દેશને મળ્યા નવા 10 હજાર જન ઔષધિ કેન્દ્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે દિલ્હીથી દેવઘર AIIMSમાં સ્થિત PM જન ઔષધિ કેન્દ્રનું ઑનલાઇન ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે ગોડ્ડા સાંસદ ડૉ.નિશિકાંત દુબે અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા પણ હાજર હતા. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ લોકોને સંબોધિત કરતા ઘણી મોટી જાહેરાતો કરી હતી. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર મહિલા સહાયક જૂથોને 15 હજાર ડ્રોન આપશે. આ સિવાય પીએમ મોદીએ ઝારખંડના ઘણા જન ઔષધિ કેન્દ્રોના લાભાર્થીઓ સાથે વાત કરી.
દેશને મળ્યા નવા 10 હજાર જન ઔષધિ કેન્દ્ર
પીએમ મોદીએ કહ્યું, ‘પહેલાની સરકારો ભેદભાવ સાથે કામ કરતી હતી. અમે સેવાની ભાવનાથી કામ કરીએ છીએ, શક્તિની ભાવનાથી નહીં. તમામ યોજનાઓ લોકો સુધી પહોંચાડવાનું કામ અમારું છે. અગાઉ સરકાર પોતાને સર્વેસર્વા માનતી હતી. ભારત હવે અટકવાનું નથી. દુનિયામાં માત્ર ભારતની જ વાત થઈ રહી છે. જનતાને ભારત સરકારમાં વિશ્વાસ છે. અગાઉની સરકારોમાં લોકો નિરાશ થયા હતા. પહેલાની સરકારો દરેક કામમાં રાજકારણ જોતી હતી.
દેશમાં માત્ર ચાર જ જાતિઓ છેઃ ગરીબ, યુવા, મહિલા અને ખેડૂતો
વિકાસ ભારત સંકલ્પ યાત્રાને સંબોધિત કરતા પીએમ મોદીએ દેશની ચાર જાતિઓનું વર્ણન કરતા કહ્યું કે દેશમાં માત્ર ચાર જ જાતિઓ છેઃ ગરીબ, યુવા, મહિલા અને ખેડૂતો. હું આ ચાર જાતિઓના સશક્તિકરણ માટે કામ કરી રહ્યો છું. મારા માટે સૌથી મોટી જાતિ ગરીબ છે, મારા માટે સૌથી મોટી જાતિ યુવા છે, મારા માટે સૌથી મોટી જાતિ મહિલાઓ છે, મારા માટે સૌથી મોટી જાતિ ખેડૂતો છે. આ ચાર જ્ઞાતિઓના ઉત્થાનથી જ ભારતનો વિકાસ થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે