Abhayam News
AbhayamSports

ફાઈનલ મેચમાં મફતમાં પોપ કોર્ન અને ઠંડા પીણાં મળશે.

Free popcorn and cold drinks will be available at the final match.

ફાઈનલ મેચમાં મફતમાં પોપ કોર્ન અને ઠંડા પીણાં મળશે. અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વિશ્વ કપ 2023 ની ફાઈનલ મેચ રમાશે. ફાઈનલ મેચમાં ભારત અને ઓસ્ટ્રેલિયા ટકરાશે. મેચને લઈ સ્ટેડિયમ ઓથોરિટી અને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે. મેચ જોવા દર્શકો કોઈ પણ પ્રકારની હિંસક વસ્તુઓ અંદર નહીં લઈ જવા દેવામાં આવશે.

Free popcorn and cold drinks will be available at the final match.

ફાઈનલ મેચમાં મફતમાં પોપ કોર્ન અને ઠંડા પીણાં મળશે.

આગામી 19 નવેમ્બરના રોજ વિશ્વ કપ 2023 ની ફાઈનલ મેચ રમાશે. વિશ્વ કપની ફાઈન મેચમાં 20 વર્ષ બાદ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે કડક મેચ જોવા મળશે. ફાઈનલ મેચ દરમિયાન કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે તંત્ર ખડે પગે છે. ફાઇનલ મેચના દિવસે સ્ટેડિયમમાં  પ્રેક્ષકોને કોઈપણ પ્રકારની વધારાની વસ્તુ સ્ટેડિયમની અંદર લઈ જાય તે માટે સ્ટેડિયમ ઓથોરિટી અને પોલીસ દ્વારા આ વસ્તુઓ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યું છે.

Free popcorn and cold drinks will be available at the final match.

કઈ કઈ વસ્તુ સાથે સ્ટેડિયમમાં પ્રવેશ મળશે નહીં?

સ્ટેડિયમની અંદર પ્રવેશતી વખતે વ્યક્તિ પાસે કોઈપણ પ્રકારની વસ્તુ ન હોવી જોઈએ. જેવી કે ખતરનાક વસ્તુ, શસ્ત્રો, ધ્વજની લાંબી લાકડી, હોર્ન્સ, વ્હીસલ, સંગીતના સાધનો, મેટલ કેન્સ, કાચ કે પ્લાસ્ટિકની બોટલો, અપમાનજનક કે રાજકીય સાઈનેજ, ડ્રોન, ચાર્જિંગ ડિવાઈસ, પાવર બેંક, બેગ (નાના લેડીઝ પર્સ સિવાય) વગેરે.

આ ઉપરાંત પ્રાણી, રોકડા રૂપિયા, પરફ્યુમ કે મેકઅપની વસ્તુઓ (100 મિલી કરતા મોટી વસ્તુ), વીડિયો કે ફોટોગ્રાફિક કે ઓડિયોના સાધનો (મોબાઇલ ફોન સિવાય), દૂરબીન, ફૂડ, હેલ્મેટ, છત્રી, ઇલેક્ટ્રિકલ સામાન (હેડફોન સિવાય), સેલ્ફી સ્ટિક, કોઈન્સ, નશાકારક પદાર્થ જેમ કે સિગારેટ, તમાકુ, ગુટકા તથા જ્વલનશીલ વસ્તુઓ જેવી કે લાઈટર, માચીસ વગેરે સાથે પણ સ્ટેડિયમની અંદર પ્રવેશ આપવામાં આવશે નહીં.

સ્ટેડિયમની અંદર કઈ કઈ વસ્તુ મળશે?

સ્ટેડિયમની અંદર મેચ જોવા આવતા દર્શકો માટે મફતમાં પીવાનું પાણી મળશે. તથા ટિકિટ ધારકોને 1 વખત મફતમાં પોપ કોર્ન અને ઠંડા પીણાં પણ મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે……

Related posts

જો તમે Google Pay નો ઉપયોગ કરો છો તો ધ્યાન રાખજો

Vivek Radadiya

વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનું શાનદાર પરફોર્મન્સ

Vivek Radadiya

મોટા ફેરફારના કારણે ભારતને ઝટકો 

Vivek Radadiya