વર્લ્ડ કપ પર આતંકી હુમલાનો ખતરો ! ખાલિસ્તાની આતંકવાદી ગુરુપતવંત સિંહ પન્નુએ ફરી એકવાર વીડિયો જાહેર કરીને ધમકી આપી છે. પન્નુનો આ વીડિયો ભારતમાં અમદાવાદમાં યોજાનારી વર્લ્ડ કપની ફાઈનલ સાથે સંબંધિત છે.
વર્લ્ડ કપ પર આતંકી હુમલાનો ખતરો !
નોંધનીય છે કે થોડા સમય પહેલા પણ તેનો વર્લ્ડ કપ ફાઈનલને લઈને ધમકી આપતો એક વિડીયો સામે આવ્યો હતો, એવામાં ખાલિસ્તાની આતંકવાદી ગુરુપતવંત સિંહ પન્નુએ ફરી એકવાર વીડિયોમાં ‘શટડાઉન વર્લ્ડ કપ’ જેવી ખોખલી ધમકી આપતી વાતો કહી છે.
આ લોકોને ISI પાસેથી લેખિત સ્ક્રિપ્ટ મળી રહી છે!
જણાવી દઈએ કે ગુરુપતવંત સિંહ પન્નુ ભારત વિરુદ્ધ ઝેર ઓકતો વીડિયો જાહેર કરતા રહે છે. ઘણી વખત તેણે પોતાના વીડિયોમાં ભારતને ખાલી ખોટી ડરામણી ધમકી આપતો રહે છે.. પરંતુ આ વખતે પન્નુએ આવો વીડિયો જાહેર કર્યો છે અને તેમાં પન્નુએ જે વાતો કહી છે તેના પરથી લાગી રહ્યું છે કે પન્નુ પાકિસ્તાની ગુપ્તચર એજન્સીના નિર્દેશો પર કામ કરી રહ્યો છે. પન્નુને પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ISIના K-2 ડેસ્ક પરથી લખેલી સ્ક્રિપ્ટ મળી રહી છે, જેને તે વાંચી રહ્યો છે અને વીડિયો રિલીઝ કરી રહ્યો છે.
ક્રિકેટ વર્લ્ડકપને લઈને વિડીયો રીલીઝ થયોઃ
પન્નુએ અમદાવાદમાં યોજાઈ રહેલા વર્લ્ડકપને લઈને એક વિડીયો રીલીઝ કર્યો છે અને વિડીયોમાં ફરી એક વખત વર્લ્ડ કપ શટડાઉન જેવી બૂમો પાડી રહ્યો છે. વીડિયોમાં પન્નુ 1984ના શીખ હત્યાકાંડ અને ગુજરાત રમખાણોને ટાંકીને શીખો અને મુસ્લિમોને ભડકાવવાનો પ્રયાસ કરતા સાંભળવામાં આવે છે. એટલું જ નહીં, આ વીડિયોમાં તે ગાઝા પર ભારતના સ્ટેન્ડની ટીકાનો ખોટો પ્રચાર પણ કરી રહ્યો છે. તેની આડમાં તે ભારતના મુસ્લિમોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહી છે. આ વિડિયો જોઈને અને પન્નુની વાત સાંભળીને સુરક્ષા એજન્સીઓ RAW, દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલ અને NIAના દાવાઓની પુષ્ટિ થઈ રહી છે.
શું નવી રીતે ભારત પર હુમલાનું નવું ષડયંત્ર રચાઈ રહ્યું છે
એવો દાવો કરવામાં આવે છે કે પાકિસ્તાની જાસૂસી સંસ્થા ISIએ ભારતમાં આતંકવાદ અને અશાંતિ ફેલાવવા માટે એક અલગ ડેસ્ક તૈયાર કર્યું છે, જેમાં ISIના અધિકારીઓ, ભારતમાંથી ભાગીને પાકિસ્તાનમાં બેઠા ખાલિસ્તાની અને કાશ્મીરી આતંકવાદીઓનો સમાવેશ થાય છે. આમાં K-2 એટલે ખાલિસ્તાન-કાશ્મીર થાય છે. K-2 ડેસ્ક દ્વારા, ISI અધિકારીઓ ખાલિસ્તાની આતંકવાદીઓ અને કાશ્મીરી ઈસ્લામિક આતંકવાદીઓને એક મંચ પર લાવીને ભારતમાં નવા અને નવા પ્રકારના આતંકવાદી હુમલાનું ષડયંત્ર રચવામાં વ્યસ્ત છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે……