Abhayam News
AbhayamGujaratPolitics

સ્વચ્છ બસ સ્ટેન્ડમાં કચરો નાખી સફાઈ કરવાનું નાટક

Garbage cleaning play in a clean bus stand

સ્વચ્છ બસ સ્ટેન્ડમાં કચરો નાખી સફાઈ કરવાનું નાટક રાજ્યનાં વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ શુભ યાત્રા, સ્વચ્છ યાત્રાનો શુભારંભ કરાવ્યો હતો. આણંદ એસટી તંત્ર દ્વારા સ્વચ્છ ભારતના નામે સફાઈનું નાટક કર્યું હતું. જેમા શુભયાત્રા સ્વચ્છ યાત્રાના નામે કચરો વેરી ફોટાગ્રાફી કરાવી હતી. સ્વચ્છ બસ સ્ટેન્ડમાં કચરો નાંખી સફાઈ કરવાનું નાટક કરતો વીડિયો વાયરલ થયો હતો. બસ સ્ટેન્ડમાં જાતે કચરો નાંખવાનો વીડિયો વાઈરલ થતા પોલ ખુલી જવા પામી હતી. ત્યારે આ બાબતે સાંસદ અને ધારાસભ્ય આ ઘટનાથી અજાણ હોવાનું જાણવા મળ્યું હતું. 

Garbage cleaning play in a clean bus stand

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે એક વ્યક્તિ ડસ્ટબીનમાંથી કચરો એસટી ડેપોમાં નાંખી રહ્યો છે. જે બાદ તમામ મહાનુભાવો દ્વારા આણંદ એસ.ટી. બસ મથકમાં ફોટા પડાવ્યા બાદ એસ.ટી.બસ મથકમાં નાંખવામાં આવેલ કચરાની સાફ સફાઈ કરી હતી. ત્યારે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા આ ઘટનાએ લોકોમાં ભારે ચર્ચાસ્પદ બની હતી. 

Garbage cleaning play in a clean bus stand

સ્વચ્છ બસ સ્ટેન્ડમાં કચરો નાખી સફાઈ કરવાનું નાટક

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન વેગવંતુ બન્યુ છે. ત્યારે રાજ્યના નાગરિકોની મુસાફરી સ્વચ્છ અને સુગમ બની રહે તે આશય સાથે 2 જી ડિસેમ્બરનાં રોજ ગાંધીનગર એસ.ટી ડેપો ખાતેથી “શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા” કેમ્પેઇનનો રાજ્યવ્યાપી શુભારંભ વાહન વ્યવહાર મંત્રી  હર્ષ સંઘવીએ કરાવ્યો હતો. તેની સાથે જ રાજ્યના નાગરિકોને યાતાયાતની સુવિધા વધુ સુદ્રઢ કરવા માટે આગામી ૧૦ મહિના સુધી દર મહિને ૨૦૦ એસ.ટી બસો એટલે કે, ૧૦ મહિનામાં કુલ ૨૦૦૦ નવી એસ.ટી બસો મુસાફરોની સુખાકારી અને શુભ યાત્રા માટે ઉપલબ્ધ કરાવવાનું આયોજન કરવામાં આવ્યુ હોવાનું મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ હતું.

Garbage cleaning play in a clean bus stand

“શુભ યાત્રા સ્વચ્છ યાત્રા” કેમ્પેઇનનો શુભારંભ કરાવતા મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, નાગરિકોની મુસાફરી સ્વચ્છ અને સુગમમય બની રહે તે માટે રાજ્ય સરકાર હર હંમેશ કટિબદ્ધ છે. તે અંતર્ગત રાજ્ય સરકારે કેટલાક નવીન આયામો હાથ ધર્યા છે જેમાં બસ સ્ટેશન ખાતે વિરામના સમયે પહોંચેલી એસ.ટી બસ સ્વચ્છતા કર્મીઓ દ્વારા ૧૦ મિનીટમાં નીટ એન્ડ ક્લીન કરી દેવામાં આવે ત્તે પ્રકારની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.

તે ઉપરાંત નિગમ દ્વારા પી.પી.પી ધોરણે વિકસાવેલા બસ સ્ટેશનો સિવાયના તમામ બસ સ્ટેશન ઉપર શૌચાલયના વપરાશ માટે લેવામાં આવતા પે એન્ડ યુઝ ચાર્જીસ પણ માર્ચ-૨૦૨૪ સુધીમાં સંપૂર્ણ રીતે બંધ કરીને પે એન્ડ યુઝ શૌચાલયોની સુવિધા નિ:શુલ્ક કરી દેવાશે. પે એન્ડ યુઝ થકી નિગમને સવા કરોડ રૂપિયાની આવક થાય છે. પરંતુ પ્રજાના હિત માટે આ રકમ જતી કરી પે એન્ડ યુઝ શૌચાલય નિશુલ્ક સેવા આપવાનો પ્રજાલક્ષી નિર્ણય કર્યો હતો.

Garbage cleaning play in a clean bus stand

QR કોડ મારફતે બસ અને ડેપોની સ્વચ્છતા અંગે ફિડબેક આપવા અપીલ કરી
તેમણે કહ્યું કે, હવે મુસાફરો બસ અને બસ સ્ટેશનોની સ્વચ્છતાનો અભિપ્રાય પણ આપી શકશે. જે માટે ખાસ પેસેન્જર ફિડબેક સિસ્ટમ QR કોડ હશે. નિગમના અધિકારીશ્રીઓ દ્વારા સ્વચ્છતાની કામગીરીનું સમયસર ઇન્સ્પેક્શન અને ઇવેલ્યુશન કરાશે. આ QR કોડ મારફતે બસ અને ડેપોની સ્વચ્છતા અંગે ફિડબેક આપવા સૌ નાગરિકોને મંત્રીએ અપીલ કરી હતી.

રાજ્યકક્ષાનો ઇનામ વિતરણ સમારોહ યોજવામાં આવશે
રાજ્યના તમામ બસ સ્ટેશન ઉપર સ્વચ્છતાના ઉચ્ચતમ પરિણામો હાંસલ કરી સતત જાળવી રાખનાર સ્ટેન્ડ ઇન્ચાર્જ તથા ડેપો મેનેજરને બસો તથા બસ સ્ટેશનની સફાઈનું મૂલ્યાંકન કરી રાજ્યકક્ષાનો ઇનામ વિતરણ સમારોહ યોજવામાં આવશે. જે અંતર્ગત બસ સ્ટેશનનું તેમજ બસોની કાયાકલ્પ

Garbage cleaning play in a clean bus stand

બસોમાં સ્વચ્છતાના ઉત્તમ પરિણામો હાંસલ કરવા સફાઈની પદ્ધતિમાં આમૂલ પરિવર્તન કરીને કુલ ૩૦૦થી વધુ સફાઈ કર્મીઓ રાઉન્ડ ધી ક્લોક રાખીને રાજ્યની ચાર મહાનગરપાલિકાઓના બસ સ્ટેશન ઉપર પ્લેટફોર્મ દીઠ એક સફાઈ કર્મી રાખીને સાફ-સફાઈ કરવામાં આવશે. આ ઉપરાંત જિલ્લા તથા તાલુકા કક્ષાના બસ સ્ટેશન ઉપર ૧ હજાર જેટલા સફાઈ કર્મીઓ રાઉન્ડ ધી ક્લોક રાખીને બસો તેમજ બસ સ્ટેશનની સાફ સફાઈમાં ઉચ્ચતમ પરિણામો હાંસલ કરવા એસટી નિગમને સૂચના આપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

દુર્ઘટના: ભીંડ જેલની દિવાલ ધરાશાયી થવાને કારણે 22 કેદી ઘાયલ…

Abhayam

સુરત:-જાણો આ પોલીસ કર્મી સામે શા ગુનો નોંધાયો..

Abhayam

સેમસંગના મોબાઈલ ફોન વાપરતા લોકો માટે ભારત સરકારે જાહેર કરી ચેતવણી

Vivek Radadiya