રાજસ્થાનમાં ભાજપની જીતને લઈ જે પી નડ્ડાનું નિવેદન Rajasthan Election 2023: રાજસ્થાનમાં ભાજપની બહુમતી આવે તો મુખ્યમંત્રી કોણ બનશે તેવું સૌ કોઈ વિચારી રહ્યાં છે, જેને લઈ અનેક રાજકીય નિષ્ણાંતો અનેક ભવિષ્યવાણી કરી રહ્યાં છે. આ વખતે ભાજપે દિયા કુમારી,
રાજ્યવર્ધન રાઠોડ, બાલકનાથ, દેવજી પટેલ સહિત સાસંદોને ભાજપે મેદાને ઉતાર્યા છે. જેમને વિધાનસભા ચૂંટણી લડવાનો અનુભવ પણ નથી. વિધાનસભા ચૂંટણીમાં સાંસદોને મેદાનમાં ઉતારીને અનેક પ્રકારની અટકળો શરૂ થઈ છે.
રાજસ્થાનમાં ભાજપની જીતને લઈ જે પી નડ્ડાનું નિવેદન
ભાજપ કોને મુખ્યમંત્રી બનાવશે ?
એક ઈન્ટરવ્યુમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાને પૂછવામાં આવ્યું કે, રાજસ્થાનમાં જીત્યા બાદ ભાજપ કોન મુખ્યમંત્રી બનાવશે ? આ સવાલના જવાબમાં જે પી નડ્ડાએ કહ્યું કે, અમારી પાસે સીએમ ચહેરાઓની કોઈ કમી નથી.
અમારા મુખ્યમંત્રી અહી 10થી20 મિનિટમાં નક્કી થઈ જાય છે. આ દરમિયાન કોંગ્રેસ સરકારે પણ નિશાન સાંધ્યું હતું કે, નડ્ડાએ કહ્યું કે, ગેહલોત સરકાર દરમિયાન દેવી દેવતાઓના મંદિરો તોડી પાડવમાં આવ્યા હતા.
બીજેપી નેતાએ શું કહ્યું ?
આ તમામ અટકળો અને અનુમાન વચ્ચે રાજસ્થાનમાં ભાજપ તરફથી માત્ર વસુંધરા રાજે જ સીએમ ચહેરો બની શકે છે. આ અંગે બીજેપીના એક નેતાએ કહ્યું કે, પાર્ટી ટૂક સમયમાં જ ભાજપના સીએમ ઉમેદવાર વસુંધરા રાજેની જાહેરાત કરી શકે છે. જ્યારે રાજ્યવર્ધનસિંહ રાઠોડે પોતાને સીએમ ચહેરો નકાર્યો છે.
સૂત્રો પાપ્ત માહિતી મુજબ રાજસ્થાનની ચૂંટણી પહેલા ભાજપે સીએમ ઉમેદવારને લઈ એક સર્વે પણ કરાવ્યો હતો. જે સર્વેમાં સામે આવ્યું હતું કે, ભાજપ જો વસુધરા રાજેને મુખ્યયમંત્રી બનાવે તો ફાયદો થઈ શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે……