ભારતીય ટીમનો IPL 2024 સુધીનો સમગ્ર શેડ્યુલ ઓસ્ટ્રેલિયાએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવારે વિશ્વ કપ 2023ની ફાઈનલ મેચમાં ભારતને હરાવી વિશ્વ કપની ટ્રોફી પર કબજો મેળવી લીધો. તેની વચ્ચે હવે આવતીકાલથી ફરી ઓસ્ટ્રેલિયા સામે ભારત ટકરાશે. ગુરૂવારથી 5 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ શરૂ થશે.
ભારતીય ટીમનો IPL 2024 સુધીનો સમગ્ર શેડ્યુલ
જો આંતરરાષ્ટ્રીય ક્રિકેટની વાત કરીએ તો ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 23 નવેમ્બરથી શરૂ થનારી 5 મેચની ટી20 સિરિઝમાં એકબીજાનો સામનો કરવા માટે તૈયાર છે.
ઓસ્ટ્રેલિયાના 6 વિશ્વ ચેમ્પિયન ખેલાડી ટી20 આંતરારાષ્ટ્રીય ટીમનો ભાગ છે. સાથે જ ટીમ સૌથી નાના ફોર્મેટમાં વિશ્વ કપની તૈયારી કરી રહી છે, જે આગામી વર્ષે જૂનમાં વેસ્ટ ઈન્ડીઝ અને યૂએસએમાં રમાશે. જો કે ભારતીય ટીમની હજુ સુધી જાહેરાત કરવામાં આવી નથી.
ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે T20I સિરિઝ 3 ડિસેમ્બરે પૂરી થશે, ત્યારબાદ ભારતીય ટીમ 3 વનડે, 3 ટી20 આંતરરાષ્ટ્રીય અને બે ટેસ્ટ મેચ માટે સાઉથ આફ્રિકાના પ્રવાસે જશે.
આ પ્રવાસ 10 ડિસેમ્બરે ટી20 સિરિઝની સાથે શરૂ થશે, જ્યારે 3 વનડે મેચમાંથી પ્રથમ વન ડે 17 ડિસેમ્બરે રમાશે. બોક્સિંગ ડે અને નવા વર્ષથી 2 ટેસ્ટ મેચ નક્કી છે, જે 26 ડિસેમ્બર અને 3 જાન્યુઆરીથી શરૂ થશે.
ત્યારબાદ ભારત 11 જાન્યુઆરીથી શરૂ થનારી 3 ટી 20 મેચ માટે અફઘાનિસ્તાનની મેજબાની કરશે અને તે સિરિઝ પૂરી થયાના 8 દિવસની અંદર ઈંગ્લેન્ડ 25 જાન્યુઆરીથી શરૂ થનારી 5 મેચની ટેસ્ટ સિરિઝમાં મેજબાન ટીમને પડકારશે.
આ ટેસ્ટ સિરિઝ પણ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપનો ભાગ છે. આ સિરિઝ 11 માર્ચ સુધી ચાલશે અને ત્યારબાદ આઈપીએલની આગામી સિઝન શરૂ થશે. આઈપીએલ પૂર્ણ થયા બાદ તરત જ ટી20 વિશ્વ કપ જૂન 2024માં યોજાશે.
વિશ્વ કપ 2023 બાદ ભારત ઓસ્ટ્રેલિયા સામે 23 નવેમ્બરથી 3 ડિસેમ્બર સુધી 5 મેચની ટી20 સિરિઝ રમશે. ત્યારબાદ 10 ડિસેમ્બરથી 7 જાન્યુઆરી સુધી સાઉથ આફ્રિકામાં 3 ટી-20, 3 વનડે અને 2 ટેસ્ટ મેચ રમશે. ત્યારબાદ ભારત અફઘાનિસ્તાન સામે 11 જાન્યુઆરીથી 17 જાન્યુઆરી સુધી 3 મેચની ટી20 સિરિઝ રમશે.
તે પછી ઈંગ્લેન્ડ સામે 5 મેચની ટેસ્ટ સિરિઝ 25 જાન્યુઆરીથી 11 માર્ચ સુધી રમાશે. ત્યારબાદ માર્ચ, એપ્રિલ અને મે 2024માં આઈપીએલ 2024 રમાશે. ત્યારબાદ જૂન 2024માં વેસ્ટ ઈન્ડીઝ/યુએસએમાં ટી20 વિશ્વ કપ રમાશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે……